આજે પશ્વિમ બંગાળ અને ઓરિસ્સા જશે PM મોદી, Amphan થી પ્રભાવિત વિસ્તારોની લેશે મુલાકાત
કોરોના (Coronavirus)ની માર સહન કરી રહેલા ભારત પર પ્રકૃતિએ પણ કહેર વર્તાવ્યો છે. સુપર સાઇક્લોન અમ્ફાન (Amphan) થી ઓરિસ્સા (Odisha) અને પશ્વિમ બંગાળ (West Bengal)માં ભારે તબાહી મચાવી છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના (Coronavirus)ની માર સહન કરી રહેલા ભારત પર પ્રકૃતિએ પણ કહેર વર્તાવ્યો છે. સુપર સાઇક્લોન અમ્ફાન (Amphan) થી ઓરિસ્સા (Odisha) અને પશ્વિમ બંગાળ (West Bengal)માં ભારે તબાહી મચાવી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પશ્વિમ બંગાળ અને ઓરિસ્સામાં પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. તમને જણાવી દઇએ કે આ ખતરનાક વાવાઝોડાએ ફક્ત પશ્વિમ બંગાળમાં જ 72 લોકોના જીવ ગુમાવ્યા છે.
વડાપ્રધાન કાર્યાલય (PMO) એ જાણકારી આપી છે કે આજે પીએમ મોદી પશ્વિમ બંગાળ અને ઓરિસ્સામાં ચક્રવાત અમ્ફાનને ધ્યાનમાં રાખતાં સ્થિતિનું નિરિક્ષણ કરશે. તે હવાઇ સર્વેક્ષણ કરશે અને સમીક્ષા બેઠકોમાં ભાગ લેશે.
આ પહેલાં ગુરૂવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee)એ કહ્યું કે આ ચક્રવાતમાં ઓછામાં ઓછા 72 લોકોના મોત થયા છે, અને રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ઘણા લોકો બેઘર બન્યા છે. અહીં આ વાવાઝોડાથી ખૂબ બધી વસ્તુઓ પ્રભાવિત થઇ છે, જેમાં વિજળી, ઇન્ટરનેટ કનેક્શન અને સંચારના અન્ય સાધન સામેલ છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી પાસે રાજ્યની મુલાકાત અને પ્રભાવિત વિસ્તારોના પુનર્નિમાણમાં મદદ કરવાનો આગ્રહ કર્યો હતો.
સીએમએ કહ્યું કે ''ચક્રવાત અમ્ફાનથી મૃત્યુ પામનાર લોકોની કુલ સંખ્યા 72 છે, તેમાં 57 મોત જિલ્લામાં થયા છે અને 15 કલકત્તામાં. તેનાથી ભારે નુકસાન થયું છે. આ કોરોના વાયરસ મહામારીથી ખરાબ હાલત છે.
તેમણે કહ્યું કે બુધવારે છ કલાક સતત આવેલા ચક્રવાતી તોફાનના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં મોટાપાયે થાંભલા પડી જતાં વિજળી કટ થઇ ગઇ છે, જ્યારે ટેલીફોન અને મોબાઇલ કનેક્શન પણ ઘણા વિસ્તારોમાં બંધ છે. તેમણે એ પણ કહ્યું કે તે જલદી જ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરશે. મમતા બેનર્જીએ કહ્યું કે અમે જલદી જ પુનર્નિમાણનું કામ શરૂ કરશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે