મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને બઢત, રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટીને બહુમત

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી (Assembly Elections)ના ટ્રેંડમાં સૌથી રસપ્રદ ટ્રેંડ મધ્ય પ્રદેશમાં જોવા મળી રહ્યો છે. અહીંયા રાજકીય સ્કોર ક્રિકેટ મેચની માફક ક્યારેક કોંગ્રેસ અને ક્યારેક ભાજપની તરફ ઝૂકતો જોવા મળી રહ્યો છે. હાલના ટ્રેંડના અનુસાર મધ્યપ્રદેશની 230 સીટોમાંથી કોંગ્રેસની 115 અને ભાજપની 105 સીટો પર બઢત છે. બસપા ચાર અને અન્ય છ સીટો પર આગળ છે.  

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને બઢત, રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટીને બહુમત

નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી (Assembly Elections)ના ટ્રેંડમાં સૌથી રસપ્રદ ટ્રેંડ મધ્ય પ્રદેશમાં જોવા મળી રહ્યો છે. અહીંયા રાજકીય સ્કોર ક્રિકેટ મેચની માફક ક્યારેક કોંગ્રેસ અને ક્યારેક ભાજપની તરફ ઝૂકતો જોવા મળી રહ્યો છે. હાલના ટ્રેંડના અનુસાર મધ્યપ્રદેશની 230 સીટોમાંથી કોંગ્રેસની 115 અને ભાજપની 105 સીટો પર બઢત છે. બસપા ચાર અને અન્ય છ સીટો પર આગળ છે.  

જોકે છત્તીસગઢના ટ્રેંડમાં કોંગ્રેસને બે તૃતિયાંશ બહુમત તરફ આગળ વધી રહી છે. આ સાથે જ લાગી રહ્યું છે કે 15 વર્ષોથી સત્તામાં રહેલી ભાજપ પાછળ ધકેલાઇ રહી છે. અહીં 90માંથી કોંગ્રેસ 65 સીટો પર આગળ છે. ભાજપ 15 અને અજીત જોગીની છત્તીસગઢ જનતા કોંગ્રેસ અને બસપાના ગઠબંધનને 9 સીટો પર અન્યને 1 સીટ પર બઢત મળતી દેખાઇ રહી છે. 

રાજસ્થાનમાં ગત 25 વર્ષોનો ઇતિહાસ પુનરાવર્તિત થવા જઇ રહ્યો છે. એટલે કે ફરી એકવાર સત્તા પરિવર્તનના આસાર છે. આ વખતે સત્તા ભાજપના હાથમાંથી સરકીને કોંગ્રેસના હાથમાં જતી જોવા મળી રહી છે. ટ્રેંડ અનુસાર કોંગ્રેસને 102 સીટો પર બઢત સાથે બહુમત મળતો દેખાઇ રહ્યો છે. આ સાથે જ બધા 199 ટ્રેંડમાં ભાજપને 71, બસપા 6 અને અન્ય 20 સીટો પર આગળ છે. જોકે આ સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે પાર્ટીની સરકાર બનાવવા માટે અપક્ષોની મદદ માંગી છે. આ વખતે રાજ્યના રાજકારણમાં એક રોચક પહેલું જોવા મળ્યો કે તે ટ્રેંડ અનુસાર અપક્ષો 20 સીટો પર આગળ છે. 

તેલંગાણાની 119 સીટોના ટ્રેંડમાં સત્તારૂઢ ટીઆરએસને 86 સીટો પર બઢત છે. મિઝોરમમાં સત્તારૂઢ કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકતી જોવા મળી રહી છે અને વિપક્ષી એમએનએફને 40 માંથી 26 સીટો પર બઢત જોવા મળી રહી છે. કોંગ્રેસ અહીં 9 અને ભાજપ 1 સીટ પર આગળ છે. 

મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં ભાજપને બધી 230 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે 229 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે અને એક સીટ પોતાના સહયોગી શરદ યાદવના લોકતાંત્રિક જનતા દળ માટે છોડી છે. આમ આદમી પાર્ટી (આપ) 208 સીટો પર ચૂંટણી લડી રહી છે. બહુજન સમાજ પાર્ટી (બસપા) 227, શિવસેના 81 અને સમાજવાદી પાર્ટી (સપા) 52 સીટો પર મેદાનમાં છે. 

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન પોતાની પરંપરાગત સીટ બુધનીથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમના વિરૂદ્ધ કોંગ્રેસના પૂર્વ કેંદ્વીય મંત્રી તથા મધ્ય પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અરૂણ યાદવ મેદાનમાં છે. શિવરાજ સિંહ ચૌહાણ આ સીટ પરથી ચાર વાર જીતી ચૂક્યા છે અને દર વખતે તેમને આ સીટ પર પોતાની જીતનું અંતર વધાર્યું છે. 

છત્તીસગઢ
છત્તીસગઢમાં વિધાનસભાની આ ચોથી ચૂંટણી છે. આ પહેલાં ત્રણ ચૂંટણીમાં ભારતીય ચૂંટણી જનતા પાર્ટી જીત પ્રાપ્ત કરી ગત 15 વર્ષોથી સત્તામાં છે. તો બીજી તરફ કોંગ્રેસને સતત હારનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જ મુકાબલો હોય છે પરંતુ આ વખતે ચૂંટણીમાં અજીત જોગીની પાર્ટીએ બહુજન સમાજ પાર્ટીની સાથે ગઠબંધન કરી મુકાબલો ત્રિકોણીય કરી દીધો છે. કેટલીક સીટોમાં તેમની પાર્ટીની દખલ હોવાના લીધે મુકાબલો રોચક થઇ ગયો છે. 

છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ઘણા સમાચાર ચેનલોએ એક્ઝિટ પોલ કરાવ્યો હતો. એક્ઝિટ પોલના પરિણામો મિશ્ર રહ્યા અને લગભગ બધાએ અહીં કાંટાની ટક્કરની વાત કહી છે. રાજ્યની 90 સીટોમાંથી 29 સીટો અનુસૂચિત જનજાતિ માટે તથા 10 સીટો અનુસૂચિત જાતિ માટે અનામત છે. રાજ્યમાં આ અનામત સીટો પર મોટી જીતના માધ્યમથી સત્તા સુધી પહોંચી શકે છે. વર્ષ 2013માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 49 સીટો પર જીત સાથે સરકાર બનાવી હતી. તો બીજી તરફ કોંગ્રેસે 39 સીટો પર, બહુજન સમાજ પાર્ટીએ એક સીટ પર જીત મેળવી હતી. જ્યારે એક સીટ પર અપક્ષ ઉમેદવારની જીત થઇ હતી. 

રાજસ્થાન
2013ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કુલ 163 સીટો મળી હતી. આ ઉપરાંત કોંગ્રેસને 21, બસપાને ત્રણ, એનપીપીને ચાર તથા અપક્ષ તથા અન્યને નવ સીટો મળી હતી. જોકે વચ્ચે પેટાચૂંટણી બાદ હાલ ભાજપ પાસે 160, કોંગ્રેસ 25 અને બસપાને બે અને એનપીપીના ત્રણ ધારાસભ્ય છે. 

તેલંગાણા
તેલંગાણામાં તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 1,821 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં હતા. તેલંગણા વિધાનસભા ઈલેક્શન (Telangana Elections 2018)માં 119 સીટ માટે ધીરે ધીરે પરિણામ સામે આવી રહ્યું છે. ટીઆરએસ પ્રમુખ અને મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ ઈલેક્શન જીતી ચૂક્યા છે. તેઓ ગજવેલ સીટથી મેદાનમાં ઉતર્યા હતા. તેમણે 50 હજાર વોટોથી જીત મેળવી છે. પરિણામમાં પ્રચંડ બહુમત મળતો જોઈને ટીઆરએસના કાર્યકર્તાઓ ખુશી ઉજવી રહ્યાં છે. હૈદરાબાદમાં પાર્ટી મુખ્યાલયની બહાર હજારોની સંખ્યામાં કાર્યકર્તા એકઠા થયા છે અને ચંદ્રશેખર રાવ જિંદાબાદના નારા લગાવી રહ્યાં છે. મીઠાઈ વહેંચીને કાર્યકર્તા જશ્ન મનાવી રહ્યાં છે. તેલંગણામાં કોંગ્રેસ અને ભાજપના સૂપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસે પોતાની હાર પર ઈવીએમ સાથે ચેડા થયા હોવાનો આરોપ પણ લગાવ્યો છે. 

મિઝોરમ
મિઝોરમ વિધાનસભા ચૂંટણી (Mizoram Elections 2018) માં 40 સીટો માટે મતગણતરી ચાલુ છે. જેમ કે રહી ઇતિહાસ રહ્યો છે કે કોઇપણ પાર્ટી 10 વર્ષથી વધુ સત્તામાં રહી શકી નથી. તે ઇતિહાસને પુનરાવર્તિત કરતાં કોંગ્રેસને સત્તામાંથી દૂર કરી છે. મિઝોરમના મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર લાલ થનહવલા ચંપઇ દક્ષિણ સીટ અને સર્છિપ સીટ પરથી પણ હારી ગયા છે. એમએનએફએ 26 સીટો પર જીત નોંધાવી છે. ત્યારે કોંગ્રેસને માત્ર 5 બેઠકો પર જીત મળી છે. તો બીજી બાજુ ભાજપે પ્રથમ વાર મિઝોરમમાં ખાતુ ખોલાવતા તેને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે અન્યના ખાતામાં 8 સીટો આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018રાજસ્થાન ચૂંટણી પરિણામરાજસ્થાન ચૂંટણી પરિણામ 2018વિધાનસભા ચૂંટણી 2018Rajasthan Elections 2018Vasundhara RajeSachin PilotAssembly ElectionsRajasthan Assembly Elections 2018election resultElection Results 2018રાજસ્થાનરાજસ્થાન વિધાનસભા ચૂંટણીરાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018કોંગ્રેસઉમેદવારવિરોધનો સૂરભાજપAssembly Elections 2018પાંચ રાજ્યોમાં ચૂંટણી5 state electionChhattisgarhMadhya PradeshMizoramRajasthanTelangana2018 Vidhan Sabha election resultsINCbjpBSPCPITRSJCCચૂંટણી પરિણામચૂંટણી પરિણામ 2018વિધાનસભા ચૂંટણી પરિણામ 2018મધ્યપ્રદેશછત્તીસગઢતેલંગાણામિઝોરમપરિણામ ટ્રેન્ડલાઇવ પરિણામલેટેસ્ટ પરિણામન્યૂઝ વીડિયોગુજરાતી સમાચારગુજરાત સમાચારરાજસ્થાન સમાચારરાજસ્થાની સમાચારMadhya Pradesh elections result 2018Chhattisgarh Elections Result 2018Rajasthan Elections Result 2018Telangana Election Results 2018Mizoram elections 2018

Trending news