વિશ્વ કપ બાદ પોતાનું પદ છોડી દેશે અફગાનિસ્તાનના કોચ ફિલ સિમન્સ

સિમન્સે કહ્યું, મેં 18 મહિના માટે જ કામ સંભાળ્યું હતું અને આ દરમિયાન ઘણું બધું થયું છે.' હવે બીજુ કંઇક કરવાનો સમય છે. એસીબીનું લક્ષ્ય વિશ્વ કપમાં જગ્યા બનાવવાનું હતું જેના માટે મારી નિમણૂક કરવામાં આવી હતી. 
 

વિશ્વ કપ બાદ પોતાનું પદ છોડી દેશે અફગાનિસ્તાનના કોચ ફિલ સિમન્સ

લંડનઃ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર ફિલ સિમન્સ આઈસીસી વિશ્વ કપ (ICC WOrld Cup 2019) બાદ અફગાનિસ્તાન ક્રિકેટ ટીમના કોચનો પદભાર છોડી દેશે. ડિસેમ્બર 2017માં પદ સંભાળ્યા બાદ સિમન્સે કહ્યું કે, અફગાનિસ્તાનને વિશ્વ કપમાં લઈ જવાનું લક્ષ્ય તેમણે પૂરુ કરી દીધું અને હવે જવાનો સમય આવી ગયો છે. 

તેમણે ઈએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું, 'મેં આ વિશે વિચાર્યું છે.' મેં એસીબીને નોટિસ આપી દીધી છે અને મારા કરારનું નવીનીકરણ કરીશ નહીં. હું 15 જુલાઈએ કરાર પૂરો થયા બાદ કંઇક બીજુ કરીશ. 

તેમણે કહ્યું, 'મેં 18 મહિના માટે જ કામ સંભાળ્યું હતું અને આ દરમિયાન ઘણું બધું થયું છે.' હવે બીજુ કંઇક કરવાનો સમય છે. એસીબીનું લક્ષ્ય વિશ્વ કપમાં જગ્યા બનાવવાનું હતું જેના માટે મારી નિમણૂક કરવામાં આવી હતી. ગત મહિને એસીબીએ વિવાદીત રીતે ગુલબદન નાયબને અસરગ અફગાનની જગ્યાએ વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સીનિયર ખેલાડી નબી અને સ્પિનર રાશિદ ખાને પણ તેની આલોચના કરી હતી. 

સિમન્સે કહ્યું કે, તેણે આ વિશે કોઈ જાણકારી નથી અને નિર્ણય લેતા પહેલા તેમની સલાહ લેવામાં આવી નથી. સિમન્સે ટીમમાં આગેવાનીના વિવાદ પર કહ્યું, 'મારી સાથે ન તો એસીબી અને ન તો રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ટીમની આગેવાનીને લઈને વાતચીત કરી હતી.' મને આ નિર્ણયની જાણકારી ન હતી અને ન મને કેપ્ટન પદે ફેરફાર કરવા કોઈ કારણ જણાવવામાં આવ્યું. આ નિર્ણય એસીબી અને પસંદગીકારોનો હતો. 

તેમણે કહ્યું, હું સુકાની પદે ફેરફાર ન કરી શકું. મારૂ કામ માત્ર તે નક્કી કરવાનું હતું કે ટીમ તે રીતે તૈયારી કરે જેમ હું ઈચ્છું છું પછી કેપ્ટન ગમે તે હોય. ઉલ્લેખનીય છે કે, અફગાનિસ્તાન પ્રથમ વખત વિશ્વકપ 2015માં રમ્યું હતું અને આ વખતે ટીમ ફરી તૈયાર છે. રાશિદ ખાન, નબી જેવા અનુભવી ખેલાડી ટીમ પાસે છે. ટીમ પોતાના વિશ્વકપના અભિયાનનો પ્રારંભ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1 જૂને કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news