Operation Hast: શું છે આ ઓપરેશન હસ્ત...જેના દ્વારા 2024માં ભાજપને પછાડવાની તૈયારીમાં છે કોંગ્રેસ

Operation Hast: તમે ઓપરેશન લોટસ વિશે તો સાંભળ્યું હશે. વિપક્ષનું કહેવું છે કે ભાજપ તેમના સાંસદો અને વિધાયકોને તોડવા માટે ઓપરેશન હસ્ત ચલાવે છે. પરંતુ હવે એવું કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસે ભજાપના આ રાજકીય અસ્ત્રનો તોડ શોધી લીધો છે અને ઓપરેશન હસ્ત લોંચ કર્યું છે. 

Operation Hast: શું છે આ ઓપરેશન હસ્ત...જેના દ્વારા 2024માં ભાજપને પછાડવાની તૈયારીમાં છે કોંગ્રેસ

BJP Vs Congress: રાજકારણમાં ટાઈમિંગ ખુબ જ મહત્વનો હોય છે. સંભાવનાઓનું બીજું નામ રાજકારણ છે. આવામાં હાલમાં જ કર્ણાટકમાં એક અભિનેતાની બર્થડે પાર્ટી પર ભાજપના  બે નેતાઓએ ડેપ્યુટી સીએમ ડી કે શિવકુમાર સાથે મુલાકાત કરી તો લોકસભા ચૂંટણી પહલા એકવાર ફરીથી ઓપરેશન હસ્તની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઉદાહરણ તરીકે લગભગ એક અઠવાડિયા પહેલા કોંગ્રેસ વિધાન પરિષદ સભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે  કહ્યું કે અમે ભાજપમાં તોડફોડ કરી રહ્યા નથી. ભજાપની હાલની વ્યવસ્થાના પગલે લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. સ્વેચ્છાએ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જવું તે કોઈ ઓપરેશન નથી. એટલે કે આ માટે કોંગ્રેસ પાર્ટીએ ઓપરેશન ચલાવવાની જરૂર નથી. કારણ કે ભાજપમાંથી 10, 20, 30 લોકો કોંગ્રેસમાં આવી શકે છે. 

શું છે ઓપરેશન હસ્ત?
કર્ણાટક કોંગ્રેસ રાજ્યમાં આગામી 2024 લોકસભા ચૂંટણી પહેલા પ્રમુખ ભાજપ નેતાઓને પોતાના પડખે ખેંચવાની યોજના ઘડી રહી છે. ઓપરેશન હસ્ત (કન્નડમાં હસ્તનો અર્થ હાથ) નામની કવાયત હેઠળ કોંગ્રેસ આગામી વર્ષ 2024માં થનારી લોકસભા ચૂંટણી પહેલા ભાજપને તગડો ઝટકો આપવા માંગે છે. ઓપરેશન હસ્ત દ્વારા જે રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં છે ત્યાં તેઓ ભાજપના વરિષ્ઠ અને જનાધારવાળા નેતાઓને પોતાના પક્ષમાં લાવવાની કોશિશ કરશે. આ ઓપરેશન ભાજપના કથિત ઓપરેશન લોટસનો બદલો માનવામાં આવી રહ્યો છે. જે રીતે 2019માં થયું હતું જ્યારે કર્ણાટકમાં સત્તાધારી ગઠબંધનના 17 વિધાયકોની અયોગ્યતાના કારણે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર પડી હતી. 

આ નેતાઓ પર કોંગ્રેસની નજર!
કર્ણાટકમાં ભાજપ નેતાઓને કોંગ્રેસમાં  સામેલ કરવા માટે ઓપરેશન હસ્ત ચલાવવાની અટકળો વચ્ચે ભાજપના પૂર્વ મંત્રી બી સી પાટિલ અને પૂર્વ વિધાયક નરસિંહા નાઈકે કન્નડ અભિનેતા સુદીપ સંજીવના જન્મદિવસે ડી કે શિવકુમાર સાથે મુલાકાત કરી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના હવાલે આ ખબર 3 સપ્ટેમ્બરના રોજ આવી ત્યારબાદ રવિવારે પાટિલ અને નાઈકે ભાજપને છોડવાની અને કોંગ્રેસમાં સામેલ થવાની સંભાવનાઓ ફગાવી દીધી હતી. પાટિલ અને નાઈકે ફાઈવ સ્ટાર હોટલમાં ડી કે શિવકુમાર સાથે મુલાકાત માત્ર એક યંગો જણાવતા પત્રકારોને કહ્યું કે, આ એક અપ્રત્યાશિત મુલાકાત હતી. તેમને આશા નહતી કે શિવકુમાર પણ તે અવસરે ત્યાં આવશે. 

રાજકારણમાં કશું પણ બેમતલબ થતું નથી. સૂત્રોનું માનીએ તો આ ઓપરેશન હસ્ત હેઠળ ભાજપના પૂર્વ મંત્રી એસ ટી સોમશેખર અને એમ ટીબી નાગરાજના કોંગ્રેસમાં સામેલ થવાની શક્યતા છે. બંને કોંગ્રેસમાં હતા અને ઓપેરશન લોટસ શરૂ થયા બાદ ભાજપમાં જોડાયા હતા. અત્રે જણાવવાનું કે સોમશેખર જે યશવંતપુરથી હાલ ભાજપના ધારાસભ્ય છે, અને હાલમાં જ એક જાહેર સમારોહમાં કહ્યું હતું કે 'શિવકુમાર મારા 'ગુરુ' છે. રાજનીતિક રીતે મે જે પણ કઈ મેળવ્યું છે તે ડેપ્યુટી સીએમ ડી કે શિવકુમારના આશીર્વાદ છે.' તેમની આ ટિપ્પણીથી ભાજપે ખુબ શરમિંદગી ઝેલવી પડી હતી. 

ઓપરેશન હસ્ત વિશે ડી કે શિવકુમારનું નિવેદન
આ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા એચ.વિશ્વનાથ પણ કહી ચૂક્યા છે કે તેઓ  કોંગ્રેસમાં વાપસી કરશે. સૂત્રોએ જણાવ્યું કે ડેપ્યુટી સીએમ શિવકુમારે 'ઓપરેશન હસ્ત'ની કમાન સંભાળી છે. 'ઓપરેશન હસ્ત' વિશે પૂછવામાં આવતા શિવકુમારે કહ્યું કે કોંગ્રેસનું મુખ્ય લક્ષ્ય લોકસભા ચૂંટણી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news