Rahul Gandhi Bunglow: સંસદમાંથી ગેરલાયક ઠર્યા બાદ હવે બંગલો પણ જશે, રાહુલ ગાંધીને મળી સરકારી ઘર ખાલી કરવાની નોટિસ
Rahul Gandhi News: માનહાની કેસમાં 2 વર્ષની સજા બાદ લોકસભાના સાંસદ માટે અયોગ્ય ઠેરવવામાં આવેલા રાહુલ ગાંધીને હવે સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળી છે.
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભામાંથી અયોગ્ય જાહેર થયા બાદ હવે લોકસભા આવાસ સમિતિએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સરકાર દ્વારા ફાળવવામાં આવેલો બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈએ આ માહિતી આપી છે.
23 એપ્રિલ સુધી પોતાનો સરકારી બંગલો ખાલી કરવો પડશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હવે પૂર્વ સાંસદ થઈ ગયા છે. અત્યાર સુધી રાહુલ ગાંધી કેરલની વાયનાડ સીટનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતા, પરંતુ લોકસભા સચિવાલયે શુક્રવારે નોટિફિકેશન જાહેર કરી તેમનું સભ્યપદ રદ્દ કરી દીધુ હતું. હાલ રાહુલ ગાંધી 12 તુગલક લેનવાળા સરકારી બંગલામાં રહે છે. નોટિસ અનુસાર રાહુલ ગાંધીએ 23 એપ્રિલ સુધી પોતાનું સરકારી આવાસ ખાલી કરવું પડશે.
Lok Sabha Secretariat gives notice to Congress leader Rahul Gandhi to vacate government bungalow.
The allotment of the govt bungalow will be cancelled with effect from 23.04.2023. pic.twitter.com/eymsQlPC0n
— ANI (@ANI) March 27, 2023
શું છે સમગ્ર મામલો
તમને જણાવી દઈએ કે, ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2019માં 'મોદી' અટકને લઈને કરવામાં આવેલી ટિપ્પણીના સંદર્ભમાં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ બાબતને કારણે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા છીનવી લેવામાં આવી હતી.
જણાવી દઈએ કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને જુલાઈ 2020માં લોધી એસ્ટેટ ખાતેનો તેમનો સત્તાવાર બંગલો ખાલી કરવો પડ્યો હતો કારણ કે સુરક્ષામાં ઘટાડો કર્યા બાદ તેઓ લાયક ન હતા. તે જ સમયે, કોંગ્રેસે કહ્યું છે કે તે રાહુલ ગાંધીની સજા અને અયોગ્યતા સામે રાજકીય અને કાયદાકીય લડાઈ લડશે. ગેરલાયક ઠર્યા પછી, જ્યાં સુધી ઉપલી કોર્ટ તેમની સજા પર સ્ટે ન મૂકે ત્યાં સુધી રાહુલ ગાંધી આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. આ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસે કહ્યું હતું કે આ ભારતીય લોકતંત્ર માટે કાળો દિવસ છે. તેમણે કહ્યું હતું કે આ લડાઈ કાયદાકીય અને રાજકીય બંને રીતે લડવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે