કંઇક તો શરમ કરો! મહી વોટર રિસોર્ટમાં યુવાનો કરી રહ્યા હતા મોજ, પોલીસ ત્રાટકી તો ચોકી ઉઠી

કોરોના મહામારીના કારણે હાલ સમગ્ર રાજ્યમાં તમામ મનોરંજનના માધ્યમો જેવા કે થિયેટર, બાગ, બગીચા, વોટરપાર્ક અને રિસોર્ટ પણ બંધ છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરાના મહી વોટર રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકો એન્ટ્રી આપદા પાદરા પોલીસે દરોડો પાડ્યો હતો. જેના પગલે રિસોર્ટમાં આવેલા લોકો ચહેરા છુપાવી ભાગતા જોવા મળ્યા હતા. પાદરા પોલીસે રિસોર્ટના માલિક સહિત 3 લોકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

કંઇક તો શરમ કરો! મહી વોટર રિસોર્ટમાં યુવાનો કરી રહ્યા હતા મોજ, પોલીસ ત્રાટકી તો ચોકી ઉઠી

મિતેશ માળી, પાદરા:  કોરોના મહામારીના કારણે હાલ સમગ્ર રાજ્યમાં તમામ મનોરંજનના માધ્યમો જેવા કે થિયેટર, બાગ, બગીચા, વોટરપાર્ક અને રિસોર્ટ પણ બંધ છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરાના મહી વોટર રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકો એન્ટ્રી આપદા પાદરા પોલીસે દરોડો પાડ્યો હતો. જેના પગલે રિસોર્ટમાં આવેલા લોકો ચહેરા છુપાવી ભાગતા જોવા મળ્યા હતા. પાદરા પોલીસે રિસોર્ટના માલિક સહિત 3 લોકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર બ્રિજ પાસે મહી વોટર રિસોર્ટ આવેલું છે. આ રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકોએ એન્ટ્રી આપવામાં આવી હોવાની માહિતી મળતા પાદરા પોલીસે સ્થળ પર દોડી ગઇ હતી. આ સમયે પાર્કિંગમાં મોટા પ્રમાણમાં વાહનો જોવા મળ્યા હતા. જેથી પોલીસે રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. જેથી રિસોર્ટમાં મોજ કરી રહેલા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. 


(પોલીસ રિસોર્ટમાં પહોંચતા ચોંકી ઉઠી)

પાદરા પોલીસે રિસોર્ટનાં માલિકની અટક કરી હતી. આ મુદ્દે વધારે કાર્યવાહી હાથ ધરી છે. જાહેરનામા અને એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, દોઢ વર્ષ પહેલા પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલા મહી વોટર રિસોર્ટના વિદ્યાર્થીનું માથુ પોલ સાથે અથડાઇને મોત નિપજ્યું હતું. જેના કારણે તે વિવાદમાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news