આ 4 રાજ્યોમાં કોંગ્રેસ+ એ બાજી પલટી નાખી! AI એક્ઝિટ પોલમાં ભાજપ માટે ચિંતાજનક સમાચાર

ZEE News AI Exit Poll: મોટાભાગના એક્ઝિટ પોલ દેશમાં ફરીથી મોદી સરકાર આવશે એવું અનુમાન કરી રહ્યા છે. આ બધા વચ્ચે ઝી ન્યૂઝે પણ AI એક્ઝિટ પોલ કર્યો. AI એક્ઝિટ પોલ મુજબ ભાજપના નેતૃત્વવાળા એનડીએને 305 થી 315 સીટો મળવાનું અનુમાન છે. જાણો કયા રાજ્યોએ ભાજપના નેતૃત્વવાળા એનડીએની ચિંતા વધારી?

આ 4 રાજ્યોમાં કોંગ્રેસ+ એ બાજી પલટી નાખી! AI એક્ઝિટ પોલમાં ભાજપ માટે ચિંતાજનક સમાચાર

લોકસભા ચૂંટણી તો પતી ગઈ પરંતુ હવે આવતી કાલ એટલે કે 4 જૂન 2024નો દિવસ તેના પરિણામનો દિવસ છે જેની દરેક દેશવાસી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તે પહેલા 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન પત્યા બાદ એક્ઝિટ પોલ્સના પરિણામો આવ્યા. મોટાભાગના એક્ઝિટ પોલ દેશમાં ફરીથી મોદી સરકાર આવશે એવું અનુમાન કરી રહ્યા છે. આ બધા વચ્ચે ઝી ન્યૂઝે પણ AI એક્ઝિટ પોલ કર્યો. AI એક્ઝિટ પોલ મુજબ ભાજપના નેતૃત્વવાળા એનડીએને 305 થી 315 સીટો મળવાનું અનુમાન છે. જ્યારે I.N.D.I.A. ગઠબંધનને 180 થી 195 સીટો મળી શકે છે. અન્યને વધુમાં વધુ 52 સીટો મળી શકે. આમ દેશમાં ત્રીજીવાર એનડીએની સરકાર બનવાનું અનુમાન કરાયું છે. આમ છતાં એક્ઝિટ પોલ મુજબ ઈન્ડિયા ગઠભંધન મહારાષ્ટ્ર, બિહાર, યુપી અને દિલ્હીમાં ગેમ પલટી શકે છે. જેનાથી ભાજપનું ટેન્શન વધી શકે છે. 

યુપીમાં કેટલી સીટો?
ઝી ન્યૂઝના એઆઈ એક્ઝિટ પોલ મુજબ યુપીની 80 લોકસભા બેઠકોમાં ઈન્ડિયા ગઠબંધનને 22થી 26 સીટો મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એટલે કે જો એક્ઝિટ પોલના અનુમાનો પરિણામોમાં ફેરવાય તો યુપીમાં ઈન્ડિયા ગઠબંધનને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપના નેતૃત્વવાળા એનડીએને 52થી 58 સીટો મળી શકે છે. જ્યારે અન્ય પક્ષોને 0 થી 1 સીટ મળી શકે. એટલે કે બધુ મળીને જોઈએ તો ગત વખતની સરખામણીમાં યુપીમાં NDA ને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. અત્રે જણાવવાનું કે 2019 લોકસભા ચૂંટણીમાં એનડીએને 64 બેઠકો મળી હતી જ્યારે સપાએ 5 અને કોંગ્રેસે 1 સીટ મેળવી હતી. ગત વખતે સપા સાથે મળીને ચૂંટણી લડનારી બસપાએ 10 સીટો મેળવી હતી. 

દિલ્હીમાં થઈ શકે ફાયદો
દિલ્હીમાં લોકસભાની 7 બેઠકો છે અને ઝી ન્યૂઝના AI Exit Poll મુજબ દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનને 3થી 5 સીટો મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે ભાજપને 2 થી 4 સીટો મળી શકે. અત્રે જણાવવાનું કે 2019ની ચૂંટણીમાં તમામ સાત બેઠકો પર ભાજપે  કબજો કર્યો હતો. એટલે કે અહીં પણ એક્ઝિટ પોલ મુજબ ઈન્ડિયા ગઠબંધનને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. 

બિહારમાં કાંટાની ટક્કર
ગત ચૂંટણીમાં બિહારની 40 બેઠકોમાં એનડીએ ગઠબંધનને 39 બેઠકો મળી હતી. જ્યારે આ વખતે એનડીએને બિહારમાં નુકસાન થતું દેખાઈ રહ્યું છે. ઝી ન્યૂઝના AI Exit Poll મુજબ બિહારમાં એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે 50-50 નો મુકાબલો સંભવિત છે. બિહારની 40 લોકસભા સીટોમાં એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનને 15થી 25 સીટો મળી શકે છે. જ્યારે અન્ય પક્ષોનું કદાચ ખાતું પણ ન ખુલે. 

મહારાષ્ટ્રમાં સૌથી મોટો ફાયદો
ઝી ન્યૂઝના AI Exit Poll મુજબ ઈન્ડિયા ગઠબંધનને મહારાષ્ટ્રમાં સૌથી વધુ ફાયદો થતો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલના આંકડાનું માનીએ તો મહારાષ્ટ્રની 48 બેઠકોમાથી 26-34 બેઠકો એનડીએ જીતી શકે છે. જ્યારે I.N.D.I.A ને 15 થી 21 સીટો મળી શકે છે. 2019ની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધને 48માંથી 41 સીટો જીતી હતી. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને ફક્ત 5 સીટ મળી હતી. 1 સીટ પર એઆઈએમઆઈએમ અને એક સીટ પર અપક્ષની જીત થઈ હતી. 

એનડીએને ઓડિશા-બંગાળમાં ફાયદો
જો કે એવું નથી કે એનડીએ ગઠબંધનને દરેક રાજ્યમાં નુકસાન થઈ રહ્યું છે. ઝી ન્યૂઝના એઆઈ એક્ઝિટ પોલ મુજબ એનડીએને ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં બંપર ફાયદો થતો દેખાઈ રહ્યો છે. એઆઈ એક્ઝિટ પોલ મુજબ ભાજપના નેતૃત્વવાળા એનડીએને પશ્ચિમ બંગાળમાં 20થી 24 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને 16 થી 22 સીટો અને ઈન્ડિયા ગઠબંધનને વધુમાં વધુ 1 સીટ મળી શકે છે. ઓડિશામાં પણ એનડીએને ફાયદો થઈ રહ્યો છે અને અહીં તેમને 10-14 સીટો મળી શકે છે. જ્યારે I.N.D.I.A. ને 4 થી 6 સીટો મળી શકે છે. જ્યારે અન્ય પક્ષોના ખાતામાં 3 થી 5 સીટો જઈ શકે છે. 

NDA ને 305-315 સીટ મળવાનો અંદાજ
ઝી ન્યૂઝના AI એક્ઝિટ પોલ મુજબ ત્રીજીવાર NDA ની સરકાર બનશે. AI એક્ઝિટ પોલ મુજબ ભાજપના નેતૃત્વવાળા NDA ને 305-315 સીટો મળવાનું અનુમાન છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 180-195 સીટો મળી શકે છે. અન્યને વધુમાં વધુ 52 સીટ મળી શકે છે. ઝી ન્યૂઝ માટે INDIA CONSOLIDATED એ એઆઈ એક્ઝિટ પોલ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news