સટ્ટાબજારમાં કોનો છે કેટલો ભાવ? રાહુલ ગાંધીનો બોલાઇ રહ્યો છે આટલો ભાવ!

લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે બસ થોડા જ દિવસો બાકી છે અને ગુજરાતમાં સટ્ટા બજાર હાલ ગરમ છે

સટ્ટાબજારમાં કોનો છે કેટલો ભાવ? રાહુલ ગાંધીનો બોલાઇ રહ્યો છે આટલો ભાવ!

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે બસ થોડા દિવસો જ બાકી છે અને ગુજરાતમાં સટ્ટા બજારે ઘણુ જોર પકડ્યું છે. ગુજરાતમાં સટ્ટા બજારના અનુસાર ભાજપને 245થી વધારે સીટો નથી મળી શકી. જ્યારે સટ્ટા બજારમાં કોંગ્રેસને આશરે 80થી 82 સીટો આપી રહ્યું છે. ગુજરાતમાં પાંચ શહેરોમાં મોટા પ્રમાણમાં સટ્ટો રમાઇ રહ્યો છે. તેમાં ઉંઝા, મહેસાણા, અમદાવાદ, રાજકોટ અને સુરતનો સમાવેશ થાય છે. 

સટ્ટા બજારના અનુસાર યુપીમાં ભાજપને 41થી 42 સીટો મળી રહી છે, જ્યારે રાજસ્થાનમાં 19-20 સીટો મળી રહી છે. બીજી તરફ આકર્ષણનું કેન્દ્ર બનેલું પશ્ચિમ બંગાળમાં સટ્ટાબજાર ભાજપને 9-10 સીટો આપી રહ્યું છે. ભાજપે 2014ની ચૂંટણીમાં બંગાળમાં બે સીટો પર જીત પ્રાપ્ત કરી હતી અને આ 22 પ્લસનું લક્ષ્યાંક લઇને પાર્ટી ચાલી રહી છે. જો કે સટ્ટાબજારમાં ભગવા પાર્ટીને 9-10 સીટો ફાળવાઇ રહી છે. 

ભાજપ કાર્યકર્તાઓ અફવા ફેલાવે તો તેને જુતા મારો: રાજભરનું વિવાદિત નિવેદન
સટ્ટાબજારમાં ગુજરાતમાં 22-23 સીટો આપી રહ્યું છે, ગત વખતે ભાજપે રાજ્યની તમામ 26 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ ગત ચૂંટણીના પરિણામોને યાદ કરતા કહ્યું હતું કે તમામ પ્રકારનાં સટ્ટા બજારને ધત્તો બતાવતા ચૂંટણીના પરિણામો આવ્યા હતા. જ્યારે બજારમાં બે -ત્રણ દિવસ પહેલાથી જ સટ્ટો લગાવવાનું કામ ચાલુ થઇ ગયું હતું. 

ગુજરાતમાં સટ્ટાબજારી
સટ્ટા બજારમાં ગુજરાત મુદ્દે અલગ-અલગ ભાવ ચાલી રહ્યા છે. 21 સીટો માટે 27 પૈસા, 22 સીટ માટે 60 પૈસાનો ભાવ ચાલી રહ્યો છે તો 23 સીટો માટે 1 પૈસાનો ભાવ ચાલી રહ્યો છે. જેનો સીધો અર્થ છે કે ભાજપને 23 સીટ મળી શકે છે. આ ઉપરાંત 24 સીટો માટે એક રૂપિયા 80 પૈસાની સામે 2 રૂપિયા 20 પૈસાનો ભાવ ચાલી રહ્યો છે અને ગુજરાતની 26 સીટો માટે 7 પૈસાની સામે 8.50 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. 

રાજસ્થાન અને મધ્યપ્રદેશ જ્યાં હાલમાં જ યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પરાજય મળ્યો હતો. જો કે હવે સટ્ટા બજાર રાજસ્થાનમાં ભાજપને 19-20 સીટો આપી રહ્યું છે જ્યારે મધ્યપ્રદેશમાં આ પાર્ટીને 29માંથી 22 સીટો મળવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ ગઠબંધનને ગુજરાતનું સટ્ટા બજાર 32-33 સીટ આપી રહ્યું છે. 

વડાપ્રધાન પદના ઉમેદવાર મુદ્દે વાત કરવામાં આવે તો સટ્ટાબજારમાં નરેન્દ્ર મોદી માટે 14 પૈસા ચાલી રહ્યો છે. જ્યારે રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા મુદ્દે 5 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. સટ્ટાબજારમાં જેનો ભાવ ઓછો હોય તેના જીતવાની શક્યતા વધારે હોય છે. 

ગુજરાતમાં એક અંદાજ અનુસાર લોકસભા ચૂંટણી મુદ્દે અત્યાર સુધી 200 કરોડ કરતા પણ વધારે સટ્ટો લાગી ચુક્યો છે. જો કે 2014ની ચૂંટણી સામે તે ઘણુ ઓછું છે. એક બુકીએ નામ નહી જણાવવાની શરતે જણાવ્યું કે, ગુજરાતમાં 2014ની લોકસભા ચૂંટણી સમયે 500 કરોડ રૂપિયાનો સટ્ટો રમાયો હતો. જો કે દરેક ઉમેદવારનાં પણ અલગ-અલગ ભાવ હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news