VHP ધર્મસભા: ભૈયાજી જોશીએ કહ્યું-સત્તામાં બેઠેલા લોકો રામ મંદિર પર જનભાવનાને સમજે

સંસદના શિયાળુ સત્ર શરૂ થતા પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (વિહીપ)અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બિલ રજુ  કરવાની માંગણીને લઈને આજે વિશાળ રેલીનું આયોજન કરી રહી છે.

VHP ધર્મસભા: ભૈયાજી જોશીએ કહ્યું-સત્તામાં બેઠેલા લોકો રામ મંદિર પર જનભાવનાને સમજે

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર શરૂ થતા પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (વિહીપ)અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બિલ રજુ  કરવાની માંગણીને લઈને આજે વિશાળ રેલીનું આયોજન કરી રહી છે. વીએચપીએ  કહ્યું કે તેમને એવો વિશ્વાસ છે કે સંસદના આગામી સત્ર દરમિયાન બિલ રજુ કરવામાં આવશે જેનાથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો રસ્તો મોકળો થશે. હાલ આ ધર્મ સભાની શરૂઆત થઈ ગઈ છે અને હજારોની સંખ્યામાં લોકો હાજર છે.

ધર્મસભામાં આરએસએસના સરકાર્યવાહ ભૈયાજી જોશી પણ સામેલ થયાં. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે રામ મંદિર નિર્માણથી જ ભવિષ્યનું રામ રાજ્ય નક્કી થશે. કોર્ટે પણ દેશની ભાવનાઓને સમજવું જોઈએ. દેશ રામ રાજ્ય ઈચ્છે છે. ભાવનાઓનું સન્માન થવું જોઈએ. અમે ભીખ નથી માંગતા. લોકોની ભાવનાઓનો સવાલ છે. કોર્ટેનું સન્માન કરતા રાહ જોઈએ.  કોર્ટની પ્રતિષ્ઠા જળવાવી જોઈએ. તેમણે હ્યું કે ભગવાન રામ ક્યાં સુધી અસ્થાયી ટેન્ટમાં રહેશે અને ભક્ત જોતા રહેશે. રામ મંદિર પર કાયદો બનાવવાની સરકાર પહેલ કરે. ભારત અને રામ મંદિરને ભવ્ય બનાવીશું. સત્તામાં બેઠેલા લોકો જનભાવનાને સમજે. 

વીએચપીના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે રવિવારે રામલીલા મેદાનમાં ધર્મ સભાને આરએસએસના કાર્યકારી પ્રમુખ સુરેશ ભૈય્યાજી જોશી સંબોધિત કરશે. આ એક વિશાળ રેલી હશે જે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે બિલ લાવવાનું સમર્થન નહીં કરનારા તમામ લોકોના હ્રદય પરિવર્તન કરશે. 

धर्मसभा LIVE : VHP ने की मांग, राम मंदिर निर्माण के लिए अध्‍यादेश लाए सरकार

વીએચપીના મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે જો કોઈ સ્થિતિમાં સંસદના શિયાળુ સત્રમાં બિલ લાવવામાં ન આવ્યું તો આગામી 'ધર્મ સભા'માં નેક્સ્ટ સ્ટેપ પર નિર્ણય લેવાશે. તેનું આયોજન આગામી વર્ષે 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીના મહાકુંભ સમયે અલાહાબાદમાં થશે. બંસલે કહ્યું કે વીએચપીના અધ્યક્ષ વિષ્ણુ સદાશિવ કોકજે અને તેમના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોકકુમાર પણ રેલીને સંબોધિત કરશે. 

અત્રે જણાવવાનું કે રામ ભગવાનની નગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની માગણી માટે 25 નવેમ્બરના રોજ વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભા થઈ હતી. જેમાં રામ મંદિર નિર્માણને લઈને આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ લેવાયો હતો. ધર્મસભામાં વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી ચંપત રાયે મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારી ધીરજની પરીક્ષા  લેવામાં ન આવે. રામ મંદિર પર ભાગલાનો ફોર્મ્યુલા અમને મંજૂર નથી. રામ જન્મભૂમિના ભાગલા અમને સ્વીકાર્ય નથી. અમને પૂરેપૂરી જમીન જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news