અકબરના નવ રત્નમાં સામેલ આ રાજાના વંશજની અત્યારે દયનીય સ્થિતિ, મહેલ પર ભાડૂઆતોનો કબ્જો

મુઘલ બાદશાહ જલાલુદ્દીન મોહમ્મદ અકબરના નવરત્નોમાં સામેલ અને આર્થિક મામલાના જાણકાર રાજા ટોડરમલનો મહેલ હવે જીર્ણ અવસ્થામાં છે. ટોડરમલના વંશજ આર્થિક તંગીના કારણે આ ઐતિહાસિક ધરોહરની મરમ્મત કરાવવા માટે અસમર્થ છે.

અકબરના નવ રત્નમાં સામેલ આ રાજાના વંશજની અત્યારે દયનીય સ્થિતિ, મહેલ પર ભાડૂઆતોનો કબ્જો

પ્રયાગરાજ: મુઘલ બાદશાહ જલાલુદ્દીન મોહમ્મદ અકબરના નવરત્નોમાં સામેલ અને આર્થિક મામલાના જાણકાર રાજા ટોડરમલનો મહેલ હવે જીર્ણ અવસ્થામાં છે. ટોડરમલના વંશજ આર્થિક તંગીના કારણે આ ઐતિહાસિક ધરોહરની મરમ્મત કરાવવા માટે અસમર્થ છે. પરંતુ તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખુબ ચિંતિત છે. ભૂમિ બંદોબસ્ત અને માલગુજારી વ્યવસ્થા લાગુ કરાવનારા ટોડરમલની  16મી પેઢીના વંશજ અરુણ કુમાર અગ્રવાલે જણાવ્યું કે અમારા દાદીએ મહેલના કેટલાક રૂમ ભાડે આપ્યા હતાં. કિલ્લાના રૂમમાં હજુ પણ 12 ભાડૂઆતો છે. જેમાંથી કેટલાક ભાડૂઆતો 70 વર્ષ જૂના છે અને 50-100 રૂપિયા માસિક ભાડે નામ માત્ર ભાડુ ચૂકવે છે. આપણે દેશમાં અંગ્રેજોના જમાનાના ભાડાપટ્ટાના કાયદાથી બંધાયેલા છીએ. 

કિલ્લાના એક ભાગમાં રહેતા અગ્રવાલે કહ્યું કે ગંગા નદીના તટ પર દારાગંજમાં સન 1585માં ટોડરમલે મહેલનો પાયો નાખ્યો અને પાંચ વર્ષમાં તે બનીને તૈયાર થયો. 40 હાજર વર્ગ ફૂટ વિસ્તારમાં બનેલા કિલ્લામાં આજે પણ નક્શીદાર પાયાવાળો આલીશાન દરબાર હોલ, દીવાન એ ખાસ, દીવાન એ આમ અને અસ્તબલનું અસ્તીત્વ હજુ છે. પરંતુ સમયની થપાટે તેની રંગત બગાડી નાખી છે. બીજા માળે બનેલા દીવાનખાના અને રાજા ટોડરમલના કક્ષ આ મહેલની આન, બાન અને શાનની ભૂલી બિસરી યાદોના સાક્ષી છે. 

આ એક ઐતિહાસિક તથ્ય છે કે એક જમાનામાં મહેલમાં ટોડરમલનું સચિવાલય ચાલતુ હતું. પ્રથમ ખંડ પર શસ્ત્રાગાર અને મંત્રી, અન્ય લોકો રહેતા હતાં. 12 જૂન 1857ના રોજ બ્રિટિશ હકૂમતના છેલ્લા ગવર્નર કર્નલ નીલે આ કિલ્લા પર હુમલો કર્યો હતો. ત્યારે તોપગોળા છોડીને છમાંથી પાંચ ફાટકને નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદથી કિલ્લામાં  બીજા ફાટક લાગ્યા નથી. બ્રિટિશ સેનાએ મહેલમાં ખુબ લૂટફાટ પણ મચાવી હતી. 

જુઓ LIVE TV

અગ્રવાલે કહ્યું કે અમારા પૂર્વજ ટોડરમલની આ છેલ્લી નિશાની છે. જેની સાથે અમારી યાદો જોડાયેલી છે. આથી અમે તેને સરકાર કે અન્ય કોઈને આપવા માંગતા નથી. અગ્રવાલ એક સમયે સિવિલ લાઈન્સની એક હોટલમાં જનરલ મેનેજર તરીકે કામ કરતા હતાં. પરંતુ બીમારીના કારણએ તેમની નોકરી જતી રહી હતી. તેમના બે  પુત્રોમાંથી એક પુત્ર કિલ્લાના બહારના ભાગમાં પરચૂરણ સામાનની દુકાન ચલાવે છે જ્યારે બીજો પુત્ર બેરોજગાર છે. 

અગ્રવાલે જણાવ્યું કે આર્થિક તંગીના કારણે તેઓ કિલ્લાની તૂટેલી દીવાલોની મરમ્મત કરાવવાની સ્થિતિમાં નથી. ભૂતકાળમાં નેક હોટલ વ્યવસાયિકોએ કિલ્લાના પુર્નઉદ્ધાર માટે રજુઆત કરી હતી. પરંતુ તેઓ તે બદલ માલિકી હક મેળવવા માંગતા હતાં આથી અમે ના પાડી દીધી. 

ટોડરમલ એ રાજા ટોડરમલ બન્યા તેની કહાની રજુ કરતા તેમણે કહ્યું કે તે વખતે તેઓ દિગ્ગજ બેંકર હતાં, મુઘલ શાસનમાં પહેલા હિન્દુ મંત્રી બન્યા જેમણે શેરશાહ સૂરીએ પોતાના મહેસૂલ મંત્રી બનાવ્યાં હતાં. પેશાવરથી કોલકાતા સુધી 2500 કિમીનો રસ્તો તૈયાર કરવામાં ટોડરમલની મહત્વની ભૂમિકા રહી. જેનાથી ખુશ થઈને શેરશાહ સૂરીએ ટોડરમલને ઝૂંસી સ્થિત પ્રતિષ્ઠાનપુરીનો રાજા બનાવી દીધો. પ્રતિષ્ઠાનપુરીનો તે કિલ્લો કોઈ કાળે ભૂકંપથી ઉલ્ટો થયો અને હવે તે ઉલ્ટા કિલ્લા તરીકે પ્રચલિત છે. તેમણે જણાવ્યું કે શેરશાહ સૂરીએ આ રસ્તાનું નામ પણ સહર રાહ એ આઝમ રાખ્યું અને 300 વર્ષ સુધી આ જ નામ ચાલ્યું અને 1840ની આસપાસ અંગ્રેજોએ તેનું નામ જીટી રોડ રાખ્યું. બાદમાં તેનું નામ શેરશાહ સૂરી માર્ગ રાખી દેવાયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news