Lok Sabha Election Result 2019: દેશનાં ટોપ 5 ઉમેદવારો જેઓ 6 લાખથી વધારે લીડથી જીત્યા

લોકસભા ચૂંટણી 2019નાં પરિણામ જાહેર થઇ ચુક્યા છે. આ ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 303 સીટો પર જીત પ્રાપ્ત કરીને સત્તાની ચાવી પર કબ્જો જમાવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપનાં છ ઉમેદવાર એવા છે જેમણે 6 લાખ કરતા વધારે મતનાં અંતરથી ચૂંટણી જીતી છે. દેશમાં સૌથી વદારે અંતરથી હાર જીત નિશ્ચિય કરનારી સીટ ગુજરાતની નવસારી રહી છે. આ સીટથી ભાજપનાં સીઆર પાટીલે 6,89,668 મતના અંતરથી ચૂંટણી જીતી હતી. નવસારી ઉપરાંત હરિયાણાની ફરિદાબાદા, કરનાલ અને રાજસ્થાનની ભીલવાડા સીટ પર જીત અને હાર વચ્ચેનું અંતર 6 લાખથી વધારે મતનું રહ્યું હતું. આ તમામ ઉમેદવારો ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા. 
Lok Sabha Election Result 2019: દેશનાં ટોપ 5 ઉમેદવારો જેઓ 6 લાખથી વધારે લીડથી જીત્યા

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019નાં પરિણામ જાહેર થઇ ચુક્યા છે. આ ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 303 સીટો પર જીત પ્રાપ્ત કરીને સત્તાની ચાવી પર કબ્જો જમાવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપનાં છ ઉમેદવાર એવા છે જેમણે 6 લાખ કરતા વધારે મતનાં અંતરથી ચૂંટણી જીતી છે. દેશમાં સૌથી વદારે અંતરથી હાર જીત નિશ્ચિય કરનારી સીટ ગુજરાતની નવસારી રહી છે. આ સીટથી ભાજપનાં સીઆર પાટીલે 6,89,668 મતના અંતરથી ચૂંટણી જીતી હતી. નવસારી ઉપરાંત હરિયાણાની ફરિદાબાદા, કરનાલ અને રાજસ્થાનની ભીલવાડા સીટ પર જીત અને હાર વચ્ચેનું અંતર 6 લાખથી વધારે મતનું રહ્યું હતું. આ તમામ ઉમેદવારો ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા. 

ભાજપના સીઆર પાટિલ સૌથી મોટી લીડથી જીત્યા નવસારી સીટ
ગુજરાતના નવસારી સંસદીય સીટથી લોકસભા ચૂંટણી 2019માં કુલ 25 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવવા માટે ચૂંટણી મેદાનમાં હતા. અહીં ચૂંટણીમાં ભાજપનાં સીઆર પાટીલ અને કોંગ્રેસનાં ઉમેદવાર ધર્મેશ પટેલ વચ્ચે ટક્કર હતી. લોકસભા ચૂંટણી 2019માં  ભાજપનાં સીઆર પાટીલનાં ઝોલીમાં 9,72,739 મત એટલે કે કુલ મતદાતાઓનાં 74.37 મત આવ્યા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ધર્મેશ પટેલનાં ખાતામાં 2,83,071 મત આવ્યા. જે કુલ મતદાતાઓનાં 21.64 ટકા હતા. આ સાથે જ 6,89,668 મતનાં અંતરથી ચૂંટણી જીતી. સીઆર પાટીલ દેશનાં સૌથી વધારે માર્જીનથી જીતનારા સાંસદ બન્યા હતા. 

આ છે PM મોદીની પ્રચંડ જીતના કારણો, જેનાથી દેશની જનતા થઈ હતી ઈમ્પ્રેસ
ભાજપ સાંસદ સંજય ભાટિયા કરનાલથી દેશની બીજી સૌથી મોટી જીત પ્રાપ્ત કરી
સૌથી વધારે અંતરથી દેશમાં બીજી સૌથી મોટી હાર જીતનું અંતર હરિયાણાના કરનાલ સીટ પર રહ્યું. આ વખતે કરનાલ સીટથી સંસદ જવા ઇચ્છુક 16 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ સીટ પર ભાજપના સંજય ભાટિયા અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનાં કુલદીપ શર્મા વચ્ચે સીધી ટક્કર હતી. જેમાં ભાજપના સંજય ભાટિયાએ 9,11,594 મત પ્રાપ્ત કરીને લોકસભા ચૂંટણી 2019માં બાજી મારી હતી. બીજી તરફ કોંગ્રેસનાં કુલદીપ શર્મા માત્ર 2,55,452 મત મેળવીને બાજી ચુકી ગયા. ભાજપના સંજય ભાટીયાને કુલ 70 ટકા અને કુલદીપ શર્માને માત્ર 19 ટકા મત મળ્યા હતા. બંન્ને ઉમેદવારો વચ્ચે હાર-જીતનું અંદર 6,56,142 મત પહોંચી ગયું. આ સાથે જ ભાજપના સંજય શર્માએ દેશમાં સૌથી વધારે અંતરથી ચૂંટણી જીતનારા બીજા ઉમેદવાર બન્યા. 

હરિયાણાના ફરિદાબાદમાં જીત અને હારનું અંતર 6.38 લાખ
હરિયાણાના ફરિદાબાદ સંસદીય ક્ષેત્રમાં કુલ 27 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. આ સીટમાં પણ મુખ્ય રીતે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો વચ્ચે જ હતી. અહીંથી કૃષ્ણપાલ અને કોંગ્રેસનાં અવતારસિંહ ભડાનાને પોતાનાં ઉમેદવાર બનાવ્યા હતા. 23 મેનાં રોજ લોકસભા ચૂંટણી પરિણામ 2019માં ભાજપનાં કૃષ્ણપાલ 9,13,222 મત મળ્યાં. બીજી તરફ કોંગ્રેસનાં અવતારસિંહ ભડાણા માત્ર 2,74,983 પ્રાપ્ત કરી શક્યા હતા. આ બંન્ને ઉમેદવારો વચ્ચે 6,38,873 મતનું અંતર હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news