ગોવા મુખ્યમંત્રી પર્રિકરનું નિધન, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. લાંબા સમયથી કેન્સર સામે લડી રહેલા પર્રિકરે આખરે હથિયાર હેઠા મુક્યા હતા

ગોવા મુખ્યમંત્રી પર્રિકરનું નિધન, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક

નવી દિલ્હી :  ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. લાંબા સમયથી કેન્સર સામે લડી રહેલા પર્રિકરે આખરે હથિયાર હેઠા મુક્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની સ્થિતી સતત કથળી રહી હતી. જેના પગલે તેમને ગોવા મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટર્સ દ્વારા તેમની સ્થિતીમાં સુધારો થાય તે માટે ભરપુર પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમનાં નિધનનાં સમાચાર સાંભળી સમગ્ર દેશ શોકમાં ડુબી ગયો છે. રાજનીતિ, સિનેમા, રમત અને કલા જગત સાથે જોડાયેલી અનેક હસ્તીઓ ઉંડો આઘાત અનુભવી રહી છે અને પર્રિકરને શોકાંજલી પાઠવી રહી છે. 

— President of India (@rashtrapatibhvn) March 17, 2019

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને તેમનાં નિધનની માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ કોવિંદ પર્રિકરનાં શોક અંગે દુખ વ્યક્ત કર્યું હતું. નિધનની એક કલાક પહેલા ગોવાના મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પર્રિકરની સ્થિતી ખુબ જ નાજુક છે. ડોક્ટર પોતાના તરફથી સંપુર્ણ પ્રયાસો કરી રહ્યા છે. મુખ્યમંત્રીની સ્થિતી સતત કથળી રહી હતી. શનિવારથી જ તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.

 

— CMO Goa (@goacm) March 17, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news