રાજસ્થાન-MP સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 11 ડિસેમ્બરે મતગણતરી
ચૂંટણી કમિશન દ્વારા આજે પાંચ રાજ્યો છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ.
Trending Photos
નવી દિલ્હી: ચૂંટણી કમિશન દ્વારા આજે પાંચ રાજ્યો છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ. આ પાંચેય રાજ્યોમાં આજથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. અગાઉ આ જાહેરાત બપોરે 12.30 વાગે થવાની હતી પરંતુ ત્યારબાદ સમય બપોરે 3 વાગ્યાનો કરવામાં આવ્યો. આયોગના સૂત્રોએ કહ્યું કે આખી ચૂંટણી પ્રક્રિયા ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે છત્તીસગઢમાં ચૂંટણી બે તબક્કામાં થશે જ્યારે બાકીની જગ્યાઓ પર ચૂંટણી એક તબક્કામાં થશે. પાંચેય રાજ્યોમાં મતગણતરી એક સાથે 11 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર ઓ પી રાવતે કર્ણાટકની 3 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી. તેમના જણાવ્યાં મુજબ કર્ણાટકની શિમોગા, બેલ્લારી, અને માંડ્યા વિધાનસભા બેઠકો માટે 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાશે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, જાણો ક્યાં ક્યારે છે ચૂંટણી
રાજસ્થાન: રાજ્યમાં મતદાન 7 ડિસેમ્બરના રોજ એક જ તબક્કામાં કરાશે અને મતગણતરી 11 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.
મધ્ય પ્રદેશ: અહીં મતદાન 28 નવેમ્બરે યોજાશે અને મતગણતરી 11 ડિસેમ્બરે હાથ ધરાશે. રાજ્યમાં બે નવેમ્બરના રોજ ચૂંટણી અંગે નોટિફિકેશન જારી કરાશે. 9 નવેમ્બર સુધી રાજ્યમાં નામાંકન થઈ શકશે. મધ્ય પ્રદેશમાં તમામ બેઠકો પર 28 નવેમ્બરે મતદાન યોજાશે.
છત્તીસગઢ: આ રાજ્યમાં ચૂંટણી પંચની જાહેરાત મુજબ બે તબક્કામાં મતદાન કરાવામાં આવશે. પહેલા તબક્કાનું મતદાન 12 નવેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરના રોજ હાથ ધરાશે. મતગણતરી અન્ય રાજ્યોની સાથે જ 11 ડિસેમ્બરે હાથ ધરાશે. ચૂંટણી કમિશનર ઓપી રાવતે કહ્યું કે છત્તીગઢની વિધાનસભા ચૂંટણી અંગે નોટિફિકેશન 16 ઓક્ટોબરે જારી કરવામાં આવશે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 12 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરના રોજ યોજાશે. 26 ઓક્ટોબર સુધી નામાંકન થશે.
મિઝોરમ: નોર્થ ઈસ્ટ રાજ્યમાં 28 નવેમ્બરે મતદાન અને 11 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
તેલંગણા: દક્ષિણના આ રાજ્યમાં 7 ડિસેમ્બરે મતદાન અને 11 ડિસેમ્બરે મતગણતરી કરાશે.
5 રાજ્યોમાં આ છે વિધાનસભાની સ્થિતિ | |||
ક્યાં કેટલી બેઠકો | વિધાનસભાનો કાર્યકાળ | વિધાનસભા બેઠકો | લોકસભા બેઠકો |
મિઝોરમ | 16 ડિસેમ્બર 2013થી 15 ડિસેમ્બર 2018 | 40 | 1 |
છત્તીસગઢ | 6 જાન્યુઆરી 2014થી 5 જાન્યુઆરી 2019 | 90 | 11 |
મધ્ય પ્રદેશ | 8 જાન્યુઆરી 2014થી 7 જાન્યુઆરી 2019 | 230 | 29 |
રાજસ્થાન | 21 જાન્યુઆરી 2014થી 20 જાન્યુઆરી 2019 | 200 | 25 |
તેલંગણા | 9 જૂન 2014થી 8 જૂન 2019 | 119 | 17 |
ક્યાં કેટલી સીટો
ચૂંટણી તારીખોની જાહેરાત સાથે છત્તીસગઢમાં 90 સીટો પર અત્યારના મુખ્યમંત્રી રમન સિંહની પરીક્ષા થશે. તો ભાજપના મજબૂત રાજ્ય કહેવાતા મધ્યપ્રદેશમાં પણ શિવરાજ સિંહ ચૌહાણ પણ તેના ચોથા કાર્યકાળ માટે ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવશે. મધ્ય પ્રદેશમાં વિધાનસભાની 230 સીટો છે. જ્યારે મિઝોરમમાં 40 વિધાનસભાની સીટો આવેલી છે. જ્યારે રાજસ્થાનમાં 200 સીટો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે