62 દિવસ માટે ખુલ્યુ સબરીમાલા મંદિર, ભારે વિરોધ બાદ તૃપ્તિ દેસાઇ પરત ફરી
ભૂમાતા બ્રિગેડની તૃપ્તી દેસાઇ હવે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવા માંગે છે, જો કે તે સફળ થઇ શક્યા નહોતા
Trending Photos
કોચ્ચિ : સબરીમાલા મંદિરના કપાટ શુક્રવારે (16 નવેમ્બર)ના રોજ સાંજે 5 વાગ્યે ખુલી ગયા. મંદિરનાં કપાટ બે મહિના સુધી ખુલ્લા રહેશે. સબરીમાલામાં તમામ ઉંમરની મહિલાઓ મંદિરમાં પ્રવેશ નથી કરી શક્યા છે. સબરીમાલામાં તમામ ઉંમરની મહિલાઓનાં પ્રવેશની અનુમતી મળી ચુકી છે. જો કે અત્યાર સુધી પ્રતિબંધિત ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરી શકી નથી. ભૂમાતા બ્રિગેડની તૉપ્તિ દેસાઇ હવે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવા માંગે છે, જો કે તેઓ પણ સફળ રહી નહોતી. સતત વધતા વિરોધના કારણે હવે તેણે પોતાનાં ગૃહનગર પુણે પરત ફરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે તે 62 દિવસ ખુબ જ ગરમા ગરમી વાળા હોઇ શકે છે.
#Kerala: #SabarimalaTemple opens for 62-day long Mandala Pooja-Magaravilaku annual pilgrimage season. pic.twitter.com/hTqqmVdzDg
— ANI (@ANI) November 16, 2018
કેરળનાં સબરીમાલા મંદિરનું દર્શન કરવા માટે અહીં આવેલા સામાજિક કાર્યકર્તા તૃપ્તિ દેસાઇ અને છ અન્ય મહિલાઓ લગભગ 8 કલાક પછી પણ હવાઇમથક પર જ છે. આ લોકો સેંકડો ભાજપ અને હિન્દુત્વવાદી પ્રદર્શનકર્તાઓને ભારે વિરોધ વચ્ચે હવાઇમથકની બહાર નથી નિકળી શકતા. તૃપ્તી અને તેનાં સાથે આવેલ સમુહ શુક્રવારે સવારે લગભગ 4.45 વાગ્યે ત્યાં પહોંચ્યા હતા.ત્યાર બાદ ત્યાં થયેલા ભારે હોબાળાનાં કારણે તેઓ હજી સુધી બહાર નિકળી શક્યા નથી.
#Kerala: Devotees throng to #SabarimalaTemple as it opens for 62-day long Mandala Pooja-Magaravilaku annual pilgrimage season. pic.twitter.com/wzOcekQzbh
— ANI (@ANI) November 16, 2018
અહીં આશરે 100ની સંખ્યામાં પ્રદર્શનકર્તાઓએ નારા લગાવ્યા અને પોલીસની હાજરી છતા તેને હવાઇમથક પરિસરની બહાર નિકળવા નહોતા દેવાયા. સમય વિવતવાની સાથે જ અહીં ભાજપ કાર્યકર્તા સહિત અનેક પ્રદર્શનકર્તાઓની સંખ્યા વધતી ગઇ અને તેમણે હવાઇમથકની અંદર તથા બહાર તમામ પ્રવેશ અને બહાર નિકળનારા ગેટ પર ડેરો જમાવી લીધો છે. ભાજપના પ્રવક્તા શોભા સુરેન્દ્રએ કહ્યું કે, અમે તેમને હવાઇમથકની બહાર નિકળવા માટેની અનુમતી નહી આપે. દેસાઇને અમારા મુખ્યમંત્રી જેવા નાસ્તિકોનું સમર્થન પ્રાપ્ત છે. જે તે જોવા માટે પ્રતિબદ્ધ છે કે એક મહિલા મંદિરમાં પ્રવેશ કરે.
#Kerala: Visuals of Trupti Desai from Kochi airport; she will return to her hometown Pune tonight after protesters did not allow her to proceed to #SabarimalaTemple. pic.twitter.com/EUHG3CIH9U
— ANI (@ANI) November 16, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે