મહાગઠબંધનના ઉમેદવારે PM મોદી વિશે આપ્યું મોટું નિવેદન, ગણાવ્યાં સ્પષ્ટવાદી વ્યક્તિ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાન આવામ મોર્ચા (HAM)ના રાષ્ટ્રીય સંયોજક જીતન રામ માંઝીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.

મહાગઠબંધનના ઉમેદવારે PM મોદી વિશે આપ્યું મોટું નિવેદન, ગણાવ્યાં સ્પષ્ટવાદી વ્યક્તિ

પટણા: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાન આવામ મોર્ચા (HAM)ના રાષ્ટ્રીય સંયોજક જીતન રામ માંઝીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે 2014ની લોકસભા ચૂંટણીમાં હું તેમની સાથે હતો. તેમની પ્રશંસા પણ કરી હતી. વ્યક્તિગત રીતે આજે પણ હું સમજુ છું કે તેઓ ખોટી વ્યક્તિ નથી. પરંતુ જે સંસ્થાથી પ્રભાવિત થાય છે તે ખોટી છે. માંઝીનો ઈશારો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તરફ હતો. 

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને એક સમયે જે રીતે પ્રશંસા કરતા હતાં બરાબર તે જ રીતે તેમણે પીએમ મોદીના વખાણ કર્યા છે. વાજપેયી અંગે વિપક્ષના લોકો કહેતા હતાં કે વાજપેયી તો સારા છે પરંતુ તેમની પાર્ટી ખોટી છે. આ જ રીતે માંઝીએ પણ કહ્યું કે મોદી ખોટા નથી, પરંતુ તેમની પાસે ખોટા કામો કરાવવામાં આવે છે. 

ઝી મીડિયા સાથે ખાસ વાતચીતમાં માંઝીએ કહ્યું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટવાદી છે અને પછાત સમાજમાંથી આવે છે. આથી તેઓ ખોટી વ્યક્તિ નથી. પરંતુ લોકો તેમની પાસે ખોટા-ખોટા કામ કરાવે છે.'

આ દરમિયાન તેમણે પહેલા તબક્કાના મતદાનની તારીખ ઉપર પણ સવાલ ઉઠાવ્યાં. માંઝીએ કહ્યું કે ભારત સરકારના કહેવા પર ચૂંટણી પંચે ગરીબો સાથે મજાક કરી છે. ચૈત્રી છઠનો પર્વ છે. વ્રત પણ છે આમ છતાં લોકો મતદાન કરી રહ્યાં છે. આ સાથે જ તેમણે કહ્યું કે 50થી વધુ ઈવીએમ ખરાબ છે. જેને ઠીક કરાવવામાં ઘણો સમય લાગ્યો. આમ છતાં જનતા તેમને જડબાતોડ જવાબ આપી રહી છે. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે જીતનરામ માંઝી પોતે ગયા લોકસભા બેઠક પરથી મહાગઠબંધનના ઉમેદવાર છે. તેમનો સીધો જંગ જેડીયુના વિજયકુમાર માંઝી સામે છે. પીએમ મોદીએ હાલમાં જ ગયામાં એક રેલી પણ સંબોધી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news