Lok Sabha Result: ક્યાંક ભારે ન પડે કોંગ્રેસને આ 'ગેરંટી', ચૂંટણી પરિણામ આવતા જ ઓફિસ બહાર કેમ ભેગી થઈ મહિલાઓની ભીડ?
આ વખતની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતમાં એક મહત્વનું યોગદાન તેમની ગેરંટીઓનું રહ્યું જે તેમણે મહિલાઓને આપી હતી. પરિણામ આવતા જ બુધવારે લખનઉમાં કોંગ્રેસ ઓફિસમાં મહિલાઓની ભીડ લાગી ગઈ.
Trending Photos
આ વખતની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતમાં એક મહત્વનું યોગદાન તેમની ગેરંટીઓનું રહ્યું જે તેમણે મહિલાઓને આપી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસે વચન આપ્યું હતું કે જો તેઓ ચૂંટણી જીતશે તો મહિલાઓના ખાતામાં ખટાખટ એક લાખ રૂપિયા આવશે. કોંગ્રેસ નેતાઓએ પ્રચારમાં એમ પણ કહ્યું હતું કે મહિલાઓ પાંચ જૂને આવીને પૈસા લઈ જાય. ગઈ કાલે લખનઉમાં કોંગ્રેસ ઓફિસમાં મહિલાઓની ભીડ લાગી ગઈ જે કોંગ્રેસના ગેરંટી કાર્ડ અને એક લાખ રૂપિયા મળવાની આશા લઈને પહોંચી હતી.
કોંગ્રેસની ઓફિસ બહાર મહિલાઓની ભીડ
કોંગ્રેસ ઓફિસની બહાર મહિલાઓ, વૃદ્ધાઓ ગેરંટી કાર્ડ લઈને બેઠી હતી. તેમનામાં ફોર્મ લેવાની હોડ લાગી હતી. તેમને ભરોસો હતો કે ફોર્મ મળી ગયું તો ખટાખટ તેમના એકાઉન્ટમાં એક લાખ રૂપિયા પણ આવી જશે. અસલમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે જો INDIA ગઠબંધનની સરકાર બનશે તો મહિલાઓને વાર્ષિક એક લાખ રૂપિયા આપશે. એટલેકે દર મહિને સાડા આઠ હજાર રૂપિયા આપવામાં આવશે. લખનઉમાં કોંગ્રેસ ઓફિસમાંથી ફોર્મ મળી રહ્યા છે એવી ખબર જેવી ઉડી કે મહિલાઓનો જમાવડો થવા લાગ્યો.
કોઈને ફોર્મ મળ્યું તો કોઈ ફોર્મ ન મળવાથી નિરાશ છે. જેમને લાગે છે કે ક્યાંક વાર્ષિક એક લાખ રૂપિયા તેમના હાથમાંથી નીકળી ન જાય. પરંતુ વૃદ્ધ અમ્મા તો ગેરંટી કાર્ડ જ સાથે લઈને કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા છે. જેથી કરીને કોઈ કશું કહી ન શકે.
કોંગ્રેસ પાસે પૈસાની માંગણી
કોંગ્રેસ કાર્યાલય પહોંચેલી એક જુબૈદા નામની મહિલાએ કહ્યું કે હવે તો કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. હવે રાહુલ ગાંધીએ અમને જે વચન આપ્યું છે તે પૂરા કરશે. તેમણે ચૂંટણી વખતે કહ્યું હતું કે તેઓ મહિલાઓના ખાતામાં દર મહિને 8500 રૂપિયા નાખશે. અમે તેમના આ વચનને જોતા કાર્યાલય આવ્યા છીએ. આ યોજનાનો લાભ મેળવવા માટે અમારા જેવી કેટલીક અન્ય મહિલાઓ એક ફોર્મ ભરીને આવતી કાલ સુધીમાં મોકલી દેશે.
જુબૈદાએ વધુમાં કહ્યું કે પહેલા તો મને કોંગ્રેસ કાર્યાલયમાં જવા દેવામાં નહતી આવતી. પરંતુ ત્યારબાદ હું જીદ પર અડી ગઈ. પછી મને જવા દીધી. અમે ખુબ ખુશ છીએ કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ ચૂંટણી જીતી ગયા. કોંગ્રેસ કાર્યાલય પહોંચેલી એક અન્ય મહિલાએ કહ્યું કે, રાહુલ ગાંધી અમારી માંગણીઓ પૂરી કરશે. અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે વચન તેમણે ચૂંટણી પ્રચારમાં આપ્યા હતા તેઓ હવે પૂરા કરશે.
સરકાર બની તો વચન પૂરા કરશું- કોંગ્રેસ
જ્યારે કોંગ્રેસના નેતા સીપી રાયે કહ્યું કે અમને સમાચાર મળ્યા છે કે કેટલીક મહિલાઓ કોંગ્રેસ ઓફિસ પહોંચી ગઈ. તેમને કદાચ કોઈએ કહ્યું કે સરકાર બની ગઈ છે. પરંતુ હજુ સુધી સરકાર બની નથી. અમે ખાતરી આપીએ છીએ કે જેવી અમારી સરકાર બનશે કે અમે મહિલાઓને આપેલા વચનો પૂરા કરીશું અને જનતાના હિતમાં પગલું ભરીશું. પાર્ટીની વિશ્વસનીયતા છે. લોકોને અમારા પર વિશ્વાસ છે કે પાર્ટી જે પણ નિર્ણય લે છે તેને જરૂર પૂરા કરે છે.
રાજકીય ગણિત કદાચ આ મહિલાને ખબર ન હોય પરંતુ તેમને એ ખબર છે કે યુપીમાં ઈન્ડિયા ગઠબંધને બાજી મારી છે. આથી કોંગ્રેસ પોતાના વચન પૂરા કરશે. જ્યારે સરકાર તો એનડીએની બનવા જઈ રહી છે. ઈન્ડિયા ગઠબંધન હજુ પણ બહુમતથી ઘણો દૂર છે. કોંગ્રેસની સરકાર જો નહીં બને તો તેઓ પોતાના ચૂંટણી વચનો કેવી રીતે પૂરા કરશે. આવામાં કોંગ્રેસે મહિલાઓને આપેલું વચન ઉલટું પડી શકે છે.
(વિશાલ રઘુવંશી, લખનઉ, ઝી મીડિયા)
એજન્સી ઈનપુટ સાથે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે