Government Action: ભારતીય લોકોની પાસે માત્ર 5 દિવસ બાકી, તેના પછી આ સરકારી નિર્ણયથી જે થશે તે તમારી વિચારી પણ નહીં શકો

ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે પાન કાર્ડ સાથે આધાર લિંક નહીં કર્યુ હોય તો અનલિંક્ડ પાન  નિષ્ક્રિય થઈ જશે. જે લોકોએ હજુ સુધી પાન કાર્ડને પોતાના આધાર સાથે લિંક કર્યુ નથી તે ઝડપથી પોતાનું કામ પૂરું કરી લે. કેમ કે આ છેલ્લી તારીખ છે.

Government Action: ભારતીય લોકોની પાસે માત્ર 5 દિવસ બાકી, તેના પછી આ સરકારી નિર્ણયથી જે થશે તે તમારી વિચારી પણ નહીં શકો

Pan Card Aadhaar Card Link: કેન્દ્ર સરકાર તરફથી ઘણા સમયથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક્ડ કરવા માટે લોકોને કહેવામાં આવી રહ્યું હતું. હવે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ પણ નજીક આવી રહી છે. એવામાં જો તમે સરકારી નિર્ણય અંતર્ગત પાનને આધાર  કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. તેના માટે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે.

પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે: 
ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે પાન કાર્ડ સાથે આધાર લિંક નહીં કર્યુ હોય તો અનલિંક્ડ પાન  નિષ્ક્રિય થઈ જશે. જે લોકોએ હજુ સુધી પાન કાર્ડને પોતાના આધાર સાથે લિંક કર્યુ નથી તે ઝડપથી પોતાનું કામ પૂરું કરી લે. કેમ કે આ છેલ્લી તારીખ છે. બધા માટે જરૂરી છે કે 31 માર્ચ સુધી તમામ પ્રોસેસ પૂરી કરી લે. 

પાન-આધાર લિંક:
તે ધ્યાન રાખવું જરૂરી છે કે સીબીડીટી દ્વારા જાહેર કરેલ એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે એકવાર પાન નિષ્ક્રિય થઈ જશે તો એક વ્યક્તિને આઈટી અધિનિયમ અંતર્ગત બધા પરિણામોનો સામનો કરવો પડી શકે છે. તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલે  સારું એ છે કે 31 માર્ચ સુધી બંને આઈડીને એકબીજા સાથે લિંક કરી લો.

પાનને આધાર સાથે લિંક નહીં કરો તો આ મુશ્કેલી થશે:
- તમે નિષ્ક્રિય પાન કાર્ડનો ઉપયોગ કરીને આઈટીઆર નહીં ભરી શકો
 - તમારા પેન્ડિંગ રિટર્ન પણ સુધારી શકાશે કે ભરી શકાશે નહીં
- દોષપૂર્ણ રિટર્નના કેસમાં તમારી પેન્ડિંગ પ્રોસેસ પણ અધૂરી રહેશે
- ટેક્સના ઉંચા દરથી તમારી મુશ્કેલી વધશે

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો:
આ ધ્યાન રાખવું જરૂરી છે કે ઈન્કમટેક્સની જોગવાઈમાં કહેવામાં આવ્યું છે કે બધી વ્યક્તિઓએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવું જોઈએ. બધાને નવીનતમ જાહેરાત પર ધ્યાન આપવું જોઈએ નહીં તો ઉપર બતાવેલી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news