પાણી માટે યુદ્ધ: ગુજરાતના આ સ્થળે મહિલાઓ પીવાના પાણી માટે બને છે ‘રણચંડી’

સમગ્ર રાજ્યમાં પીવાના પાણીના સંકટ ઉભા થયા છે અને સરકાર પણ પીવાના પાણીને લઈને સજાગ છે છતાં ગુજરાતના આજે પણ એવા ગામડા છે. જ્યાં પીવાના પાણી માટે સ્થાનિકો વલખા મારી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના અંતરિયાળ ઉમરપાડા તાલુકાના ગામડાના લોકો ફરિયાદ જકરી કરી રહ્યા છે સી.એમ સાહેબ કચ્છના લોકોને હમદર્દી અને ઉમરપાડા તાલુકાના લોકોની અવગણના।

પાણી માટે યુદ્ધ: ગુજરાતના આ સ્થળે મહિલાઓ પીવાના પાણી માટે બને છે ‘રણચંડી’

કિરણસિંહ ગોહિલ/સુરત: સમગ્ર રાજ્યમાં પીવાના પાણીના સંકટ ઉભા થયા છે અને સરકાર પણ પીવાના પાણીને લઈને સજાગ છે છતાં ગુજરાતના આજે પણ એવા ગામડા છે. જ્યાં પીવાના પાણી માટે સ્થાનિકો વલખા મારી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના અંતરિયાળ ઉમરપાડા તાલુકાના ગામડાના લોકો ફરિયાદ જકરી કરી રહ્યા છે સી.એમ સાહેબ કચ્છના લોકોને હમદર્દી અને ઉમરપાડા તાલુકાના લોકોની અવગણના।
 
આકશમાંથી થઇ રહી છે અગનવર્ષા,ઉબળ ખાબળ રસ્તા અને વિરાન ઉજ્જડ બની ગયેલ ગામની સીમ ઓળગી બિજલવાડી ગામેની મહિલાઓ સરકાર દ્વારા મુકવામાં આવેલા સરકારી હેન્ડપંપ પર મહિલાઓ,બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓ પાણી માટે લાઈન લગાવી પોતાના નંબરની રાહ જોઈને ઉભા હતા. હેન્ડપંમ્પ એટલો હાર્ડ હતો કે બે મહિલા હલાવે ત્યારે માંડ બે ઘડા પાણી મળતું હતું. મહિલાઓ બે ઘડા પાણી માટે સવારથી બપોર સુઘી પાણી મળવાની આશાએ  લાઈન લગાવી ઉભી હતી. પરંતુ કલાકો પછી પણ પાણી નહીં મળતા વીલા મોઢે ઘરે ફરવું પડ્યું હતું. 

મધર્સ ડે: રાજકારણમાં હોવા છતા રિવાબા ‘મા’ બનીને સંતાનને આપે છે વાત્સલ્ય પ્રેમ

સુરત જિલ્લાના માંગરોળના 94 ગામ અને ઉમરપાડાના 70 જેટલા ગામો પેકી મોટાભાગના ગામો દર વર્ષે ઉનાળામાં પીવાના પાણી મુદ્દે મુસીબતમાં મુકાઈ જાય છે કેમકે નદી,નાળા ,તળાવો,હેન્ડપંપ,ટાંકી અને શ્રમ શોભાના ગાંઠિયા સમાન બની જાય છે. રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા વિવિધ યોજના તેમજ વાસ્મો દ્વારા લખો કરોડોના ખર્ચે પીવાના પાણીની ટાંકી,શ્રમ,હેન્ડપંપ મુકવામાં આવે છે. પરંતુ સરકારના ખાઈ ધરાયેલા અધિકારીઓ ગામોની ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યા વગર કરોડો રૂપિયાની યોજના ગામડામાં ઠોકી દેતા હોય છે. 

આ યોજના ગણતરીના દિવસો બાદ શોભાના ગાંઠિયા સમાન બની જાય છે અને પ્રજાની હાલત જેવી હતી તેવી થઇ જાય છે બીજલવાડી ગામ પછી રાણીકુંડ ગામે પણ પીવાના પાણી મુદ્દે મહિલાઓ અકળાઈ ઉઠી અને તેમના વિસ્તારના કેબિનેટ મંત્રી પર ગંભીર આક્ષેપ લગાવી ગણપત વસાવા હાય હાય ના નારા લગાવ્યા ગામના આગેવાનોએ તો એવું કહ્યું કે ભાજપના આગેવાનો ના ખેતરમાં પાણી લઈ જવાય પણ ગામમાં પાણી આપતા નથી.

સોમનાથ દાદાના 69માં સ્થાપના દિવસે ભક્તોએ કરી સમૂહ આરતી, ઉમટ્યું ઘોડાપુર  
 
ઉમરપાડાના બીજલવાડી ,રાણીકુંડ ગામની મુલાકાત લીધા બાદ આગળ વધી રસ્તામાં 500 ની વસ્તી ધરાવતા ખાંભાબગલી ગામે કાચા કાચા રસ્તા અને માથું ફાડી નાખે એવી ગરમી વચ્ચે પાણીની શોધમાં સીમમાં ભટકી ઘર તરફ આવેલા પશુઓને જોઈ અંદાજ આવી જાય કે, આ ગામમાં પીવાના પાણીની ભારે તકલીફ હોવી જોઈએ। ગામની મહિલાઓ પીવાના પાણીને લઇ ઝગડા કરી રહી હતી. એકબીજાને નંબર માટે ધક્કા મારી રહી હતી. પાણી ભરેલા બેડા અને ખાલી બેડાં અથડાવવાનો અવાજ આવી રહ્યા હતા. 

મહિલાઓ પાણી ભરવા રણચંડી બની અંદરો અંદર લડી રહી હતી. ગામમાં હેન્ડપંપ,ટાંકી બધું છે પણ પાણી નથી માંડ એક હેન્ડપંપમાં પાણી આવે ત્યાં આખા ગામની મહિલાઓ પાણી માટે સવારથી સાંજ સુધી યુદ્ધ જેવો માહોલ જોવા મળે છે. ઉમરપાડા તાલુકાના ત્રણ ગામની સમસ્યા નથી પરંતુ મોટાભાગના ગામોની આ હાલત છે. તો કેટલાક ગામોમાં ટેન્કરો દ્વારા પાણી પોહ્ચાડવામાં આવે છે.પરંતુ છેવાડાના ગામડાના લોકો ભગવાન ભરોસે છે કેમ કે, તેમના અંતરિયાળ ગામોમાં કોઈ ગામડાના લોકોની  કેવી હાલત છે.

સરકાર સુધી લાચાર અને બેબસ ગામડાના લોકોનો અવાજ સરકાર સુધી પોહચે છે. પરંતુ છતાં સરકાર આંખ આડા કાન કરે છે. આ વિસ્તારના લોકોએ ખોબેખોબે મત આપી ગણપત વસાવાને એકવાર નહીં ચારચાર વાર ચૂંટી લાવી કેબિનેટ મંત્રી બનાવ્યા છે. પણ હવે નેતા પાસે આ ગામડાના લોકોની સમસ્યા જાણવાનો સમય નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news