રેલી ગમે તે પક્ષની હોય પરંતુ ચિક્કાર ભીડ તો આ ગામમાંથી જ જાય છે... જાણો શું છે આ મામલો

શું તમે રાજકીય રેલી આયોજિત કરવાના છો. શું તમારા આ માટે ભીડ જોઈએ છે. આ માટે તમારે કયા પ્રકારના પેકેજ જોઈએ છે. પંજાબ-હરિયાણા સરહદે આવેલા ગુલ્હા ચીકા ગામમાં એકમાત્ર ટેક્સી સ્ટેન્ડ પર જનારી કોઈ પણ વ્યક્તિએ સૌથી પહેલા તો આ જ સવાલનો સામનો કરવો પડે છે. કુરુક્ષેત્ર લોકસભા ક્ષેત્રમાં આ ટેક્સી સ્ટેન્ડ પર કેબ ઓપરેટરોન માટે ચૂંટણીનો સમય વધારાના પૈસા કમાવવાનો પણ છે. તેમણે કેબ ચલાવવાનું બંધ કર્યુ છે અને હાલ તો તેની જગ્યાએ રેલીઓ માટે વાહનો અને ભીડ પૂરી પાડીવાનું કામ કરી રહ્યાં છે. જરૂરિયાત મુજબ ગ્રાહક અલગ અલગ પેકેજ લે છે. 
રેલી ગમે તે પક્ષની હોય પરંતુ ચિક્કાર ભીડ તો આ ગામમાંથી જ જાય છે... જાણો શું છે આ મામલો

ગુલ્હા ચીકા: શું તમે રાજકીય રેલી આયોજિત કરવાના છો. શું તમારા આ માટે ભીડ જોઈએ છે. આ માટે તમારે કયા પ્રકારના પેકેજ જોઈએ છે. પંજાબ-હરિયાણા સરહદે આવેલા ગુલ્હા ચીકા ગામમાં એકમાત્ર ટેક્સી સ્ટેન્ડ પર જનારી કોઈ પણ વ્યક્તિએ સૌથી પહેલા તો આ જ સવાલનો સામનો કરવો પડે છે. કુરુક્ષેત્ર લોકસભા ક્ષેત્રમાં આ ટેક્સી સ્ટેન્ડ પર કેબ ઓપરેટરોન માટે ચૂંટણીનો સમય વધારાના પૈસા કમાવવાનો પણ છે. તેમણે કેબ ચલાવવાનું બંધ કર્યુ છે અને હાલ તો તેની જગ્યાએ રેલીઓ માટે વાહનો અને ભીડ પૂરી પાડીવાનું કામ કરી રહ્યાં છે. જરૂરિયાત મુજબ ગ્રાહક અલગ અલગ પેકેજ લે છે. 

સ્થાનિક ટેક્સી ઓપરેટર બિન્ની સિંઘલાએ પીટીઆઈને કહ્યું કે, "જો પંજાબમાં કોઈ રેલી હોય તો તેમને સિખ લોકો જોઈતા હોય છે. હરિયાણામાં રેલી હોય તો જાટ જોઈએ. આથી અમે દરેક પ્રકારની ભીડ ઉપલબ્ધ કરાવીએ છીએ. અમારી પાસે અમારી પોતાની પણ કાર હોય છે અને રેલીઓ માટે મોટી સંખ્યામાં ગાડીઓની જરૂર હોય છે આથી અમે કમિશન પર બીજી ગાડીઓ પણ લઈએ છીએ."  સિંઘલાના જણાવ્યાં મુજબ પંજાબ અને હરિયાણામાં રેલી માટે સામાન્ય રીતે 15-500 કિટ્સની માગણી હોય છે. તેમણે કહ્યું કે અમે રાજસ્થાનમાં પણ બે રેલીઓ માટે પેકેજ મોકલ્યા છે. પરંતુ બીજા રાજ્યોમાં અમારો વ્યવસાય એટલો જામ્યો નથી કારણ કે ત્યાં લઈ જવા માટે વ્યવસ્થા કરવી પડે છે. 

પાંચ સીટોવાળી એક કાર 2500 રૂપિયામાં, સવારીઓ સાથે તેની કિંમત 4500 રૂપિયા પડે છે. અલગ અલગ ભીડની જરૂર હોય તો આ રકમ 6000 સુધી પહોંચે છે. કારોબાર અંગે અન્ય એક ટેક્સી ઓપરેટર 47 વર્ષના રાકેશ કપૂરે કહ્યું કે, "અમે રેલીઓમાં આવનારા લોકોને 300-300 રૂપિયા આપીએ છીએ. રેલી જો સાંજે હોય તો લોકોને લઈ જનારી પાર્ટી તેમના ખાવા પીવા અને દારૂની વ્યવસ્થા કરે છે. જો તેઓ વ્યવસ્થા ન કરી શકે તો અમે તેમના વધારાના રૂપિયાની વ્યવસ્થા કરીએ છીએ."

તેમણે કહ્યું કે રાજકીય પક્ષો સીધી રીતે ક્યારેય તેમનો સંપર્ક કરતા નથી પરંતુ કાર્યકર્તાઓ તેમની પાસે આવે છે. એમ પૂછવા પર કે ભીડમાં કયા પ્રકારના લોકો હોય છે તો તેમણે જવાબ આપ્યો કે ખેતરો, દુકાનોમાં કામ કરનારા લોકો હોય છે. કોલેજમાં જતા યુવકો, ઘૂંઘટવાળી મહિલાઓ પણ હોય છે. એક અન્ય ટેક્સી ઓપરેટર મનજિંદર સિંહે કહ્યું કે, "2014ની લોકસભા ચૂંટણી અગાઉ આ પ્રકારના કારોબારે ગતિ  પકડી હતી. તેમણે કહ્યું કે એક દાયકા અગાઉ પાર્ટીઓ વિસ્તારમાં પોલીસકર્મીઓને બોલાવતી હતી જે ટેક્સી ઓપરેટરોને પોતાની કારો મોકલવાનું કહેતા હતાં. જો તેઓ આમ ન કરે તો તેમના ઉપર દંડ લાગતો હતો અથવા તો બીજી રીતે તેમને પરેશાન કરાતા હતાં. "

જુઓ LIVE TV

સિંહે કહ્યું કે, "તે સમયે ભીડ ભેગી કરવાનું સરળ હતું પરંતુ હવે ચીજો બદલાઈ ગઈ છે. રેલીઓમાં આવનારા લોકો પૂછે છે કે કારમાં એસી તો છે ને, ખાવાનું મળશે. હવે લોકો એટલી સરળતાથી માનતા નથી. જો તેઓ એક દિવસ વીતાવે તો બદલામાં કઈંક ઈચ્છે છે." સિંઘલા કપૂર અને સિંહે કહ્યું કે રેલીઓમાં મોકલવામાં આવતા લોકોને તેઓ કોઈ પણ પાર્ટીના પક્ષમાં પ્રભાવિત કરવાની કોશિશ કરતા નથી. 

કપૂરે કહ્યું કે, "તેઓ કોને મત આપવા માંગે છે તે તેમના ઉપર આધાર રાખે છે. અમારી ભૂમિકા તેમને રેલીઓમાં લઈ જવા પૂરતી સિમિત છે. અમે તેમને કોઈ પાર્ટીના પક્ષમાં મતદાન માટે કહેતા નથી. કે તેઓ અમારું સાંભળતા પણ નથી. એક જ વ્યક્તિ અલગ અલગ પક્ષોની રેલીઓમાં જાય છે, કોઈને મત આપવાનું અમે કેવી રીતે કહી શકીએ." હરિયાણામાં લોકસભાની 10 બેઠકોછે જ્યાં 12મી મેના રોજ મતદાન થવાનું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news