કોરોના સંકટ વચ્ચે RBI એ આપી એક મોટી રાહત, EMI ચૂકવણી પર 3 મહિનાની વધારાની છૂટ

RBI ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikant Das) પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. આ પહેલાં આરબીઆઇએ કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખતાં ઘણી જાહેરાત કરી છે. રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.

કોરોના સંકટ વચ્ચે RBI એ આપી એક મોટી રાહત, EMI ચૂકવણી પર 3 મહિનાની વધારાની છૂટ

નવી દિલ્હી: RBI ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikant Das) પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. આ પહેલાં આરબીઆઇએ કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખતાં ઘણી જાહેરાત કરી છે. રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. ત્યારબાદ રિવર્સ રેપો રેટ 4% ટકાથી ઘટાડી 3.75% પર આવી ગયો છે. રિવર્સ રેપો રેટમાં ઘટાડાથી બેંકોને ફાયદો થશે. બેંકોએ લોન મળવામાં સમસ્યા થશે નહી. 

RBI ગર્વનરે કહ્યું કે કોરોના વાયરસના કારણે ગ્લોબલ ઇકોનોમી પર મોટી અસર પડી છે. તેમણે જણાવ્યું હતું કે એમપીસી (મોનેટરી પોલિસી કમિટી) પોલિસી રેપો રેટમાં 0.40 ટકાના ઘટાડા પર સહમત થઇ છે. તેથી લોકોને લોનની ઇએમઆઇનો બોજો ઓછો થશે. 

આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસે EMI ચૂકવણી પર 3 મહિના વધારાની છૂટની જાહેરાત કરી છે. તેનો અર્થ એ છે કે જો તમે આગામી 3 મહિના સુધી તમારી લોનના ઇએમઆઇ આપતા નથી તો બેંક તમારા પર કોઇ દબાણ કરશે નહી. તમને જણાવી દઇએ કે આ પહેલાં આ છૂટ માર્ચથી મે સુધી વધારવામાં આવી હતી. હવે ઇએમઆઇ ચૂકવણીમાં છૂટને ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે. 

તેમણે જણાવ્યું કે મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ એપ્રિલ મહિનામાં 27.4 ટકા રહી છે. આરબીઆઇ ગર્વનરે જણાવ્યું કે કોવિડ-19થી ખાનગી ખપતને મોટું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે હાલની સ્થિતિમાં એગ્રીકલ્ચર પાસે આશા છે. ફોરેન રિઝર્વ 487 બિલિયન ડોલર છે. 

કોરોના સંકટ પહેલાં પણ આરબીઆઇ કરી ચૂકી છે મોટી જાહેરાત
આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોવિડ 19થી નાના અને મધ્યમ આકારના કોર્પોરેટને કેશની સમસ્યા થઇ, એટલા માટે ટીલટીઆરઓ 2.0ની જાહેરાત કરવામાં આવી રહી છે. 50,000 કરોડ રૂપિયાથી શરૂઆત કરવામાં આવી રહી છે. 

સામાન્ય લોકોને મળી હતી EMI ન ચૂકવવાની રાહત
27 માર્ચના રોજ ભારતીય રિઝર્વ બેંકે કોરોનાના લીધે સામાન્ય લોકોને ત્રણ મહિના સુધી ઇએમઆઇ ન ચૂકવવાની રાહત આપી હતી. ટર્મ લોનની ઇએમઆઇ વસૂલી ત્રણ મહિના સુધી ટાળવાની બેંકો અને નાણાકીય સંસ્થાઓને પરવાનગી આપી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news