હવે કેરળમાં પણ લાગ્યું lockdown, શું દેશવ્યાપી લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે? કેન્દ્ર સરકારનો જવાબ જાણો
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રોજેરોજ હજારો દર્દીઓના મોત થાય છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવો દાવો થઈ રહ્યો છે કે કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ વિરુદ્ધ નિર્ણાયક લડતની તૈયારી કરી લીધી છે અને સંક્રમણની ચેઈન તોડવા માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન લગાવવામાં આવી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રોજેરોજ હજારો દર્દીઓના મોત થાય છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવો દાવો થઈ રહ્યો છે કે કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ વિરુદ્ધ નિર્ણાયક લડતની તૈયારી કરી લીધી છે અને સંક્રમણની ચેઈન તોડવા માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન લગાવવામાં આવી શકે છે. આ સાથે જ એવું પણ કહેવાઈ રહ્યું છે કે લોકડાઉન દરમિયાન સ્થિતિને સંભાળવાની જવાબદારી સ્થાનિક પોલીસની જગ્યાએ સેનાને અપાઈ શકે છે. આ બધા વચ્ચે સમાચાર છે કે કેરળમાં પણ હવે સંપૂર્ણ લોકડાઉન લાગ્યું છે.
શું સમગ્ર દેશમાં લોકડાઉન લગાવશે સરકાર?
કોવિડ-19ના વધતા કેસ વચ્ચે એવો સવાલ છે કે શું સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં લોકડાઉન લગાવશે? જેના પર નીતિ આયોગના સભ્ય અને કોવિડ-19 ટાસ્કફોર્સના અધ્યક્ષ ડો.વી કે પોલને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે ખુલીને જવાબ આપ્યો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સંક્રમણની ચેઈન તોડવા માટે રાજ્યોને લોકડાઉન અંગે દિશાનિર્દેશ આપી ચૂકી છે.
#WATCH | Dr VK Paul, NITI Aayog, when asked if nationwide lockdown the only solution to rise in cases, says, "...If anything more is required those options are always being discussed. There's already a guideline to states to impose restrictions to suppress chain of transmission." pic.twitter.com/VBiSXWyTE7
— ANI (@ANI) May 5, 2021
તેમણે કહ્યું કે જ્યારે વાયરસનું સંક્રમણ વધે છે તો ચેઈન તોડવા માટે બીજા ઉપાયોની સાથે સાથે પબ્લિક મૂવમેન્ટ ઉપર પણ પ્રતિબંધ મૂકાય છે. તેને લઈને 29 એપ્રિલના રોજ એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જેમાં સંક્રમણ રોકવા માટે રાજ્યોને નિર્દેશ અપાયા હતા. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યોને કહેવાયું હતું કે આપણે ટ્રાન્સમિશન રોકવાનું છે અને જે વિસ્તારોમાં સંક્રમણ દર 10 ટકાથી વધુ છે ત્યાં નાઈટ કરફ્યૂ લગાવવામાં આવે. જો કે તે અંગે નિર્ણય રાજ્ય સરકારોએ લેવાનો છે. આ ઉપરાંત સામાજિક, રાજનીતિક, ખેલ, ધાર્મિક કાર્યક્રમો પર રોક છે. શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા ઘર, રેસ્ટોરા, બાર, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વીમિંગ પૂલ, ધાર્મિક સ્થળ વગેરે બંધ રાખવાના નિર્દેશ અપાયા છે.
કેરળમાં 8થી 16 મે સુધી લોકડાઉન લાગ્યું
કોરોનાના વધતા કેસ વચ્ચે હવે કેરળ સરકારે લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. કેરળમાં 8મી મેથી સવારે 6 વાગ્યાથી 16મી મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ દરમિયાન ફક્ત જરૂરિયાતની સેવાઓને જ છૂટ મળશે. મુખ્યમંત્રી પિનરઈ વિજયને સ્થિતિની ગંભીરતા જોતા કહ્યું કે સંક્રમણને રોકવા માટે વધુ કડક પગલાં લેવાશે.
એક દિવસમાં નવા કેસ અને મોતનો વધ્યો આંકડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 4,12,262 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 2,10,77,410 પર પહોંચ્યો છે. જેમાંથી 35,66,398 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 3,29,113 દર્દીઓ રિકવર પણ થયા છે. જો કે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ 24 કલાકમાં કોરોનાએ 3980 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,30,168 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 16,25,13,339 લોકોનું રસીકરણ કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે