Live: ઓરિસ્સા બાદ 'ફોની' પશ્ચિમ બંગાળ તરફ ફંટાયું, મિદનાપુરમાં સૌથી વધારે અસર
ઓરિસ્સાનાં 17 જિલ્લામાં ફોની તોફાન મુદ્દે એલર્ટ ઇશ્યું કરાયું છે, યુપી, ઉતરાખંડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં ખરાબ હવામાનનું એલર્ટ જાહેર
Trending Photos
ભુવનેશ્વર : ઓરિસ્સાનાં કિનારેથી શુક્રવારે સવારે ફોની ચક્રવાત અથડાયું છે. ફોનીનાં કારણે ભારે વરસાદ થઇ રહ્યો છે અને પવન ફુંકાઇ રહ્યો છે. આ સમયે પુરી અને તેની આસપાસનાં વિસ્તારમાં પવનની સ્પીડ 200 કિલોમીટર પ્રતિકલાક કરતા પણ વધારેની છે. રાજ્યસરકારે ઓરિસ્સામાં આશરે 11 લાખ લોકોને સુરક્ષીત સ્થળો પર મોકલી આપ્યા છે. સાથે જ અન્ય લોકોને પણ શક્ય ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓરિસ્સા બાદ હવે ચક્રવાત તોફાન ફાની પશ્ચિમ બંગાળ તરફ આગળ વધ્યું છે. જે શુક્રવારે સાંજ સુધીમાં બંગાળનાં કિનારે અથડાઇ શકે છે. આ અગાઉ જ ત્યાં અનેક વિસ્તારમાં પવનની ઝડપમાં વધારો થવા લાગ્યો હતો.
પશ્ચિમી મિદનાપુરમાં સૌથી વધારે અસર
પશ્ચિમી મિદનાપુરમાં ફાનીનાં પ્રભાવથી સમગ્ર જિલ્લામાં વરસાદ ચાલુ તઇ ચુક્યો છે. હવામાં કાળા વાદળો છવાઇ ચુક્યા છે. વરસાદનાં શરૂ થતાની સાથે જ આશરે 20 સેકન્ડની અંદર મિદનાપુરનાં સ્ટેશન રોડનાં વિધાસભા વિસ્તારમાં અનેક ઝાડ તુટી પડ્યા હતા, જેના કારણે અનેક દુકાનો પણ તુટી ગઇ હતી.
આ પણ વાંચો: ફાની ચક્રવાત બન્યું જીવલેણ, જાણો ક્યાં શું થયું?
મિદનાપુરમાં 14 નંબર વોર્ડમાં તાલપુકર વિસ્તારમાં તોફાથી આશરે 15 ઘર તુટી ગયા અને એસ્બેસ્ટસની છાવણી પણ ઉડી ગઇ. બીજી તરફ ફોની પ્રભાવથી ચંદ્રકોણાનાં મહારાજાપુરમાં પણ અચાનત કોફાન આવી જવાથી 3 ઘરો પર અસર દેખઆઇ હતી. બેમાળનું એક ઘર તુટી પડ્યું હતું. જિલ્લા પરિષદમાં કંટ્રોલ રૂપ ઉભો કરવામાં આવ્યો છે. મિદનાપુરમાં જ કુલ 45 ઘરોમાં ફોનીનાં પ્રભાવથી ક્ષતી પહોંચી છે.
ઓરિસ્સામાં ફાનીનાં કારણે ત્રણ લોકોનાં મોત થયા છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થેય ઓરિસ્સાનાં નયાગઢમાં એક મહિલાનું મોત ઘરની દિવાલ પડી જવાનાં કારણે એક મહિલા ગંભીર ઘાયલ થઇ છે. પુરીમાં લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
પળેપળની અપડેટ...
- ઓરિસ્સાના ગંજામ અને પુરીમાં ફોની કેર વર્તાવી રહ્યું છે. ગંજામ, ભુવનેશ્વર અને પુરીમાં અનેક સ્થલો પર ઝાડ અને વિજળીના થાંભલાઓ ધરાશાયી થયા છે. તેને હટાવવાનું કામ સતત ચાલી રહ્યું છે.
- સમુદ્ર કિનારે વસેલા મંદિર શહેર પુરીમાં અનેક વિસ્તારો અને અન્ય સ્થલોમાં પાણી ભરાઇ ગયું. રાજ્યનાં તમામ કિનારાનાં વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક ઝાડ ઉખડી ગયા અને ભુવનેશ્વર સહિત અનેક સ્થળો પર બનેલી ઝુંપડીઓ તબાહ થઇ ચુકી છે.
રાબડી દેવીએ આ કોને ગણાવ્યાં 'જોકર'? કહ્યું 'ગજબના ગુજરાતી છે...બોમ્બ સહિત લોખંડ ચાવી ગયા'
- હવામાન વિભાગનાં અનુસાર પુરીમાં હાલ હવા 240ની સ્પીડથી વહી રહી છે. સાથે જ સમગ્ર ઓરિસ્સા કિનારા પર ભારે વરસાદ થઇ રહ્યો છે. ફાની સંપુર્ણ રીતે કિનારા સાથે અથડાયા બાદ તેની અસર ઘટી ગઇ હશે. ત્યાર બાદ તે પશ્ચિમ બંગાળનાં કિનારાનાં વિસ્તારો તરફ આગળ વધશે.
- પશ્ચિમ બંગાળમાં પણ ફાનીના કારણે દીધામાં રહેલી એનડીઆરએફની ટીમે દત્તાપુર અને તેજપુરથી 132 લોકોને સુરક્ષીત સ્થળ પર મોકલ્યા છે. તેમાં 52 બાળકોનો પણ સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે