ઇરાદાઓની કસોટી હજુ બાકી છે...એનડીએની જીત છતાં, ભાજપ સામે પડકારોનો પહાડ


Lok Sabha Election Results 2024: ચૂંટણીના ટ્રેન્ડ અને પરિણામને જોતા તે લાગી રહ્યું છે કે ભાજપ સહયોગી દળની સાથે સરકાર બનાવી લે તો પણ તેની સામે પડકારોનો સામનો હશે. 
 

ઇરાદાઓની કસોટી હજુ બાકી છે...એનડીએની જીત છતાં, ભાજપ સામે પડકારોનો પહાડ

Lok Sabha Election Results 2024: અભી તો અસલી મંજિલ પાના બાકી હૈ, અભી તો ઈરાદોં કા ઇમ્તિહાન બાકી હૈ.... ભાજપની સાથે કંઈક આવી કહાની જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી રહ્યાં છે, અત્યાર સુધીના ટ્રેન્ડમાં વિપક્ષી દળોનું ગઠબંધન એનડીએને ટક્કર આપી રહ્યું છે. આંકડા પણ બદલી રહ્યાં છે. પરંતુ એનડીએ સરકાર બનાવી લેશે તેમ લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી પણ બહુમતથી દૂર રહી છે. એટલે કે ભાજપે 400 પારનો નારો આપ્યો હતો છતાં પાર્ટી એકલા હાથે બહુમત મેળવી શકશે નહીં. તેવામાં પીએમ મોદીની સામે ઘણા પડકાર હશે. 

ભાજપને કેટલું મોટું નુકસાન?
સૌથી પહેલા ભાજપના નુકસાનની વાત કરી લઈએ. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ 250નો આંકડો પાર કરી રહ્યું નથી. જો આ ટ્રેન્ડ યથાવત રહ્યાં તો આ વખતે ભાજપને આશરે 60 સીટનું નુકસાન થઈ રહ્યું છે. સૌથી મોટી વાત છે કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન છતાં યુપીમાં એનડીએને મોટો ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનને 40થી વધુ સીટો મળી શકે છે.

ગઠબંધન બચાવવું પહેલો પડકાર
જે પણ પરિણામ અને ટ્રેન્ડ સામે આવ્યા છે, તેનાથી સ્પષ્ટ છે કે ભાજપે સરકાર બનાવવા માટે પોતાના સહયોગીને સાથે લઈ ચાલવું પડશે. પરંતુ રાજનીતિનો ઈતિહાસ જણાવે છે કે ગઠબંધનના સાથી સાથ છોડી દેવામાં પણ ખચકાતા નથી. ભાજપની સામે સૌથી મોટો પડકાર એનડીએ બચાવવાનો હતો. જેમ થોડા વર્ષ પહેલા કોંગ્રેસની સાથે થયું હતું. પરંતુ ભાજપની સ્થિતિ અત્યારે કોંગ્રેસ જેટલી ખરાબ નથી.

નીતીશ કુમાર બની શકે છે કિંગ મેકર
ભાજપના મોટા સહયોગી દળની વાત કરીએ તો તેમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની જેડીયુ પણ સામેલ છે, જે રાજ્યની 40 સીટોમાંથી 15 પર આગળ છે, જ્યારે ભાજપને 12 સીટ મળી રહી છે. ભાજપે 17 સીટ પર તો નીતીશ કુમારે 16 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા. હવે નીતીશ કુમાર પર બધાની નજર છે, જો તે ફરી તે ગઠબંધન છોડે તો કિંગ મેકર સાબિત થઈ શકે છે.

નીતીશ સિવાય તેલુગુ દેશમ પાર્ટીએ પણ આંધ્ર પ્રદેશમાં મોટો અપસેટ કર્યો છે. ટીડીપી આંધ્રમાં 16 સીટ પર આગળ ચાલી રહી છે. તેવામાં વિપક્ષી દળોએ નાયડૂનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધુ છે. બધાની નજર ટીડીપી અને જેડીયુ પર ટકેલી છે. આ રીતે એનડીએનો પ્રયાસ અન્ય દળોને તોડવાનો પણ હશે. 

વર્ષ 2014ના પરિણામની વાત કરીએ તો ભાજપને 282 સીટ મળી હતી. એટલે કે ભાજપે પોતાના દમ પર બહુમતી મેળવી હતી. આ રીતે ગઠબંધનના સાથીઓનો દબાવ ઓછો હતો. પરંતુ હવે ગઠબંધનના સાથીઓનો સરકારમાં દબાવ રહી શકે છે. 2019માં પણ ભાજપે 303 સીટ જીતી હતી. 2024માં ભાજપે 400 પારનો નારો આપ્યો હતો પરંતુ હવે પાર્ટી પોતાના દમ પર બહુમત હાસિલ કરી શકશે નહીં. તેવામાં જો કોઈ સાથી સાથ છોડે તો ભાજપની ખુરશી ખતરામાં આવી જશે.

ભાજપના એજન્ડા પર બ્રેક
ત્રીજો સૌથી મોટો પડકાર ભાજપ માટે તેના એજન્ડા પર કામ કરવાનો હશે. 2014 બાદથી ભાજપે તમામ એજન્ડા પર કામ કર્યું અને તેને પૂરા કર્યાં. હવે પાર્ટીના એજન્ડામાં યુનિફોર્મ સિવિલ કોડ, એક રાષ્ટ્ર એક ચૂંટણી અને જનસંખ્યા નિયંત્રણ કાયદા જેવા મુદ્દા હતા. હવે તેમ લાગી રહ્યું છે કે ભાજપને બહુમત મળી રહ્યો નથી તેવામાં આ મુદ્દા ઠંડા પડી શકે છે. હવે દરેક મુદ્દા પર ભાજપે ગઠબંધનના સાથીને સાથે લઈ ચાલવું પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news