શાહના ડિનર અને વિપક્ષની બેઠકથી દૂર રહ્યાં આ 2 નેતા, જાણો શું ચાલે છે તેમના મનમાં
એક્ઝિટ પોલ (EXIT POLL) બાદ દિલ્હીના રાજકીય ગલિયારોમાં હલચલ વધી ગઇ છે. એનડીએએ ડિનર ડિપ્લોમેસીનું આયોજન કર્યું તો વિપક્ષી દળે એક સાથે રહેવાનો દાવો કરવા માટે બેઠક બોલાવી છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના બે મોટા નેતા દિલ્હીથી દૂર રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: એક્ઝિટ પોલ (EXIT POLL) બાદ દિલ્હીના રાજકીય ગલિયારોમાં હલચલ વધી ગઇ છે. એનડીએએ ડિનર ડિપ્લોમેસીનું આયોજન કર્યું તો વિપક્ષી દળે એક સાથે રહેવાનો દાવો કરવા માટે બેઠક બોલાવી છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના બે મોટા નેતા દિલ્હીથી દૂર રહ્યાં છે. પીએમ મોદી અને અમિત શાહ તરફથી આયોજીત ડિનરમાં ઉદ્ધવ ઠાકરે અને વિપક્ષની બેઠમાં એનસીપી પ્રમુખ શરદ પવાર હાજર રહ્યા નહીં. તેનાથી અલગ અલગ ચર્ચાઓ પેદા થઇ છે.
વિપક્ષની બેઠકમાંથી મોટાભાગના વરિષ્ઠ નેતાઓ ગેરહાજર
એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતના આંકડા દેખ્યા બાદ વિપક્ષી દળમાં ઉત્સાહ ઠંડો પડ્યો છે. મંગળવાર બપોરમાં કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં વિપક્ષે બેઠક બોલાવી છે. આ બેઠકમાં શરદ પવાર, માયાવતી, મમતા બેનર્જી, એચડી કુમારસ્વામી ગેરહાજર રહ્યાં હતા. પહેલા તો શરદ પવારે ગ્રીન સિગ્નલ આપ્યું હતું પર અચાનક બેઠકમાં ન જવાનો નિર્ણય કર્યો. ચંદ્રબાબૂ નાયડૂ, સાસારામ યેચુરી અને ગુલામ નબી આઝાદ બેઠકમાં સામેલ થવાના છે.
અમિત શાહની પુરણપોળી ચાખવા ન ગયા ઉદ્ધવ
બીજી તરફ મોદી-શાહએ એનડીએના દળોના નેતાઓને ડિનર પર બોલાવ્યા છે. ડિનરમાં ઉદ્ધવ ઠાકરેને ધ્યાનમાં રાખી ખાસ કરીને મહારાષ્ટ્રની ડીશ પુરણપોળી બનાવવામાં આવી છે. પરંતુ શિવસેના પ્રમુખે આવવા પર ના પાડી છે. શિવસેનાની તરફથી શિવસેનાના મહારાષ્ટ્રના મંત્રી સુભાષ દેશાઇ શાહની ડિનર પાર્ટીમાં સામેલ થશે.
સવાલ હવે એ થાય છે કે, જ્યારે શિવસેનાને લોકસભા સદનના નેતા આનંદરાજ આડસૂલ, ચંદ્રકાંત ખેર, મંત્રી અનંત ગીતે, સંજય રાઉત, અનિલ દેસાઇ જેવા મોટા નેતાઓ હોવા છતાં સુભાષ દેસાઇને ડિનર માટે કેમ મોકલ્યા? ભાજપની બેઠક ઓછી થશે તો એવામાં એનડીએની જરૂરીયાત પડશે. એટલા માટે શિવસેના કેન્દ્રમાં કેબિનેટ મંત્રી માટે અત્યારથી દબાણ બનાવવામાં લાગી છે. તેની કેટલી અસર થશે તે જોવાનું રહ્યું.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે