લોન મંજુર કરવા સેક્સની માગણી કરનારા બેન્ક મેનેજરને મહિલાએ મેથીપાક ચખાડ્યોઃ જૂઓ વીડિયો
આજે દેશમાં જ્યારે #Me Too અભિયાને વેગ પકડ્યું છે ત્યારે કર્ણાટકની આ મહિલાની હિમ્મતની દાદ દેવી પડે, જેણે તેની લોન મંજુર કરવા માટે સેક્સની માગણી કરનારા બેન્ક મેનેજરને તાબે થવાને બદલે સડક પર લાવીને લાકડી, ચપ્પલ, લાફા અને લાતો વડે ધોઈ નાખ્યો
Trending Photos
દેવનગીરીઃ કર્ણાટકના દેવનગીરીમાં એક મહિલા એક બેન્ક મેનેજરને જાહેરમાં પકડીને મારતી હોવાનો વીડિયો વાયરલ થયો છે, જેણે મહિલાની લોન મંજૂર કરવા માટે તેની પાસે સેક્સની માગણી કરી હતી. મહિલાની ફરિયાદ બાદ આ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.
કર્ણાટકનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 15 ઓક્ટોબરનો હોવાનું મનાય છે. વીડિયોમાં એક મહિલા એક પુરુષને જાહેરમાં સડક પર કોલર પકડીને લાકડી, ચપ્પલ, લાફા અને લાતો વડે મારી રહી છે. પાછળથી અન્ય મહિલા મારનારી મહિલાને પેલા પુરુષને બરાબરનો મેથીપાક ચખાડવા માટે પ્રોત્સાહન આપતી હોવાનો અવાજ પણ સંભળાય છે. પ્રાપ્ત માહિતી મુજબ ભોગ બનનારો પુરુષ DHFL બેન્કનો કર્મચારી છે.
#WATCH Woman in Karnataka's Davanagere thrashes a bank manager for allegedly asking sexual favours to approve her loan (15 October) pic.twitter.com/IiiKbiEgZ9
— ANI (@ANI) October 16, 2018
આ ઘટના શહેરના નીજાલિનગપ્પા વિસ્તારમાં ઘટી હતી. આ મહિલાને મેનેજરે કથિત રીતે પોતાના ઘરે બોલાવી હતી. મહિલા તેના ઘરે પહોંચી ત્યાર બાદ મેનેજરને કોલરેથી પકડીને ઘરની બહાર ખેંચી લાવી હતી અને તેને બરાબર માર્યો હતો.
વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે જ્યારે ભોગ બનનારો પુરુષ મહિલાના હાથમાંથી લાકડી ઝુંટવી લે છે તો અન્ય મહિલા તેને લાતો અને લાફા મારવાનું જણાવે છે. મહિલા પણ હિમ્મતવાન છે, પુરુષનો કોલર છોડતી નથી અને તેના ગાલ ઉપર લાફા ઝીંકે છે અને પગ વડે લાતો મારે છે. ત્યાર બાદ વધુ ગુસ્સો આવતાં તે પગનું ચપ્પલ કાઢીને મારવા લાગે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ લંપટ મેનેજરને મહિલા પોલીસને સોંપી દેવાયો છે. મહિલાની ફરિયાદના આધારે તેની સામે કેસ દાખલ કરાયો છે અને હાલ તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે