SURAT: 20 દિવસ પહેલા બેરોજગાર થયેલા દિવ્યાંગ કારીગરની હત્યા, ઘરમાંથી મળ્યો મૃતદેહ

 હવે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બની ચુક્યું છે. પોલીસ કોઇ પણ પ્રકારે હત્યા, લૂંટ, બળાત્કાર અને અન્ય ગુનાખોરીને ડામવામાં સરેઆમ નિષ્ફળ નિવડી છે. સુરતમાં રોજિંદા 1-2 હત્યાનાં કિસ્સાઓ બનતા રહે છે. દિપકનગરમાં યુવાનની તેના ઘરમાં જ ગળેટૂંપો આપીને ઉંઘમાં જ હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. ગત્ત સવારે માતાએ તેની લાશ જોતા આત્મહત્યાની શંકા વ્યક્ત કરી હતી. પોલીસે પોર્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઇ હોવાનું સાબિત થતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આદરી છે. 
SURAT: 20 દિવસ પહેલા બેરોજગાર થયેલા દિવ્યાંગ કારીગરની હત્યા, ઘરમાંથી મળ્યો મૃતદેહ

સુરત : હવે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બની ચુક્યું છે. પોલીસ કોઇ પણ પ્રકારે હત્યા, લૂંટ, બળાત્કાર અને અન્ય ગુનાખોરીને ડામવામાં સરેઆમ નિષ્ફળ નિવડી છે. સુરતમાં રોજિંદા 1-2 હત્યાનાં કિસ્સાઓ બનતા રહે છે. દિપકનગરમાં યુવાનની તેના ઘરમાં જ ગળેટૂંપો આપીને ઉંઘમાં જ હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. ગત્ત સવારે માતાએ તેની લાશ જોતા આત્મહત્યાની શંકા વ્યક્ત કરી હતી. પોલીસે પોર્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઇ હોવાનું સાબિત થતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આદરી છે. 

સુરતના ડિંડોલી ચિંતા ચોક પાસે દિપકનગર પ્લોટ નંબર 195ના રૂમ નંબર 2માં રહેતા અને મુળ મહારાષ્ટ્રના વતની તેવા 35 વર્ષીય મધુકર બાબુભાઇ સોનવણે પ્રમુખ પાર્કના લુમ્સના કારખાનામાં કામ કરતો હતો. જો કે જમણો હાથ તેનો જન્મજાત ખોટો પડી ગયે હતો. દિવ્યાંક મધુકરનાં ડાબા હાથમાં બિમ પડતા તે કામ પર જતો નહોતો. 15 વર્ષીય પુત્ર અને 13 વર્ષીય પુત્રીના પિતા મધુકરને પોતાની પત્ની સાથે ઝડગો થયો હતો. જેથી તેની પત્ની નવાગામ ડિંડોલી સુમનધામ સોસાયટીમાં રહે છે. 

જો કે ગુરૂવારે રાત્રે 12 વાગ્યે મધુકરે દરવાજો નહી ખોલતા તેમણે બુમો પાડીને પાડોશીઓને એકત્ર કર્યા હતા. પાડોશી યુવાન જીતુએ બારીમાંથી હાથ નાખી કડી ખોલ્યા બાદ તેઓ અંદર ગયો તો મધુકર મૃત હાલતમાં ખાટલામાંથી મળી આવ્યો હતો. જેના કારણે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news