મંત્રી પદ નહી મળવાથી નારાજ કોંગ્રેસી ધારાસભ્યોની મુલાકાતે કુમારસ્વામી

કુમારસ્વામીએ મંત્રિમંડળ વિસ્તારથી નાખુશ કોંગ્રેસ ધારાસભ્યોને સમજાવવા માટેની પહેલ કરી હતી

મંત્રી પદ નહી મળવાથી નારાજ કોંગ્રેસી ધારાસભ્યોની મુલાકાતે કુમારસ્વામી

બેંગ્લુરૂ : કર્ણાટકનાં મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ મંત્રીમંડળ વિસ્તારથી નાખુશ થયેલા કોંગ્રેસ ધારાસભ્યોને સમજાવવાની પહેલ કરી અને કોંગ્રેસનાં કેન્દ્રીય નેતૃત્વનું સમાધાન શોધવા માટે તત્કાલ પગલું ઉઠાવવાનું આહ્વાન કર્યું. મુખ્યમંત્રીએ રાજ્યનાં પ્રમુખ કોંગ્રેસી નેતા એમ બી પાટિલ સાથે મુલાકાત કરી જેનાં નેતૃત્વમાં અસંતુષ્ટ પાર્ટી ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યા છે. આ મુલાકાત બાદ કુમાર સ્વામીએ પત્રકારોને કહ્યું કે, સામાન્ય રીતે તો આ મુદ્દો તેમની સાથે જોડાયેલો નથી પરંતુ તેઓ સરકારનાં સ્થાયિત્વ માટે કોંગ્રેસ - જદએસ ગઠબંધનનાં નેતા તરીકે ધારાસભ્યોને સમજાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ એક એવો મુદ્દો છે જેનો સીધો સંબંધ મારી સાથે નથી કારણ કે તે કોંગ્રેસનો આંતરિક પ્રશ્ન છે. મે તેમનું (પાટિલનું) દર્દ સમજ્યું કે જરૂરિયાતનાં સમયે તેમમે કોંગ્રેસ પાર્ટી માટે કામ કર્યું પરંતુ હવે તેઓને નિરાશા સાંપડી છે. 

કુમાર સ્વામીએ જણાવ્યું કે, પાટિલે તેમને કહ્યુયં કે, તેઓ એકલા નથી અને તેઓ સામાન્ય વિચાર વાળા ધારાસભ્યોની સાથે ચર્ચા કરીને નિર્ણય કરશે તેમણે કહ્યું કે, મે તેમની ભાવનાઓ સમજી, હું દિલ્હીનાં (કોંગ્રેસ નેતાઓ) સાથે સમાધાન શોધવા માટે તત્કાલ કાર્યવાહીની અપીલ કરૂ છું. કુમાર સ્વામીની આ મુલાકાત પહેલા ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જી પરમેશ્વર, ડીકે શિવકુમાર, કેજે જ્યોર્જ અને આરવી દેશપાંડેએ પાટિલને સમજાવવા માટે તેમને તેના નિવાસ પર મુલાકાત કરી હતી. એમટીબી નાગરાજ, સતીષ જારકિહોલી, સુધાકર અને રોશન બેગ સહિત અસંતુષ્ટ નેતાઓનાં એક જુથે કાલે પાટિલના નિવાસ સ્થાને બેઠક રકી હતી. 

આ અંગે કેબિનેટ ડીકે શિવકુમારનું કહેવું છે કે, સ્પષ્ટ છે કે વરિષ્ઠ નેતાઓ દુખી છે. કોંગ્રેસ પાર્ટી બચેલા વિભાગો માટે તમામ વિકલ્પો શોધી રહી છે અને ટુંકમાં જ તે ભરવામાં આવશે. મને પાર્ટી હાઇકમાન્ડ પર સંપુર્ણ વિશ્વાસ છે. અમે પાર્ટી કાર્યકર્તાઓની વચ્ચે આત્મવિશ્વાસ વધારીશું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news