Karnataka Election 2023 Result: કર્ણાટકમાં ભવ્ય જીત માટે PM મોદીએ કોંગ્રેસને આપી શુભેચ્છાઓ, રાહુલે કર્યો કટાક્ષ
Karnataka Election Result: લગભગ પાંચ મહિનાના ચૂંટણી શોર બાદ કર્ણાટકે 10મી મેના રોજ પોતાના આગામી પાંચ વર્ષનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું છે. આગામી પાંચ વર્ષ સુધી કયા 224 વિધાયકો પ્રદેશ ચલાવશે તેનો નિર્ણય આજે થશે.
Trending Photos
8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ
Karnataka Election Result: લગભગ પાંચ મહિનાના ચૂંટણી શોર બાદ કર્ણાટકે 10મી મેના રોજ પોતાના આગામી પાંચ વર્ષનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું છે. આગામી પાંચ વર્ષ સુધી કયા 224 વિધાયકો પ્રદેશ ચલાવશે તેનો નિર્ણય આજે થઈ રહ્યો છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ. 10મી મેના રોજ કર્ણાટકમાં 224 બેઠકો માટે મતદાન થયું હતું. એકબાજુ ભાજપ ફરી સત્તામાં આવવા માટે પૂરજોશ કોશિશ કરી રહ્યો છે ત્યાં કોંગ્રેસે પણ પૂરેપૂરી તૈયારી કરી હતી કે આ વખતે ભાજપને સત્તામાંથી દૂર કરી શકાય. અનેક એક્ઝિટ પોલમાં કોંગ્રેસને લીડ મળતી જોવા મળી રહી હતી. રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની સંભાવનાથી પણ ઈન્કાર કરી શકાય નહીં. આવામાં જેડીએસ પણ કિંગમેકર બનવાની આશા રાખી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે