મહારાષ્ટ્રઃ 15 દિવસ લંબાવાયું Lockdown, CM ઠાકરેએ ત્રીજી લહેર પર કહી આ વાત

Maharashtra Lockdown Update: મહારાષ્ટ્રમાં લૉકડાઉન  (Maharashtra Lockdown) 1 જૂનને સમાપ્ત કરી દેવામાં આવ્યું છે, પરંતુ એકવાર ફરી 15 દિવસ માટે લૉકડાઉન વધારી દેવામાં આવ્યું છે. 

મહારાષ્ટ્રઃ 15 દિવસ લંબાવાયું Lockdown, CM ઠાકરેએ ત્રીજી લહેર પર કહી આ વાત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લૉકડાઉન 1 જૂને સમાપ્ત થઈ રહ્યું હતું, પરંતુ એકવાર ફરી 15 દિવસ માટે લૉકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે, આગામી 15 દિવસ સુધી લૉકડાઉન જારી રહેશે. આ સંબંધમાં આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. ગુરૂવારે કેબિનેટની બેઠકમાં કોરોનાની સ્થિતિના સંબંધમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. જાણકારી પ્રમાણે આ બેઠકમાં લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સાવચેતી જરૂરી
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, કોરોના વાયરસથી સંક્રમણના દરરોજ આવનારા કેસમાં કમી છતાં રાજ્યમાં એટલા કેસ આવી રહ્યાં છે જેટલા પ્રથમ લહેરમાં પિક પર આવી રહ્યાં હતા. છોડા દિવસમાં મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ- મહારાષ્ટ્રમાં ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા 12500 મેટ્રિક ટન હતી જેને વધારી 1300 મેટ્રિક ટન કરી દેવામાં આવ્યું પરંતુ દૈનિક જરૂરીયાત 17000 મેટ્રિક ટન પહોંચી ગઈ છે. હાલમાં તે કહી શકાય નહીં કે કોરોના વાયરસની ત્રીજી લહેર ક્યારે આવશે તેથી અમે અમારા સાવચેતી ઓછી કરીશું નહીં. 

ડોક્ટરોની સાથે સતત સંવાદ જારી
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, ડોક્ટરોની સાથે સંવાદ જારી છે. કોવિડની સ્થિતિઓ માટે મેડિકલ જરૂરીયાતોની કમી અને વાયરસના સતત બદલાતા સ્ટ્રેનને કારણે આજે ચિકિત્સા ક્ષેત્ર એક પડકારનો સામનો કરી રહ્યું છે. જો વેક્સિન પણ આપવામાં આવે તો  આટલી મોટી વસ્તીને આપતા સમય લાગી જશે. તેવી આશંકા છે કે ત્રીજી લહેર બાળકોને સંક્રમિત કરી શકે છે. આ બધાને ધ્યાનમાં રાખતા બધા ડોક્ટરોની સાથે સંવાદ કરવાની જરૂરીયાત પર ભાર આપવામાં આવ્યો છે. 

ટાસ્ક ફોર્સની રચના
મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ- મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય છે જેની પાસે નિષ્ણાંત ડોક્ટરોની ટાસ્ક ફોર્સ છે. બધા જિલ્લામાં સ્થાનીક નિષ્ણાંતો ડોક્ટરોની ટાસ્ક ફોર્સની રચના કરી હતી. બાળકો માટે બાળ રોગ નિષ્ણાંતોની ટાસ્ક ફોર્સની અલગથી રચના કરવામાં આવી છે. બધા ખાનગી ડોક્ટરોની સામેલ કરી ઓનલાઇન ઓપીડીનું આયોજન કરી સારવારની રીતમાં એકરૂપતા નક્કી કરવાની નક્કી કરવામાં આવી રહી છે. 

રાજ્યમાં રવિવારે મધ્ય માર્ચ બાદ એક દિવસમાં સૌથી ઓછા 18600 નવા દર્દીઓની પુષ્ટિ થઈ તથા 402 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં કુલ કેસ 57,31,815 થઈ ગયા છે, જ્યારે સંક્રમણને કારણે 94,844 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. 
 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news