VIDEO: આ પક્ષના ઉમેદવારનો ગુસ્સો સાતમા આસમાને, પોલિંગ બૂથ પર EVM જ તોડી નાખ્યું

મતદાન દરમિયાન જન સેના પાર્ટીના એક ઉમેદવારને મતદાન કેન્દ્ર ઉપર એટલો ગુસ્સો આવી ગયો કે તેમણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ને ઉઠાવીને જમીન પર ફેંક્યું અને તેને ક્ષતિગ્રસ્ત કરી નાખ્યું. ત્યારબાદ પોલીસે તેમને ઈવીએમને નુકસાન પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરી લીધા. 

VIDEO: આ પક્ષના ઉમેદવારનો ગુસ્સો સાતમા આસમાને, પોલિંગ બૂથ પર EVM જ તોડી નાખ્યું

અમરાવતી: લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25 લોકસભા બેઠકો ઉપરાંત 175 સભ્યોવાળી વિધાનસભા માટે પણ મતદાન થઈ રહ્યું છે. મતદાન દરમિયાન જન સેના પાર્ટીના એક ઉમેદવારને મતદાન કેન્દ્ર ઉપર એટલો ગુસ્સો આવી ગયો કે તેમણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ને ઉઠાવીને જમીન પર ફેંક્યું અને તેને ક્ષતિગ્રસ્ત કરી નાખ્યું. ત્યારબાદ પોલીસે તેમને ઈવીએમને નુકસાન પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરી લીધા. 

પોલીસે કહ્યું કે મધુસુદન ગુપ્તાએ અનંતપુર જિલ્લાના ગુંતકલ વિધાનસભા ક્ષેત્રના એક મતદાન કેન્દ્ર પર ઈવીએમને જમીન પર ફેંકી દીધુ, ગુટ્ટીમાં મતદાન કેન્દ્ર પર મતદાન કરવા આવેલા ગુપ્તા મશીન પર વિધાનસભા અને સંસદીય ક્ષેત્રોના નામ બરાબર ન દેખાવવાના કારણે મતદાન કર્મચારીઓથી નારાજ હતાં. 

— ANI (@ANI) April 11, 2019

ગુપ્તાએ મશીનને નુકસાન પહોંચાડતા પહેલા કહ્યું કે આ પૂરેપૂરું બોગસ છે અને ખોટું છે. આવો અન્યાય કરાવીને ચૂંટણી કરાવવામાં આવશે? તેમણે ઈવીએમ ઉઠાવીને જમીન પર ફેંકી દીધું. આ ઘટનામાં મશીનને નુકસાન પહોંચ્યું. ઘટના બાદ ગુપ્તાની તરત ધરપકડ કરી લેવામાં આવી હતી. 

જુઓ LIVE TV

ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશના ભાગલા બાદ રાજ્યમાં ગુરુવારે પહેલીવાર લોકસભાની 25 તથા વિધાનસભાની 175 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં કુલ 3.93,45,717 મતદારો છે. જેમાંથી 1,94,62,339 પુરુષો અને 1,98,79,421 મહિલાઓ તથા 3,957 ટ્રાન્ઝેન્ડર્સ  સામેલ છે. તેમાં 18-19 વર્ષના 10.5 લાખ મતદારો પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news