છઠ્ઠા તબક્કામાં 59 લોકસભા સીટો પર આજે મતદાન, દિગ્ગજોના ભાગ્ય EVMમાં કેદ થશે

દિલ્હી સહીત 6 રાજ્યોની 59 લોકસભા સીટો પર આજે મતદાન થવાનું છે. આ મતદાન બાદ કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહ, હર્ષવર્ધન અને મેનકા ગાંધી ઉપરાંત સપા પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતાઓ દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ભાગ્ય ઇવીએમમાં કેદ થઇ જશે. છઠ્ઠા તબક્કાની આ ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને મધ્યપ્રદેશની 8-8, દિલ્હીની સાત અને ઝારખંડની ચાર સીટો પર મતદાન થવાનું છં. 
છઠ્ઠા તબક્કામાં 59 લોકસભા સીટો પર આજે મતદાન, દિગ્ગજોના ભાગ્ય EVMમાં કેદ થશે

નવી દિલ્હી : દિલ્હી સહીત 6 રાજ્યોની 59 લોકસભા સીટો પર આજે મતદાન થવાનું છે. આ મતદાન બાદ કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહ, હર્ષવર્ધન અને મેનકા ગાંધી ઉપરાંત સપા પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતાઓ દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ભાગ્ય ઇવીએમમાં કેદ થઇ જશે. છઠ્ઠા તબક્કાની આ ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને મધ્યપ્રદેશની 8-8, દિલ્હીની સાત અને ઝારખંડની ચાર સીટો પર મતદાન થવાનું છં. 

આ તબક્કામાં કુલ 10.17 કરોડ મતદાતાઓ મતદાન યોગ્ય છે. જે 979 ઉમેદવારનાં ભાગ્યનો નિર્ણય થશે. ચૂંટણી પંચના ચૂંટાણી સૂચારુ સંચાલન માટે 1.13 લાખથી વધારે મતદાન કેન્દ્ર બનાવ્યા છે. લોકસભા ચૂંટણીનાં આ તબક્કાને ભાજપ માટે આકરી પરીક્ષા તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે 2014ની ચૂંટણીમાં ભાજપે તેમાંથી 45 સીટો જીતી હતી. જ્યારે તૃણમુલ કોંગ્રેસને આઠ કોંગ્રેસને બે અને સમાજવાદી પાર્ટી અને લોજપાને એક-એક સીટ પર જીત મળી હતી. ભાજપે 2014ની ચૂંટણીમાં આ તબક્કામાં ઉત્તરપ્રદેશની 14માંથી 13 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. એકમાત્ર અપવાદ આઝમગઢ જ્યા સપાના સંસ્થાપક મુલાયમ સિંહને જીત મળી હતી. 

ફુલપુર-ગોરખપુરનો સવાલ
ભાજપે જો કે ગત વર્ષે ફુલપુર અને ગોરખપુર સંસદીય સીટ પર યોજાયેલ પેટા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં ભાજપ વિરોધી ગઠભંધન આ સીટ પર પોતાની જીતને યથાવત્ત રાખવાની આશા રાખી રહ્યા છે. આ સીટનું મહત્વ તેના પરથી સમજી શકાય છે કે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 1998થી 2017 સુધી સતત અહીંથી ચૂંટણી જીતતા હતા. 

આ પ્રકારે ભાજપે 2014માં પહેલીવાર ફુલપુર સીટ પર જીત પ્રાપ્ત કરી હતી. એક સમયે દેશનાં પ્રથમ વડાપ્રધાન જવાહરાલલ નેહરૂનુ સંસદીય ક્ષેત્ર રહેલ ફુલપુરથી કેશવપ્રસાદ મોર્યા જીત્યા હતા. 2017 ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ કેશવપ્રસાદ ઉપમુખ્યમંત્રી બની ગાય હતા. ત્યાર બાદ ફુલપુર લોકસભા સીટ ખાલી પડી હતી. આઝમગઢમાં આ વખતે અખિલેશ યાદવ પોતાનાં પિતાની જગ્યાએ ચૂંટણી લડી રહ્યો છે.જેનો સામનો ભાજપના ઉમેદવાર અને ભોજપુરી અભિનેતા દિનેશ લાલ નિરહુઆ સામે છે. 

