VIDEO: હત્યા કર્યા પહેલા આતંકીઓએ સેનાના જવાન સાથે શું કર્યું? જોઈને લોહીના આંસુ સારશો
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાના રાઈફલ મેન ઔરંગઝેબની હત્યાના મામલે એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ઔરંગઝેબની હત્યાની બરાબર પહેલા આતંકીઓઓએ તેની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેને ગોળીઓથી વિંધી નાખ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાના રાઈફલ મેન ઔરંગઝેબની હત્યાના મામલે એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ઔરંગઝેબની હત્યાની બરાબર પહેલા આતંકીઓઓએ તેની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેને ગોળીઓથી વિંધી નાખ્યો હતો. પૂછપરછ બિલકુલ સ્પષ્ટ સાંભળી શકાય છે. વીડિયોમાં આતંકીઓએ ઔરંગઝેબને એક ઝાડ નીચે બેસાડ્યો છે અને તેને સવાલ પૂછી રહ્યાં છે. વીડિયોમાં કોઈ આતંકીનો ચહેરો તો નથી દેખાતો પરંતુ સેનાના જવાન અને ઔરંગઝેબ સાથેની વાતચીતમાં આતંકીનો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકાય છે. આ વીડિયોમાં આતંકીઓએ રાઈફલમેન ઔરંગઝેબને તેના પિતાનું નામ, ઘર અને કોઈ એન્કાઉન્ટર દરમિયાન સામેલ હતો કે નહીં તે સવાલ પૂછ્યા હતાં.
વીડિયોમાં આતંકીઓ ભારતીય સેનાના રાઈફલમેન ઔરંગઝેબને પૂછી રહ્યાં છે કે શું તે મેજર શુક્લાની ટીમમાં સામેલ હતો? અત્રે જણાવવાનું કે મેજર શુકલાની ટીમે જ આતંકી સમીર ટાઈગરનું એન્કાઉન્ટર કર્યુ હતું.
शहीद राइफलमैन औरंगज़ेब का मौत से पहले का आखिरी वीडियो आया सामने pic.twitter.com/nsAvuWXwhB
— Zee News Hindi (@ZeeNewsHindi) June 15, 2018
આતંકવાદીઓએ સેનાના જવાન ઓરંગજેબને શું પુછ્યું
આતંકવાદી - શું નામ છે તારૂ
ઓરંગજેબ - ઓરંગજેબ
આતંકવાદી - બાપનું નામ
ઓરંગજેબ- મોહમ્મદ હનીફ
આતંકી - ક્યાં રહે છે
ઓરંગઝેબ - પુલવામાં
ઓરંગજેબ - સિપાહી છું પોસ્ટ પર ડ્યુટી કરૂ છું
આતંકવાદી - શુક્લાનો ગાર્ડ છે એટલે કે તું
આતંકવાદી - તેની સાથે સિવિલમાં તું જ આવે છે ને
ઓરંગજેબ - હા
આતંકવાદી - મોહમ્મદ, વસીમ અને તલ્હા ભાઇનું એન્કાઉન્ટર તે જ કર્યું હતું
આતંકી - તે જ શરીરને બગડ્યું હતું
ઓરંગજેબ - ના મારા હાથમાં લાગી હતી.
આતંકી - શું લાગી હતી
ઓરંગજેબ - મારો હાથ ટુટી ગયો હતો
આતંકી - આતંકી તેમની લાશની બેહુરમતી કોણે કરી હતી
ઓરંગજેબ - ફાયરના કારણે થઇ હતી
આતંકી - ત્રણેયની બેહુરમતી કરી હતી
ઓરંગજેબ - જી હા ફાયર કર્યું હતું.
આતંકી - શહીદ થયા બાદ
ઓરંગજેબ - હા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે