દુનિયાના સૌથી ઉંચા મતદાન કેન્દ્ર પર લોકોમાં જોવા મળ્યો મતદાનનો ઉત્સાહ, થયું 143 ટકા વોટિંગ!
હિમાચલ પ્રદેશમાં દુનિયાનું સૌથી ઊંચુ મતદાન કેન્દ્ર તાશિગાંગ ગામમાં રવિવારે 142.85 ટકા મતદાન નોંધાયું છે અને બધા મત માન્ય જાહેર કરવામાં આવ્યા હતા. દેશની આ સૌથી મોટું લોકશાહી શિસ્તની વધુ એક વિશેષ વાત સામે આવી છે
Trending Photos
શિમલા: આ સાંભળીને વિશ્વાસ નહીં થાય પરંતુ સત્ય છે. હિમાચલ પ્રદેશમાં દુનિયાનું સૌથી ઊંચુ મતદાન કેન્દ્ર તાશિગાંગ ગામમાં રવિવારે 142.85 ટકા મતદાન નોંધાયું છે અને બધા મત માન્ય જાહેર કરવામાં આવ્યા હતા. દેશની આ સૌથી મોટું લોકશાહી શિસ્તની વધુ એક વિશેષ વાત સામે આવી છે. જ્યાં સ્પીતિ વેલીના તાશિગાંગમાં જ સૌથી નાના મતદાન કેન્દ્ર ‘કાઝા’માં મતદાન સરેરાશ 81.25 ટકાથી વધારે નોંધાયું છે. ‘કાઝા’માં કુલ 13 મતદાતાઓએએ મતદાન કર્યું છે.
કાઝાના એસડીએમ જીવન નેગીએ કહ્યું કે, તાશિગાંગની મતદાર યાદીમાં માત્ર 49 નોંધાયેલા મતદારો છે અને કુલ 70 મતદાતાઓએ ગામના મતદાન કેન્દ્ર પર મત આપ્યો છે. મતદાન સરેરાશમાં આ અવિશ્વસનીય વધારો માત્ર તાશિગાંગ અને આસપાસના અન્ય મતદાન કેન્દ્રો પર તૈનાત કરવામાં આવેલા ચૂંટણી અધિકારીઓની 15,256 ફૂટ ઉંચાઇ પર સ્થિત દુનિયાના સૌથી ઉંચા મતદાન કેન્દ્ર પર મતદાન કરવાની ઇચ્છા રહી.
તાશિગાંગ ગામમાં કુલ 49 નોંધાયેલા મતદારોમાંથી કુલ 36 ગ્રામીણોએ મતદાન કર્યું. તેમાં 21 પુરૂષ અને 15 મહિલાઓ છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી અધિકારીઓએ સંબંધિત સહાયક રીટર્નિંગ અધિકારીઓ દ્વારા ઇશ્યૂ કરાયેલા ચૂંટણી ફરજ પ્રમાણપત્ર (ઇડીસી) ને બતાવ્યા પછી તાશિગાંગ વોટિંગ કેન્દ્ર પર મતદાન કર્યું હતું.
તાશિગાંગ હિમાચલ પ્રદેશમાં એક પ્રાચીન બૌદ્ધ મઠની પાસે સ્થિત ગામ છે. આ ભારત-તિબ્બત બોર્ડરની પાસે સ્પીતિ વેલીમાં સૌથી ઉંચુ ગામ છે. અહીં મતદાન સવાર સાત વાગે શરૂ થઇ ગયું જ્યારે તાપમાન નીચું હતું. મતદાતાઓ કડકડતી ઠંડીમાં તેમના પરંપરાગત પહેરવેશમાં મતદાન કેન્દ્ર પર આવ્યા હતા.
વધુમાં વાંચો:- ExitPoll 2019: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શું છે કોંગ્રેસની સ્થિતી જાણો....
તાશિગાંગ અને ‘કાઝા’ બંને મતદાન કેન્દ્રો મંડી સંસદીય વિસ્તારમાં આવે છે. જ્યાં રાજ્યની ચાર લોકસભા બેઠકમાં સૌથી વધારે 17 ઉમેદવા ઉભા છે. મંડીમાં સીધો મુકાબલો ભાજપ અને હાલના સાંસદ રામ સ્વરૂપ શર્મા અને કોંગ્રેસ ઉમેદવાર આશ્રય શર્માની વચ્ચે છે. આશ્રય પૂર્વ કેન્દ્રીય મંત્રી સુખરામના પૌત્ર છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે