હારની બીકે બધાએ લડવાની પાડી ના, મજબૂત મહિલાએ ટિકિટ માંગીને અપાવી જીત! બનાહ કોંઠાએ ભર્યું 'ગેનીબેની'નું મોંમેરું

Banaskantha Lok Sabha Seat: ગુજરાતમાં ક્લિન સ્વીપની હેટ્રિકનું ભાજપનું સપનું રોળાયું, આખા 'બનાહ કોંઠા'એ ભર્યું એમની ગેની 'બેની'નું મામેરું!

હારની બીકે બધાએ લડવાની પાડી ના, મજબૂત મહિલાએ ટિકિટ માંગીને અપાવી જીત! બનાહ કોંઠાએ ભર્યું 'ગેનીબેની'નું મોંમેરું

Banaskantha Lok Sabha Seat: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જોકે, અંતે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા હતા. 22,700 મતથી બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની શાનદાર જીત થઈ છે. ગુજરાતની બહુચર્ચિત બેઠક બનાસકાંઠા પર કોંગ્રેસની જીત થઈ છે. બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરીને ગુજરાતમાં ભાજપના વિજયરથ પર રોક લગાવી દીધી છે. 

ઉલ્લેખનીયછેકે, ચૂંટણીના પ્રારંભથી જ બનાસકાંઠા બેઠક ચર્ચામાં હતી. એક તરફ ગુજરાતમાં ભાજપની એક તરફ જીત જેવું ચિત્ર શરૂઆતમાં ઉભું થયું હતું. જેને પગલે ઘણાં કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં આ વખતે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં ઘણાં કોંગ્રેસના નેતાઓએ તો પાર્ટીએ આપેલી ટિકિટ સામેથી પાછી આપી દીધી હતી. એનું કારણ હતું હારનો ડર. પણ કહેવાય છેકે, ડર કે આગે જીત હૈ...કંઈક આ વિધાનને અનુરૂપ ગેનીબેન ઠાકોરે પોતાનો પર્ચો બતાવ્યો. ગેનીબેન એક એવા નેતા રહ્યાં જેમણે હારની પરવાહ કર્યા વિના પક્ષને સામેથી કહ્યું હતુંકે, મને કોઈનો ડર નથી, મને હારવાની ફિકર નથી મને ટિકિટ આપો હું જીતીને બતાવીશ. આખરે ગેનીબેને જીત હાંસલ કરી બતાવી. ગેનીબેને પોતાના ચૂંટણી ભાષણ દરમિયાન અશ્રુભીની આંખો સાથે મતદારો પાસે મત માંગ્યા હતાં. ગેનીબેને કહ્યું હતુકે, હું બનાસની બેટી છું. બનાસકાંઠાની જનતા મારી માઈબાપ છે. ત્યારે બનાસકાંઠાની જનતાએ મતોથી પોતાની ગેનીબેનીનું મામેર્યું ભર્યું છે.

ઉલ્લેખનીય છેકે, લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા લોકસભા બેઠક રાજ્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રહી હતી, આ બેઠક પર મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. આ બેઠક પર બંને મુખ્યપક્ષો દ્વારા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા હતા જ્યારે ભાજપે શિક્ષણ સાથે સંકળાયેલા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. ગુજરાતની આ એકમાત્ર બેઠક છે જ્યાં મહિલાઓ વચ્ચે લડાઈ હતી.

 

— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) June 4, 2024

કોણ છે ગેનીબેન?
ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા છે. 2017માં તેઓ વાવમાંથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ગેનીબેન 2012માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ વાવ મતવિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 6655 મતોના માર્જિનથી જીત્યા. ગેનીબેન 2022 માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. 2019 માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોન પ્રતિબંધ મૂકવાના સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો. ત્યારે તે લાઇમલાઇટમાં આવ્યા હતા.

આ બેઠકની વિશેષતા-
બનાસકાંઠાનું નામ બનાસનદીના નામ ઉપરથી પડ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં બીજા ક્રમે આ જિલ્લો આવે છે. વળી સૌથી વધુ 14 તાલુકા પણ બનાસકાંઠાના છે. બનાસકાંઠામાં 70 ટકા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીં એશિયાની સૌથી મોટી બનાસડેરી આવેલી છે.

બનાસકાંઠામાં ક્યારે કોણ જીત્યુંઃ
1951: અકબરભાઇ ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1957: અકબરભાઇ ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1962: ઝોહરાબેન ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1967: મનુભાઇ અમરસી, સ્વતંત્ર પક્ષ
1969: એસ. કે. પાટીલ (ઉપ-ચૂંટણી)
1971: પોપટલાલ જોષી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1977: મોતીભાઇ ચૌધરી, જનતા પક્ષ
1980: બી. કે. ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1984: બી. કે. ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1989: જયંતિલાલ શાહ, જનતા દળ
1991: હરિસિંહ ચાવડા, ભારતીય જનતા પાર્ટી
1996: બી. કે. ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1998: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
1999: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
2004: હરિસિંહ ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
2009: મુકેશ ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
2013: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી (ઉપ-ચૂંટણી)
2014: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
2019: પરબતભાઇ પટેલ, ભારતીય જનતા પાર્ટી
અગાઉ આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી

ભાજપે 6 વખત જીત મેળવી-
રાજસ્થાનને અડીને આવેલા સરહદી જિલ્લા બનાસકાંઠામાં 1951થી લઈને 2019 સુધીના સમયગાળામાં 19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસે 10 વખત અને ભાજપે 6 વખત જીત મેળવી તો 1 વખત જનતાદળના ઉમેદવાર ચૂંટાયા, તો બે વખત  અન્ય લોકોના ફાળે આ સીટ ગઈ છે

7 વિધાનસભા મતવિસ્તાર-
હાલમાં, બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં વાવ, દાંતા, થરાદ, ધાનેરા, પાલનપુર, દિયોદર અને ડિસા સહિતની વિધાનસભા બેઠકો અને તેના મતવિસ્તારનો સમાવેશ થાય છે.

સરહદી જિલ્લા બનાસકાંઠામાં 1951થી લઈને 2019 સુધીમાં કુલ 19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ છે. 2013ની પેટાચૂંટણીમાં ભાજપે બનાસકાંઠા બેઠક પર ચોથી વખત જીત મેળવી હતી. ત્યારથી આ સીટ ભાજપના કબજામાં છે. આ બેઠક પર ભાજપે છ વખત જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે 10 વખત જીત મેળવી છે. આ સીટ સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટી અને પછી જનતા દળ એકએક વાર જીતી ચુક્યુ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ 3,68,296 વોટથી જીતી હતી. ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે કોંગ્રેસને હરાવ્યા હતા, આ વખતે ભાજપે ફેરફાર કરીને રેખા ચૌધરીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news