કાશ્મીરના આ 4 વિસ્તારો છે આતંકનું એપિસેન્ટર, આંતકીઓને ભાવતુ અહી બધુ જ મળી રહે છે

કાશ્મીરના આ 4 વિસ્તારો છે આતંકનું એપિસેન્ટર, આંતકીઓને ભાવતુ અહી બધુ જ મળી રહે છે

હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે, માતાપિતાની ભાવુક અપીલ બિલ યુપીના નોયડાની એક યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલ જમ્મુ-કાશ્મીરનો વિદ્યાર્થી એહતેશામ બિલાલ ગત રવિવારે ઘરે પરત ફર્યો છે. આતંકીઓના ગેરમાર્ગે દોરાયા બાદ તે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીર (આઈએસજેકે)માં સામેલ થયો હતો. શ્રીનગરના ખાનયારનો રહેવાસી 20 વર્ષીય એહતેશામ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કાળી પાઘડી અને કાળા રંગનો પઠાણી સૂટ પહેરેલો જોવા મળ્યો હતો. પણ, માતાપિતાને કારણે આ યુવકનું દિલ પીઘળ્યુ હતું, અને તે મુખ્યધારામાં પરત ફર્યો હતો. કાશ્મીરમાં આવા અનેક યુવાનો છે, જે આતંકીઓના ગેરમાર્ગે દોરાઈને મીલીટન્ટ્સ બની જાય છે. તેમાં પણ હિજબુલ મુજાહિદ્દીનનો આતંકી અને કાશ્મીરની વાદીમાં પોસ્ટર બોય તરીકે ફેમસ થયેલા બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ કાશ્મીરમાં મીલીન્ટ્સ બનવાના માર્ગે યુવાનોની સંખ્યા વધી છે.

ડેક્કન હેરાલ્ડના એક રિપોર્ટ મુજબ, બુરહાન વાનીના મોત બાદ કાશ્મીરી યુવાનોમાં મીલીટન્ટ્સ બનવાનું પ્રમાણ વધી ગયું છે. તો બીજી તરફ પુલવામા, અનંતનાગ, કુપવાડા અને શોપિયા જેવા વિસ્તારો પર મીલીટન્ટ્સનો પાયો મજબૂત બની રહ્યો છે. આ વિસ્તારોમાં મીલીટન્ટ્સને હવા મળી રહે છે. આ પાછળ કેટલાક ચોક્કસ કારણો છે. હથિયારોની હેરફેર, ઘૂસણખોરી, આર્મી પર એટેક, સ્લીપર સેલની એક્ટિવિટી, બાતમીઓ પહોંચાડવી, આતંકીઓને આશરો આપવો, આતંકીઓને રૂપિયાથી લઈને રહેવાની વ્યવસ્થા કરવી, તેમને બનાવટી ઓળખપત્ર બનાવી આપવાથી લઈને આતંકીઓને અનુકૂળ આવે તેવી તમામ બાબતો કરવા માટે આ વિસ્તારો એપિ સેન્ટર કહેવાય છે. છેલ્લા કેટલાક સમયમાં આપણે જોયું પણ હશે કે, આ વિસ્તારોમાં આર્મી પર હુમલા પણ વધ્યા છે. નવેમ્બર 2018 સુધી કાશ્મીરમાં 270 મીલીટન્ટ્સ છે, જે આંકડો અધધધ કહેવાય. જૈશ-એ-મોહંમદ (મુખિયા મસૂદ અઝહર), લશ્કર-એ-તૈયબા (મુખિયા સૈયદ સલાહુદ્દીન), હિજબુલ મુજાહિદ્દીન (મુખિયા હાફીસ સઈદ), હરકત-ઉલ-અન્સાર (મુખિયા ઝાકીર ઉર રહેમાન) અને જમ્મુ -કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (મુખિયા યાસીન મલિક) આ બધા આતંકી સંગઠનો કાશ્મીરના મોરચે સક્રિય છે. જે તમામ માટે આ ચાર વિસ્તારો બહુ જ કામના છે. 

અનંતનાગ
એક સમય જ્યારે કાશ્મીર પણ ભારતનું અંગ હતું, ત્યારે વર્ષો પહેલા અનંતનાગ એ ભારતે જ આપેલું નામ છે. કાશ્મીરીઓ તેને ઈસ્લામાબાદના નામથી વધુ બોલાવે છે. અહીંની કુલ વસ્તી માંડ 70 હજારની આસપાસ હશે, જેમાં 80 ટકા મુસ્લિમો છે. અહીંનું શિક્ષણ કાશ્મીરની અન્ય જિલ્લાઓ કરતા સારુ છે. પરંતુ અહીંની એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ શિક્ષણ કરતા વધુ જેહાદ માટે પ્રખ્યાત છે. એમ કહો કે, તે જેહાદના પ્રચાર માટેનું એપિસેન્ટર છે. અહીં મુસ્લિમ બાબા દાઉદ ખાખીની દરગાહ આવેલી છે, જે એકસમયે હિન્દુ અને મુસ્લિમ બંનેના આસ્થાનું પ્રતિક હતું. પરંતુ હાલ આ વિસ્તાર મીલિટન્ટ્સના કબજામાં આવી ગયો છે. બૌદ્ધિક ભણેલા-ગણેલા મુસ્લિમ યુવાનોને અહીં જેહાદ તરફ વાળવાનું મુખ્ય કેન્દ્ર આ સ્થળ છે એવું કહી શકાય. તેનું મોટુ ઉદાહરણ આતંકી અફઝલ ગુરુ છે, જે મૂળ તો ડોક્ટર હતો.

કુપવાડા
ઈસબગંગા નદીના કાંઠે આવેલો કાશ્મીરનો આ સરહદી જિલ્લો છે. જે આર્મી માટે પણ ડેન્જરસ વિસ્તાર કહેવાય છે. ઘટાટોપ જંગલથી  છવાયેલો અને પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)ને અડીને આવેલો આ સરહદી વિસ્તાર છે. તેથી સરહદી છીંડાનો લાભ અહીં મોટાપાયે ઘૂસણખોરી કરવામાં આવે છે.  તો બીજી તરફ આ જિલ્લાને અડીને આવેલ પીઓકે કબજાના પંજગાવમાં જૈશ-એ-મોહંમદનું હેડ ક્વાર્ટર છે. તેને કાશ્મીરમાં જે ઘટનાને અંજામ આપવી હોય તે બધુ જ ઘૂસણખોરી, હથિયારોની હેરફેર, આર્મી પર હુમલો કુપવાડા દ્વારા કરે છે. કુપવાડા એ મીલીટન્ટ્સનું ગઢ કહેવાય છે. અહીં નદી અને જંગલ હોવાથી તેની જ્યોગ્રાફી વિકટ છે, તેથી આર્મી માટે પણ પેટ્રોલિંગ મુશ્કેલ છે. જે આતંકવાદીઓ માટે તો ફાવતી બાબત છે. 

શોપિયાં
તાલુકા જેવડો વિસ્તાર ધરાવતો કાશ્મીરનો આ નાનકડો જિલ્લો છે. અહીં પીર પંજાલ નામની પર્વતમાળા આવેલી છે. કુપવાડામાં જ્યાં જંગલ-નદીને કારણે આતંકીઓ ફાવી જાય છે, તેમ પર્વતીય વિસ્તાર હોવાથી શોપિયામાં આર્મી માટે પેટ્રોલિંગ થોડું મુશ્કેલ બની જાય છે. જેને કારણે આંતકીઓ અહી પણ ફાવી જાય છે. તમે કાશ્મીરી આતંકવાદ પર બનેલી રોઝા ફિલ્મ તો જોઈ જ હશે, આ ફિલ્મ અહીં શૂટ થઈ હતી. ઊંચાઈ પર આવેલો અને સાંકડી ગલીઓ ધરાવતો આ વિસ્તાર છે. પહાડ પર મકાનો બનેલા છે. જેથી મીલીટન્ટ્સને છુપાવવા, હથિયારો છુપાવવા, અફીણની દાણચોરી વેગેરે જેવા કામ તેઓ સરળતાથી કરી શકે છે. તો બીજી તરફ, શિયાળામાં શોપિયા કાશ્મીરથી સાવ કટ ઓફ થઈ જાય છે, જે આતંકવાદીઓને ફાવતી બાબત છે. કાશ્મીરમાં 40 દિવસની ચિલ્લન (આકરી ઠંડીના 40 દિવસ, જેને કાશ્મીરીઓ ચિલ્લન તરીકે ઓળખે છે) આ સમગ્ર વિસ્તાર મૂળ કાશ્મીરથી વિખૂટો પડી જાય છે. તેથી મીલીટન્ટ્સ માટે આ જગ્યા વધુ સુરક્ષિત બની જાય છે. 

પુલવામા
પહાડી જ્યોગ્રાફી ધરાવતો અને સરહદ સાથે સીધો સંબંધ ધરાવતો વિસ્તાર એટલે પુલવામા જિલ્લો. કાશ્મીરમાં જે થોડી ઘણી ઈન્ડસ્ટ્રીઝ વિકસી છે, તે પુલવામામાં છે. અંદાજે હજારેક વર્ષો પહેલા આ સ્થળ કાશ્મીરી પંડિતોની પાઠશાળાનો વિસ્તાર હતો. હાલ અહીં 100 ટકા મુસ્લિમ વસ્તી છે. અહીંથી જેલમ નદી પાકિસ્તાનમાં પ્રવેશે છે. ચિનાબ, રાવી અને જેલમ જેવી ત્રણ મોટી નદીઓનું સંગમ સ્થળ પુલવામામાં છે, તેથી મીલીટન્ટ્સ જળમાર્ગથી સરળતાથી આવજા કરી શકે છે. ઉપરથી નદીની આસપાસની ઊંડી ખીણને કારણે આતંકીઓનું ભાવતુ મળી જાય છે. પાકિસ્તાન નદી દ્વારા સીધુ જ કમ્યુનિકેશન સાધી લે છે. ઊંડી ખીણનો પ્રદેશ હોવાથી આર્મી માટે અહી પણ પેટ્રોલિંગ મુશ્કેલ છે અને આ સરહદ પર ફેન્સીંગ પણ પોસિબલ નથી. કારણ કે, પહાડ કે નદી પર ફેન્સિંગ સરળ નથી. 

બુરહાન વાની બાદ મીલીટન્ટ્સની સંખ્યા વધી
જુલાઈ 2016માં આતંકીઓનો પોસ્ટર બોય કહેવાતા બુરહાન વાનીનો મોત બાદ કાશ્મીરમાં મીલીટન્ટમાં જોડાવાનો પ્રવાહ વધવા લાગ્યો. બુરહાન વાની કાશ્મીરી યુવાઓ માટે રોલ મોડલ કહેવાતો હતો. તેણે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. તેણે કાશ્મીરમાં પોતાની સેલિબ્રિટી તરીકેની છાપ બનાવી હતી. બેરોજગાર અને શિક્ષિત નથી તેવા યુવાનો બુરહાન વાની તરફ આકર્ષાતા અને તેમાં પોતાનું ભવિષ્ય જોતા હતા. આ જ કારણ છે, તેના મોત બાદ ઘાટીમાં યુવાનો મીલીટન્ટ્સ બનવા તરફ આકર્ષાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news