Kota School Controversy: આ પ્રાઈવેટ શાળાના પુસ્તકમાં મમ્મી-પપ્પાને અમ્મી-અબ્બુ કહેવાનું ભણાવાય છે, બાળકો માંગે છે બિરિયાની

બાળકોના પરિજનોએ પહેલા તો આ પુસ્તક હિન્દુવાદી સંગઠન બજરંગ દળના લોકોને દેખાડ્યું. ત્યારબાદ આ મામલો શિક્ષણ વિભાગના ધ્યાનમાં લવાયો. હવે આ પુસ્તકના પાનાની તસવીરો વાયરલ થઈ રહી છે.

Kota School Controversy: આ પ્રાઈવેટ શાળાના પુસ્તકમાં મમ્મી-પપ્પાને અમ્મી-અબ્બુ કહેવાનું ભણાવાય છે, બાળકો માંગે છે બિરિયાની

Kota School Controversial Syllabus: રાજસ્થાનમાં શિક્ષણ નગરી  તરીકે પ્રખ્યાત કોટાથી ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં શિવ જ્યોતિ કોન્વેન્ટ સ્કૂલના બીજા ધોરણના સિલેબસમાં જે કન્ટેન્ટ છે તેના દ્વારા શિક્ષણના ઈસ્લામીકરણ કરવાનો આરોપ લાગ્યો છે. આ શાળામાં 6થી 7 વર્ષના બાળકોના મગજમાં તે પુસ્તકમાં લખેલા શબ્દોની શું અસર પડી રહી છે જ્યારે એ વાત તેમના પરિજનોને ખબર પડી તો જાણે તેમના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. 

આ પ્રાઈવેટ શાળાની બુકમાં ઉર્દુના શબ્દોનો જેટલો ઉપયોગ થયો છે તેનાથી એવું પ્રતિત થાય છે જાણે તે કોઈ મદરેસાનું પુસ્તક હોય. આ જ કારણ છે કે તેમાં રહેલા ઉર્દુ શબ્દોની ભરમારથી બાળકોની આદતમાં કેટલાક ફેરફાર આવવા લાગ્યા પછી તો જે સચ્ચાઈ બહાર આવી તેનાથી હંગામો મચી ગયો. એક અંગ્રેજી માધ્યમની શાળાના વર્ગ 2ના પુસ્તકમાં એવો સિલેબસ છે કે જેના કન્ટેન્ટની  ફરિયાદ શિક્ષણ વિભાગને કરવામાં આવી છે. આ પુસ્તકમાં નોન મુસ્લિમ બાળકોને મમ્મી કે પપ્પા કે પિતાજીની જગ્યાએ અમ્મી-અબ્બુ બોલવાનું ભણાવવામાં આવે છે. એ જ પ્રકારે પુસ્તકમાં ફારુક-બિરિયાની જેવા અનેક શબ્દો છે. એવું લાગે જાણે બાળકો સામાન્ય શાળા શિક્ષણ નહીં પરંતુ ઉર્દુ ભાષાનું જ્ઞાન શીખવા આવ્યા હોય. 6થી 7 વર્ષના માસૂમ બાળકોના મગજમાં બાળપણથી અહીં જે ભરવામાં આવી રહ્યું છે તેને લઈને શરૂ થયેલો વિવાદ ખુબ આગળ સુધી નીકળી ગયો છે. 

જે માતાપિતાના બાળકોની આદતમાં આ વિવાદાસ્પદ સિલેબસવાળા પુસ્તકના કારણે ફેરફાર આવ્યો તેમાં શાકાહારી પરિવારોના બાળકો પણ બિરિયાનીની માંગણી કરવા  લાગ્યા. શરૂઆતમાં તો કેટલાક બાળકોએ જ્યારે પેરેન્ટ્સને અમ્મી અને અબ્બુ કહ્યું તો તેમને લાગ્યું કે શાળામાં કોઈ મુસ્લિમ બાળકની સાથે ભણવાના કારણે આવું કહે છે પરંતુ જ્યારે તેમણે બાળકોની સોચમાં અચાનક થઈ રહેલા ફેરફારનું કારણ ઊંડાઈપૂર્વક તપાસીને જાણ્યું તો તેમને બધો દોષ આ ખાનગી અંગ્રેજી શાળાની બીજા ધોરણના પુસ્તકમાં જ જણાયો. 

પરિજનોએ જ્યારે આ પુસ્તકના તમામ પન્ના કવર પેજથી લઈને છેલ્લું પાનું ફંફોળ્યું તો જાણવા મળ્યું કે આ ઉર્દુ શબ્દોની ભરમારવાળું પુસ્તક એક હૈદરાબાદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરાયું છે. હવે આ પુસ્તક જીવન જ્યોતિ શાળામાં કેમ ભણાવામાં આવી રહ્યું છે તે અંગે પણ તપાસની માગણી ઉઠી છે. બાળકોના પરિજનોએ પહેલા તો આ પુસ્તક હિન્દુવાદી સંગઠન બજરંગ દળના લોકોને દેખાડ્યું. ત્યારબાદ આ મામલો શિક્ષણ વિભાગના ધ્યાનમાં લવાયો. હવે આ પુસ્તકના પાનાની તસવીરો વાયરલ થઈ રહી છે. બજરંગ દળે શિક્ષણ વિભાગને કરેલી ફરિયાદમાં શિક્ષણના ઈસ્લામીકરણના પ્રયત્નોના આરોપ લગાવવામાં આવ્યા છે. બીજી બાજુ બાળકોના પરિજનોમાં પણ ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. 

જે અંગ્રેજી ગ્રામરના પુસ્તકને લઈને આ વિવાદ થઈ રહ્યો છે તેના પહેલા ચેપ્ટરમાં ઉદાહરણ દ્વારા બાળકોને ફાધરને અબ્બુ, મધરને અમ્મી બોલતા શિખવાડવામાં આવી રહ્યું છે. બીજા ચેપ્ટરમાં ગ્રાન્ડ ફાધરનું નામ ફારુખ અને બાળકનું નામ આમિર ગણાવવામાં આવ્યું છે. ત્રીજા ચેપ્ટરમાં જીરાફનું નામ  Hyena રાખવામાં આવ્યું છે તો ચોથા ચેપ્ટરમાં પેજ નંબર 20 પર જણાવવામાં આવ્યું છે કે પેરેન્ટ્સ કિચનમાં છે અને તેઓ બિરિયાની  બનાવી રહ્યા છે. છઠ્ઠા ચેપ્ટરના પેજ નંબર 46 પર શેરને શેરખાન કહીને સંબોધ્યો છે. સમગ્ર પુસ્તકમાં એટલા બધા ઉર્દુ શબ્દો લખ્યા છે કે જેનાથી આ પુસ્તક જેણે પણ વાંચ્યુ તે ચોંકી ગયા. 

જ્યાં સુધી આ મામલાની જાણકારી બજરંગ દળ સુધી પહોંચી ત્યાં સુધીમાં તો પુસ્તકના પન્ના ઈન્ટરનેટની દુનિયામાં વાયરલ થઈ રહ્યા છે. જો કે ત્યારબાદ કેટલાક પરિજનોએ બજરંગ દળની હેલ્પલાઈન પર ફોન કરીને પુસ્તકના કન્ટેન્ટ પર સવાલ ઉઠાવીને મોટી કાર્યવાહીની માંગણી કરી છે. 

બજરંગ દળનો આરોપ
બજરંગ દળના અધિકારીઓએ કહ્યું કે આ પુસ્તકથી સાબિત થાય છે કે નાના નાના બાળકોને બાળપણથી ઈસ્લામની જાણકારી આપવામાં આવી રહી છે. પુસ્તક દ્વારા સંદેશો અપાઈ રહ્યો છે કે બાળકોના નામ ઈસ્લામિક રાખવા જોઈએ. બાળકોને ઈસ્લામિક ભોજન કરવા માટે પ્રેરિત કરાઈ રહ્યા છે. બાળકો માતા પિતાને અમ્મી અને અબ્બુ કહેવા લાગ્યા છે. ઘર પર બિરિયાની બનાવવાનું કહે છે. જેનાથી સમગ્ર હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે. આથી શિક્ષણ વિભાગે તરત જ આ પ્રકારના પુસ્તકો પર પ્રતિબંધ લગાવવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news