Karva Chauth 2018 : 'આ' એક કલાકમાં પૂજા કરવાથી મળશે ઉત્તમ ફળ, ચંદ્ર જોવા માટે છે ખાસ મુહૂર્ત

કરવા ચોથ (Karva Chauth)ના વ્રતમાં પૂજા કરવા માટે મુહૂર્તને ભારે પ્રભાવી માનવામાં આવે છે

Karva Chauth 2018 : 'આ' એક કલાકમાં પૂજા કરવાથી મળશે ઉત્તમ ફળ, ચંદ્ર જોવા માટે છે ખાસ મુહૂર્ત

નવી દિલ્હી : દેશ-દુનિયામાં મહિલાઓ આજે કરવા ચોથનું વ્રત કરી રહી છે. કરવા ચોથ (Karva Chauth 2018) દિવાળીના નવ દિવસ પહેલાં સેલિબ્રેટ કરવામાં આવે છે અને પરિણીત મહિલાઓ આ વ્રત કરે છે. આ વ્રતમાં મહિલાઓ આખો દિવસ નિર્જલા વ્રત કરે છે. મહિલાઓ સાંજે પૂજા કર્યા પછી ચાંદને અર્ધ્ય આપે છે અને પછી પતિના હાથથી પાણી પીને વ્રત ખોલે છે. 

મહિલાઓ આ વ્રત પતિની લાંબી આયુ માટે કરે છે. શરૂઆતમાં કરવા ચોથનું ચલણ પંજાબમાં હતું પણ હવે એને આખા દેશમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. હવે તો વિદેશી મહિલાઓ પણ પતિની લાંબી આયુ માટે કરવા ચોથનું વ્રત રાખે છે. કરવા ચોથ (Karva Chauth)ના વ્રતમાં પૂજા માટે મુહૂર્તનું બહુ મહત્વ હોય છે. માનવવામાં આવે છે કે યોગ્ય મુહૂર્તમાં પૂજા કરવાથી કે પછી વ્રત ખોલવાથી જ એનો લાભ થાય છે. 

પંચાગ પ્રમાણે આ વર્ષ કરવા ચોથની પૂજાનું મુહૂર્ત સાંજે 5.40થી 6.47 સુધી છે. આમ, વ્રત કરનાર મહિલાઓ પાસે પૂજા કરવા માટે 1 કલાક અને સાત મિનિટનો સમય છે. પંચાગ પ્રમાણે આજે ચંદ્રોદયનો સમય સાંજે 7.55નો છે એટલે આ સમયે મહિલાઓ ચંદ્રના દર્શન કરી શકે છે. 

કરવા ચોથમાં પૂજા કરવા માટે જરૂરી સામગ્રી

  • માટીના કરવા એટલે કે ઢાંકણું
  • પાણીનો લોટો
  • ગંગાજળ
  • દીપક
  • રૂ
  • અગરબત્તી
  • ચંદન
  • કુમકુમ
  • રોલી
  • અક્ષત
  • ફુલ
  • કાચું દૂધ
  • દહીં
  • દેસી ઘી
  • મધ
  • ખાંડ
  • હળદર, 
  • ચોખા
  • મીઠાઈ
  • દળેલી ખાંડ
  • સિંદુર, 
  • બિંદી
  • ચુડી
  • ગૌરી બનાવવા માટે પીળી માટી
  • દક્ષિણા માટે જરૂરી પૈસા

જોકે પૂજાની આ સામગ્રી ઉપલબ્ધ ન હોય તો પણ પૂજા સંપન્ન થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news