LPG Latest Rate: બજેટની ગણતરીની પળો પહેલા રાંધણ ગેસના નવા ભાવ જાહેર થયા, જાણો કેટલામાં મળશે બાટલો

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. બરાબર તેની પહેલા જ દેશની સરકારી ગેસ વિતરણ કંપનીઓએ નવા ભાવની જાહેરાત કરી દીધી છે. દેશની સૌથી મોટી ગેસ કંપની ઈન્ડેને 1 ફેબ્રુઆરીના રોજ તાજા ભાવનું લિસ્ટ બહાર પાડ્યું છે. અત્રે જણાવવાનું કે ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી અને 16 તારીખે ગેસની કિંમતો અપડેટ કરે છે.

LPG Latest Rate: બજેટની ગણતરીની પળો પહેલા રાંધણ ગેસના નવા ભાવ જાહેર થયા, જાણો કેટલામાં મળશે બાટલો

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. બરાબર તેની પહેલા જ દેશની સરકારી ગેસ વિતરણ કંપનીઓએ નવા ભાવની જાહેરાત કરી દીધી છે. દેશની સૌથી મોટી ગેસ કંપની ઈન્ડેને 1 ફેબ્રુઆરીના રોજ તાજા ભાવનું લિસ્ટ બહાર પાડ્યું છે. અત્રે જણાવવાનું કે ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી અને 16 તારીખે ગેસની કિંમતો અપડેટ કરે છે. ગત વર્ષે બજેટના દિવસની વાત કરીએ તો ગેસ કંપનીઓએ LPG ની કિંમતોમાં 100 રૂપિયાનો વધારો કર્યો હતો. 

લેટેસ્ટ રેટ
ઈન્ડિન કંપની દ્વારા ગેસના જે નવા ભાવ જાહેર થયા છે તે મુજબ ઘરેલુ અને કોમર્શિયલ સિલેન્ડરના ભાવમાં હાલ  તો કોઈ ફેરફાર કરાયો નથી. દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 1053 રૂપિયા રહેશે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1769 રૂપિયા છે. અત્રે જણાવવાનું કે ઘરેલુ રસોડામાં ઉપયોગમાં લેવાતા 14.2 કિલોના ગેસના સિલિન્ડરના  ભાવમાં 6 જુલાઈ બાદ કોઈ ફેરફાર કરાયો નથી. 

જાન્યુઆરીમાં વધ્યો હતો ભાવ
વર્ષ 2023ની શરૂઆતમાં મોંઘવારીનો જે ઝટકો મળ્યો હતો તેમાં પહેલા જ દિવસે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા વધારો થયો હતો. આ વધારા બાદ દિલ્હીમાં કોમર્શિયલ ગેસનો ભાવ 1769 રૂપિયા પ્રતિ સિલિન્ડર, મુંબઈમાં 1721 રૂપિયા પ્રતિ સિલિન્ડર, કોલકાતામાં 1870 રૂપિયા પ્રતિ સિલિન્ડર જ્યારે ચેન્નાઈમાં 1917 રૂપિયા પ્રતિ સિલિન્ડર ભાવ થયો હતો. અત્રે જણાવવાનું કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવથી સીધી રીતે તમારા રસોડાના બજેટ પર કોઈ અસર નથી પડતી પરંતુ રેસ્ટોરન્ટ, હોટલ વગેરે જગ્યાએ ખાવાનું મોંઘુ થાય છે. 

વર્ષ 2022માં કેટલું મોંઘુ થયું સિલિન્ડર
વર્ષ 2022ના વર્ષમાં ગેસના ભાવમાં ખુબ ભડકો જોવા મળ્યો હતો. દશમાં જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવ કાબૂમાં રહ્યા ત્યાં ગેસ સિલિન્ડરના ભાવ સતત વધતા રહ્યા. ગત વર્ષની વાત કરીએ તો ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કુલ 153.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો. કોમર્શિયલ ગેસના ભાવ વર્ષની વચ્ચે 2000 રૂપિયાને પાર ગયા હતા. જો કે દેશમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ ફેરફાર કરાયો નથી. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ છેલ્લે 6 જુલાઈ 2022ના રોજ વધ્યા હતા. તે વખતે ઓઈલ કંપનીઓએ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news