માં-પુત્રના ભાગ્યનો નિર્ણય
સુલ્તાનપુરમાં રસપ્રદ ચૂંટણી થવા જઇ રહી છે. જ્યાં ભાજપના કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર ગત્ત ચૂંટણીમાં તેના પુત્ર વરૂણ ગાંધીએ જીત પ્રાપ્ત કરી હતી. આ વખેત માં-પુત્રની સીટમાં અદલા બદલી કરવામાં આવી છે. મેનકા વરૂણનાં બદલે સુલ્તાનપુરથી ચૂંટણી લડી રહ્યા છે અને વરૂણ માંની સીટ પીલભીતથી ચૂંટણી લડી રહ્યો છે. 

ભોપાલ પર સૌની નજર
મધ્યપ્રદેશમાં ભોપાલ, મુરૈના, ભીંડ, ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા અને રાજગઢ સીટો પર પણ મતદાન થવાનું છે. મધ્યપ્રદેશમાં મતદાનનો ત્રીજો તબક્કો છે. અહીં પહેલા તબક્કા 29 એફ્રીલ અને બીજા તબક્કા 6 મેનાં રોજ મતદાન થઇ ચુક્યું છે. અંતિમ તબક્કાનું મતદાન 19 મેનાં રોજ થશે. ભોપાલ સીટ પર તમામ લોકોની નજર છે. અહીં ભાજપના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને ભાજપ ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુર વચ્ચે ચૂંટણી થવાની છે. જ્યારે કોંગ્રેસ મહાસચિવ અને ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા ચૂંટણી લડી રહ્યા છે. મુરૈનાથી કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નરેન્દ્ર સિંહ તોમર મેદાનમાં છે. 

દિલ્હીમાં પણ તોફાની યુદ્ધ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની તમામ 7 સીટો પર ચૂંટણી થવાની છે. 18 મહિલાઓ સહિત 164 ઉમેદવાર અહી ભાગ્ય અજમાવી રહ્યા છે. દિલ્હીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મેચ થવાની આશા છે. રાજધાનીમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને ઉમેદવાર શીલા દીક્ષિત, મુક્કાબાજ વિજેન્દર સિંહ, ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, આમ આદમી પાર્ટી ઉમેદવાર આતિશી અને ક્રિકેટર તથા નેતા ભાજપ ઉમેદવાર ગૌતમ ગંભીર પર તમામની નજર ટકેલી છે. 
હરિયાણામાં કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત અને કૃષ્ણપાલ ગુર્જર સહિત 223 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પૂર્વ મુખ્યમંત્રી અને રોહતકથી કોંગ્રેસનાં હાલનાં ધારાસભ્ય ભુપેન્દ્ર સિંહ હુડ્ડા આ વખતે લોકસભા ચૂંટણીમાં સોનીપતથી ભાગ્ય અજમાવી રહ્યા છે. આ અગાઉ હુડ્ડા રોહતકથી ચાર વખત સાંસદ રહી ચુક્યા છે. હુડ્ડાનાં પુત્ર અને રોહતકથી હાલના સાંસદ દીપેન્દ્ર આ વખતે પણ કોંગ્રેસમાંથી ઉમેદવાર છે. 

અન્ય ઉમેદારમાં કેન્દ્રીય મંત્રી બીરેન્દ્ર સિંહા પુત્ર વૃજેન્દ્ર સિંહ (ભાજપ) અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભજનલાલના પ્રપોત્ર ભવ્ય બિશ્નોઇ હિસાર સીટ પરથી એકબીજાની સામે છે. આ સીટ પર પૂર્વ મુખ્યમંત્રી ઓપી ચોટાલાના પ્રપોત્ર અને નવી રચાયેલી જનનાયક જનતા પાર્ટીના ઉમેદવાર દુષ્યંત ચૌટાલા મેદાનમાં છે. દુષ્યંત હાલના સાંસદ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news