Live: કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, બળવાખોર MLA પર સ્પીકર લેશે નિર્ણય

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ સરકાર પર સંકટ સતત વધી રહ્યું છે. 224 સભ્ય વિધાનસભામાં બે સ્વતંત્ર સહિત આ ગઠબંધનના 15 ધારાસભ્યોએ સરકાર સાથે છેડો ફાડી દીધો છે. આ વચ્ચે મંગળવારે કર્ણાટક કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક યોજાઇ રહી છે.

Live: કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, બળવાખોર MLA પર સ્પીકર લેશે નિર્ણય

બેંગલુરુ: કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ સરકાર પર સંકટ સતત વધી રહ્યું છે. 224 સભ્ય વિધાનસભામાં બે સ્વતંત્ર સહિત આ ગઠબંધનના 15 ધારાસભ્યોએ સરકાર સાથે છેડો ફાડી દીધો છે. આ વચ્ચે મંગળવારે કર્ણાટક કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક યોજાઇ રહી છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાના નેતૃત્વમાં આ બેઠકનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના 9 ધારાસભ્યોએ વિધાનસભાના સભ્યપદથી રાજીનામુ આપ્યું છે.

પાર્ટીએ આ પહેલા સોમવારે બધા ધારાસભ્યોથી આ બેઠકમાં સામેલ થવા કહ્યું હતું. આ સાથે જ પાર્ટીએ સંકેત આપ્યો હતો જો બાગી ધારાસભ્યો આ બેઠકમાં સામેલ નહીં થાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આજે જ વિધાનસભા સ્પીકરને બાગી ધારાસભ્યોના રાજીનામા મુદ્દે નિર્ણય લેવાનો છે.

આ વચ્ચે બળવો રોકવા માટે બંને દળના મુખ્ય નેતાઓની બેઠક યોજાઇ અને ત્યારબાદ બધા 31 મંત્રીઓએ રાજીનામા આપ્યા. માનવામાં આવી રહ્યું છે કે, બળવાખોરને સમાયોજિત કરવા માટે મંત્રીમંડળનું પુનર્ગઠન કરવાની વાત કરી રહ્યાં છે. જો કે, આ બધા વચ્ચે બળવાખોરો રોકાવવાનું નામ લઇ રહ્યા નથી. તેને ધ્યાનમાં રાખી વિપક્ષી ભાજપે કહ્યું કે, રાજ્યની કુમારસ્વામી સરકાર લઘુમતીમાં આવી ગઇ છે અને તેમને રાજીનામું આપવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં સંકટમાં જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન સરકારની હાલત સોમવારે ત્યારે વધારે ખરાબ થઇ ગયા હતા. જ્યારે સ્વતંત્ર ધારાસભ્ય અને લઘુ ઉદ્યોગ મંત્રી એચ. નાગેશ અને કેપીજેપીના એક માત્ર ધારાસભ્ય અને સરકારમાં મંત્રી આર. શંકરે મંત્રી પદથી રાજીનામુ આપી 13 મહીના જૂની ગઠબંધન સરકાર પાસેથી પોતાનું સમર્થન પરત ખેચ્યું હતું. તો બીજી તરફ સરકાર બચાવવા માટે જડીએસ અને કોંગ્રેસના બળવાખોરોને મંત્રી પદ આપવાની વાત કરી જેને કથિત રીતે તેમણે નકારી કાઢી છે. હવે નજર વિધાનસભા અધ્યક્ષ કે.આર. રમેશ પર છે. તેઓ મંગળવારના કોંગ્રેસના 10 અને જડીએસના 3 ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેશે.

રાજ્યમાં રાજકીય સંકટને ધ્યાનમાં રાખી અમેરિકાનો પ્રવાસ અધુરો છોડી સ્વદેશ પરત ફર્યા જેડીએ અને કોંગ્રેસ ગઠબંધન સરકારના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ બધા મંત્રીઓના રાજીનામા આપીને સરકાર બચાવવા માટે છેલ્લો દાવ માર્યો છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, સરકારને કોઇ ખતરો નથી અને સંકટનો ઉકેલ લાવવામાં આવશે.

નાગેશે શહેરના મધ્યમાં સ્થિત રાજ્યભવનમાં વજૂભાઇ વાળાને તેમનું રાજીનામુ સોંપ્યુ. તેમણે પત્રમાં એવું પણ કહ્યું કે, 13 મહિના જૂની ગઠબંધન સરકારથી પોતાનું સમર્થન પરત લઇ રહ્યાં છે. નાગેશે પત્રમાં લખ્યુ, આ પત્રના માધ્યમથી તમને જણાવી રહ્યો છું કે, હું કુમારસ્વામીના નેતૃત્વવાળી સરકારમાંથી પોતાનું સમર્થન પરત લઇ રહ્યો છું. તેઓ કોલાર જિલ્લાની મુલબગલ (અનુસૂચિત જાતી) વિધાનસભા બેઠક પરથી સ્વતંત્ર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

નાગેશને મુશ્કેલીથી એક મહિના પહેલા 34 સભ્યોના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમની સાથે ક્ષેત્રીય પાર્ટી કેપીજેપી (કર્ણાટક પ્રજ્ઞાવંતારા જનતા પક્ષ)ના આર. શંકરને પણ મંત્રીમંડળમાં સામેલ કર્યા હતા. જેથી ડિસેમ્બરથી બગાવત પર ઉતરેલા કોંગ્રેસના લગભઘ ડર્ઝન જેટલા ધારાસભ્યની ધમકીથી ઊભા થતા ખતરાથી ગઠબંધન સરકારને બચાવી શકાય.

કેબિનેટ મંત્રી શંકરે પણ કોંગ્રેસના અન્ય 20 મંત્રીઓની સાથે તેમનું રાજીનામુ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાને સૌંપ્યુ હતું, જેથી ડર્ઝન જેટલા બાગી ધારાસભ્યના રાજીનામા પરત લેવા અને તેમને મંત્રી બનાવવાનો રસ્તો સ્પષ્ટ થઇ શકે, અને ગઠબંધન સરકારને 12 જુલાઇથી શરૂ થતા 10 દિવસીય મોનસૂન સત્ર પહેલા તૂટવાથી બચાવી શકાય. આ બીજી તક છે, જ્યારે નાગેશ અને રન્નેબેન્નૂર સીટથી ધારાસભ્ય શંકરે ગઠબંધન સરકારથી પોતાનું સમર્થન પરત લીધું છે. આ પહેલા તેમણે 22 ડિસેમ્બરના રોજ મંત્રી પદથી હટાવ્યા બાદ 15 જાન્યુઆરીએ સરકારથી સમર્થન પરત ખેચ્યું હતું.

કોંગ્રેસે કર્ણાટક સરકારના સંકટ માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય ડીકે સુરેશે પત્રકારોનને કહ્યું હતુ કે, રાજ્યમાં આ રાજકીય સંકટ પાઠળ ભાજપના રાષ્ટ્રીય નેતાઓનો હાથ છે. તે કોઇપણ રાજ્યમાં કોઇ સરકાર અથવા કોઇ વિપક્ષી દળની સરકાર ઇચ્છતા નથી. તેઓ લોકતંત્રને નષ્ટ કરવા માગે છે. ભાજપના નેતાઓએ તેના પર વળતો પ્રહાર કર્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં કહ્યું, કર્ણાટકમાં રાજકીય સંકટથી ભાજપને કોઇ લેવા-દેવા નથી.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news