નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી, જનતા કોને જોવા ઈચ્છે છે પ્રધાનમંત્રી? 2024 લોકસભા ચૂંટણી પહેલા મોટો સર્વે
સી વોટરે હાલમાં દેશભરમાં એક સર્વે કર્યો જેમાં કહેવામાં આવ્યું કે હજુ પણ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદની પ્રથમ પસંદ છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણી નજીક છે, બધી પાર્ટીઓએ જમીન પર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ સમયે એક તરફ સત્તા વાપસી માટે ભાજપ મહેનત કરી રહી છે તો ઈન્ડિયા ગઠબંધન તેને ટક્કર આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વચ્ચે મનમાં એક સવાલ- આ વખતે પ્રધાનમંત્રી કોને જોવા ઈચ્છો છો- નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? હાલમાં એક મોટો સર્વે કરવામાં આવ્યો છે, જેમાં લોકોનો મત સામે આવ્યો છે.
શું કહે છે સર્વેના આંકડા?
સી વોટરે હાલમાં દેશભરમાં એક સર્વે કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું કે હજુ પણ નરેન્દ્ર મોદી પીએમ પદની પ્રથમ પસંદ છે. હિન્દી પટ્ટી રાજ્યોમાં તો પીએમ મોદી રાહુલ ગાંધી કરતા ખુબ આગળ છે. સર્વેના આંકડા જણાવે છે કે 59 ટકા લોકો હજુ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને ચૂંટવા ઈચ્છે છે તો માત્ર 32 ટકા લોકો રાહુલ ગાંધીને આ પદ પર જોવા ઈચ્છે છે.
તાજેતરમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે પોતાની સરકાર બનાવી છે. તેવામાં આ ત્રણ હિન્દી પટ્ટી રાજ્યોમાં પણ માહોલ પીએમ મોદીના પક્ષમાં જોવા મળી રહ્યો છે. આ સમયે એમપીમાં 66 ટકા લોકો પીએમ મોદીને પ્રધાનમંત્રી જોવા ઈચ્છે છે તો રાહુલ ગાંધી માટે આ આંકડો 26 ટકા છે. આ રીતે છત્તીસગઢમાં 67 ટકા લોકો મોદીને સપોર્ટ કરી રહ્યાં છે તો 29 ટકા રાહુલ ગાંધીને પીએમ પદે જોવા મળે છે. રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં નરેન્દ્ર મોદીને 65 ટકા સમર્થન છે, તો રાહુલ ગાંધી સાથે 32 ટકા લોકો જોવા મળી રહ્યાં છે.
ઈન્ડિયા ગઠબંધનથી પીએમ ઉમેદવાર કોણ?
ઈન્ડિયા ગઠબંધન તરફથી પ્રધાનમંત્રીના ઉમેદવાર કોને બનાવવા જોઈએ, તેને લઈને પણ સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં અત્યારે રાહુલ ગાંધી આગળ જોવા મળી રહ્યાં છે. 34 ટકા લોકોનો મત છે કે રાહુલ ગાંધીને પીએમના ઉમેદવાર બનાવવા જોઈએ. તો બીજા નંબર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે, જેને 13 ટકા લોકો પીએમ તરીકે જોવા મળી રહ્યાં છે. તો કોઈનું નામ ન લેનારા લોકોનો આંકડો 34 ટકા ચાલી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે