10 વર્ષથી હતી 'ગુમ', પડોશમાં રહેનાર પ્રેમીના ઘરેથી મળી, છોકરીના ઘરવાળાને ખબર સુદ્ધાં ન પડી
છોકરી રાત્રે રૂમની બારીમાંથી બહાર નિકળી જતી હતી, જે દિવસે બંધ રહેતી હતી. રૂમમાંથી કોઇ ટોયલેટ પણ ન હતું. તેનો પ્રેમી તેને જમવાનું પહોંચાડવાની સાથે અન્ય જરૂરી વસ્તુઓ આપી જતો હતો.
Trending Photos
પલક્કડ (કેરલ): કેરલ (Kerala) ના એક ગામમાંથી 10 વર્ષ પહેલાં પોતાના ઘરમાંથી ગુમ છોકરી પોતાના પ્રેમી સાથે મળી છે અને આટલા વર્ષોથી તે પોતાના પ્રેમીના ઘરન એક રૂમમાં રહેતી હતી. આશ્વર્યની વાત એ છે કે આ વિશે બંનેના પરિજનોને ભનક પણ લાગવા ન દીધી જ્યારે છોકરીનું ઘર પ્રેમીના ઘરની પાસે જ હતું અને છોકરીના ઘરવાળાને પણ તેની ખબર ન પડી.
2010 માં થઇ હતી ગુમ
પોલીસે જણાવ્યું કે છોકરી ફેબ્રુઆરી 2010માં નેમારા પોલીસ મથક ક્ષેત્રના અયીરૂરથી ગુમ થઇ હતી અને તે સમયે તે ફક્ત 18 વર્ષની હતી. પોલીસે કેસ દાખલ કર્યા બાદ તપાસ કરી. પોલીસે જણાવ્યું કે છોકરીનું ઘર પ્રેમીના ઘરની નજીક હતું અને તે આ વર્ષે માર્ચ સુધી તે છોકરીના સાથે જ રહેતો હતો. પોલીસના અનુસાર કરાક્ટુપારમ્બ ગામમાં એક રૂમમાં રહેતી છોકરીની દેખભાળ તેના પ્રેમીએ કરી.
રાત્રે બારીમાંથી નિકળી જતી હતી
છોકરી રાત્રે રૂમની બારીમાંથી બહાર નિકળી જતી હતી, જે દિવસે બંધ રહેતી હતી. રૂમમાંથી કોઇ ટોયલેટ પણ ન હતું. તેનો પ્રેમી તેને જમવાનું પહોંચાડવાની સાથે અન્ય જરૂરી વસ્તુઓ આપી જતો હતો અને બહારથી રૂમને બંધ કરી દેતો હતો. પ્રેમી ત્રણ મહિના પહેલાં ગુમ થઇ ગયો હતો, જેની તપાસ દરમિયાન આ કહાનીની ખબર પડી છે. તે પણ પોતાની પ્રેમીની સાથે જ જતી રહી હતી.
આ પ્રકારે ખુલ્યું રહસ્ય
મંગળવારે વ્યક્તિના ભાઇએ બંને વિશે ખબર પડી. આ બંને નેમાર નજીક સ્થિત વિથાનાસેરી ગામમાં એક ભાડાના રૂમમાં રહેતા હતા. પોલીસે જણાવ્યું કે આ બંનેને એક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. છોકરીને તેના પ્રેમી સાથે રહેવાની પરવાનગી આપવામાં આવી કારણ કે તે બાલિગ છે. તેને સંબંધનો પણ તેનો વિરોધ ન કર્યો.
બંનેને સાથે રહેવાની મળી પરમીશન
પોલીસે જણાવ્યું કે ગત 10 વર્ષથી તે કરાકટુપારમ્બમાં વ્ક્યતિના ઘરમાં જ રહેતી હતી અને તે આટલા વર્ષોથી પોતાની પ્રેમિકાને સંતાડી રાખવામાં સફળ રહ્યો હતો. અહીંયા સુધી કે તેના વાલી અને તેની બહેનને પણ તેની ખબર ન હતી. જોકે આ વિશે વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે આ બધી જાણકારી સંબંધીઓ પાસેથી મેળવવામાં આવી છે અને તેની તપાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે