બાલાકોટમાં જ વાયુસેનાએ શા માટે બોમ્બનો કર્યો વરસાદ? સમજો સંપૂર્ણ રણનીતિ

Indian Air Force Strike in Pakistan : ભારતીય વાયુસેનાએ જેટ વિમાન મિરાજ 2000 દ્વારા સુનિયોજિત હુમલા અંતર્ગત એલઓસી પર પીઓકેમાં આવેલા બાલાકોટ, મુજફ્ફરાબાદ અને ચકોટીમાં આવેલા આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવ્યા, મિરાજની સાથે જ આ મિશનમાં સેનાના અન્ય જેટ વિમાનો પણ સામેલ હતા 

બાલાકોટમાં જ વાયુસેનાએ શા માટે બોમ્બનો કર્યો વરસાદ? સમજો સંપૂર્ણ રણનીતિ

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સરહદની અંદર આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર મંગળવારે વહેલી પરોઢે હવાઈ હુમલો કર્યો હતો. ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી આ 'સર્જિકલ સ્ટ્રાઈક'માં પીઓકેમાં ચાલી રહેલા જૈશના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા અને તેમના ઉપર 1000 કિલોના 6 બોમ્બ વરસાવામાં આવ્યા હતા. 

ભારતીય વાયુસેનાએ જેટ વિમાન મિરાજ 2000 દ્વારા સુનિયોજિત હુમલા અંતર્ગત એલઓસી પર પીઓકેમાં આવેલા બાલાકોટ, મુજફ્ફરાબાદ અને ચકોટીમાં આવેલા આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવ્યા, મિરાજની સાથે જ આ મિશનમાં સેનાના અન્ય જેટ વિમાનો પણ સામેલ હતા.

LIVE: वायुसेना ने PoK में घुसकर की कार्रवाई, बौखलाए पाकिस्तान ने दी गीदड़भभकी

બાલાકોટમાં કાર્યવાહી કરવાનું કારણ 
તાલિબાનના સફાયા બાદ જૈશ-એ-મોહમ્મદે પોતાના કેમ્પ બાલાકોટમાં શિફ્ટ કર્યા હતા. વર્ષ 2000થી 2001માં જૈશે બાલાકોટમાં ટ્રેનિંગ કેમ્પ બનાવી લીધા હતા. અલ-રહેમાન ટ્રસ્ટ નામથી જૈશનું એક અન્ય સંગઠન પણ આ વિસ્તારમાં છે. 

ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે, આતંકવાદી અઝહર મસૂદનો સંબંધી મૌલાના યુસુફ અઝહર બાલાકોટમાં ચાલતા તમામ આતંકવાદી ઠેકાણાઓનું સંચાલન કરતો હતો. વાયુસેનાની આ કાર્યવાહીમાં મૌલાના યુસુફ અઝહર પણ માર્યો ગયો છે. 

આ ઉપરાંત બાલાકોટથી 250 કિમી દૂર પેશાવરમાં પણ જૈશના ઠેકાણા છે. બાલાકોટથી 40 કીમી દૂર પીઓકેના મુઝફ્ફરાબાદમાં પણ જૈશના કેમ્પ આવેલા છે. બાલાકોટને આતંકવાદીઓનું ગઢ માનવામાં આવે છે. આતંકી ગતિવિધિઓને કારણે જ બાલાકોટ અમેરિકાના પણ રડાર પર રહ્યું છે. આ કારણે જ ભારતીય વાયુસેનાએ આતંકવાદના મૂળીયાને જ જડમાંથી ઉખાડી નાખવા માટે બાલાકોટમાં કાર્યવાહી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news