'મૂળભૂત અધિકારો' પર અવાજ ઉઠાવનારા કેશવાનંદ ભારતીનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક
Trending Photos
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં બંધારણના મૂળભૂત માળખાને અકબંધ રાખવા અંગે અરજી દાખલ કરનારા અરજીકર્તા સંત કેશવાનંદ ભારતીનું આજે સવારે નિધન થયું. તેઓ કેરળના કાસાગોડ જિલ્લાના રહીશ હતાં. ત્યાં જ બનેલા તેમના આશ્રમમાં તેમનું નિધન થયું. તેઓ 79 વર્ષના હતાં.
તેમના નિધન પર પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ કહ્યું કે પૂજ્ય કેશવાનંદ ભારતી દેશના મહાન સંત અને સમાજ સુધારક હતાં. તેમણે બંધારણના મૂલ્યોને આગળ વધારવા અને દેશની સંસ્કૃતિના પ્રસારમાં મહત્વનું યોગદાન આપ્યું. ઓમ શાંતિ.
અત્રે જણાવવાનું કે કેશવાનંદ ભારતીએ કેરળના ભૂમિહીન ખેડૂતોને જમીન ફાળવવા માટે રાજ્ય સરકાર દ્વારા લાગવવામાં આવેલા ભૂમિ સુધાર કાયદાને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કેરળ ભૂમિ સુધાર કાયદો 1963ને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરવા સંબંધિત 29માં બંધારણ સંશોધનને પડકારવામાં આવ્યો હતો.
We will always remember Pujya Kesavananda Bharati Ji for his contributions towards community service and empowering the downtrodden. He was deeply attached to India’s rich culture and our great Constitution. He will continue to inspire generations. Om Shanti.
— Narendra Modi (@narendramodi) September 6, 2020
કેશવાનંદે આ કાયદાને મૂળભૂત અધિકારોનું હનન ગણાવીને તેના પર રોક લગાવવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી માટે 13 સભ્યોની બંધારણીય પેનલ બનાવી. જેણે 68 દિવસ સુધી આ કેસમાં સુનાવણી કરી. આ સુનાવણી દરમિયાન 'મૂળભૂત સિદ્ધાંત' બહાર આવ્યો હતો. કેશવાનંદ ભારત તરફથી જાણીતા વકીલ નાની પાલકીવાલાએ દલીલો કરી હતી.
આ ચર્ચિત કેસમાં 24 એપ્રિલ 1973ના રોજ સુપ્રીમ કોર્ટે 7:6ના બહુમતના આધારે ચુકાદો આપ્યો હતો. જો કે કેશવાનંદ ભારતીને આ કેસમાં વ્યક્તિગત રાહત મળી નહતી. પરંતુ તેના કારણે એક મહત્વપૂર્ણ બંધારણીય સિદ્ધાંત પ્રતિપાદિત થયો જે મુજબ સંશોધનના સંસદના અધિકારોને સીમિત કરી શકાયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે