Wrestlers Protest: કુસ્તીબાજો અને ખેડૂતોએ સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ, કહ્યું- સરકાર નહીં માને તો 21 મેના રોજ...

Wrestlers Ultimatum: છેલ્લા ઘણા દિવસોથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોએ હવે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. આ પછી આ લોકો મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે.
 

Wrestlers Protest: કુસ્તીબાજો અને ખેડૂતોએ સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ, કહ્યું- સરકાર નહીં માને તો 21 મેના રોજ...

નવી દિલ્હીઃ Wrestlers Protest At Jantar Mantar: ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર મંતર પર ધરણા આપી રહેલા રેસલરોની સાથે કિસાન નેતા રાકેશ ટિકૈતે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. રેસલર સાક્ષી મલિક, વિનેશ ફોગાટની સાથે-સાથે રાકેશ ટિકૈત અને મહત ચૌબીસી ખાપ પંચાયતના પ્રધાને એક પત્રકાર પરિષદ કરી આ વાતની જાણકારી આપી છે. 

સંવાદદાતા સલંમેલનમાં કહ્યું- આજની પંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારા ખાતના લોકો દરરોજ અહીં આવશે અને જો 15 દિવસમાં સરકાર નહીં માને તો 21 મેએ ફરી બેઠક થશે અને આગળની રણનીતિ પર નિર્ણય લેવામાં આવશે. ખાસ પંચાયતના પ્રધાને કહ્યુ કે, રેસલરોએ સંઘર્ષ શરૂ કર્યો છે અને હવે અમે બધા તેને બહારથી સમર્થન આપીશું. 

અમે અમારા આંદોલનને મજબૂત કરીશું. બૃજભૂષણનું રાજીનામું લઈ જેલમાં બંધ કરવામાં આવે, જેથી અમારી દીકરીઓ પર જેણે હાથ નાખ્યો છે તેને કોર્ટ તરફથી સજા અપાવી શકાય. સરકારને 21 મેની ડેડલાઇન આપી રહ્યાં છીએ. ત્યારબાદ મોટો નિર્ણય લેવામાં આલવશે. 

શું બોલ્યા રાકેશ ટિકૈત?
તેમણે કહ્યું- અમારા ગામના લોકો દિવસે આવશે અને રાત્રે ચાલ્યા જશે. જે લોકોને રાત્રે રોકાવુ હોય તે રોકાઈ શકે છે. જે કમિટી પહેલાથી નક્કી થઈ છે તે કમિટી આ આંદોલનને ચલાવશે. અમે બહારથી સમર્થન આપીશું. 21 તારીખ સુધી સરકાર વાતચીત કરકી નથી અને સમાધાન નથી કાઢતી તો ત્યારબાદ આગળની રણનીતિ બનાવવામાં આવશે. આ બાળકો અમારો અને દેશનો વારસો છે. દરેક સંભવ મદદ કરવામાં આવશે. 

તેમણે કહ્યું કે આંદોલન લાંબુ ચાલશે. તે માટે આપણે તૈયાર રહેવું પડશે. દશમાં આંદોલન ચલાવવા માટે તૈયાર છીએ. 21 તારીખે 5 હજાર કિસાન જંતર મંતર કૂચ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news