હેવાન બન્યો ટીચર, ચોથા ધોરણના બાળકને ફટકારીને મારી નાખ્યો, માતા પર રોડ પર હુમલો
Teacher beats student to death: આશ્વર્યની વાત એ છે કે બાળકની માતા પણ તે સ્કૂલમાં ટીચર ચે અને તેમનું નામ ગીતા છે. તે પણ સ્કૂલમાં કરાર પર છે. જ્યારે ટીચર મુથપ્પાએ બાળકને મારવાનું શરૂ કર્યું ત્યારે ભરતની મા ગીતા ત્યાં પહોંચી અને ટીચર સાથે પોતાના બાળકને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મુથપ્પાએ તેના પર હુમલો કર્યો.
Trending Photos
કર્ણાટકમાં સ્કૂલના ટીચરની હેવાનિયત સામે આવી છે. અહીં ગડગ જિલ્લાના હેડલિન ગામમાં સ્થિત સરકારી સ્કૂલના એક ટીચરે ચોથા ધોરણમાં અભ્યાસ કરનાર બાળકની મારીને તેને ધાબા પરથી ફેંકી દીધો, ત્યારબાદ બાળકનું મોત થઇ ગયું. આરોપી ટીચર કોન્ટ્રાક્ટ પર સ્કૂલમાં ભણાવતો હતો.
જોકે ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલયમાં કોન્ટ્રાક્ટ પર ભણાવનાર શિક્ષક મુથપ્પાએ ચોથા ધોરણના વિદ્યાર્થી ભરતને પહેલા માળે આવેલા ક્લાસમાંથી બહાર ઢસડ્યો અને તેને મારી મારીને અધમૂવો કરી દીધો. ત્યારબાદ તેને સ્કૂલના પહેલાં માળેથી નીચે ધકેલી દીધો. ત્યારબા બાળકનું મોત થઇ ગયું.
આશ્વર્યની વાત એ છે કે બાળકની માતા પણ તે સ્કૂલમાં ટીચર છે અને તેમનું નામ ગીતા છે. તે પણ સ્કૂલમાં કોન્ટ્રાક્ટ પર છે. જ્યારે ટીચર મુથપ્પાએ બાળકને મારવાનું શરૂ કર્યું ત્યારે ભરતની માતા ગીતા ત્યાં પહોંચી અને ટીચરને પોતાના બાળકને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મુથપ્પાએ તેના પર હુમલો કરી દીધો.
આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય
બચાવવા ગયેલી માતાને પણ ફટકારી
મુથપ્પાએ ગીતા પર લોખંડની રોડ વડે હુમલો કર્યો, તે પણ ત્યાં લોહી-લુહાણ થઇ ગઇ. તેના ઘાયલ થતાં જ મુથપ્પા બાળક પહેલાં માળના ધાબાના છેડે લઇ ગયો અને તેને નીચે ફેંકી દીધો. ત્યારબાદ માતા ગીતા અને પુત્ર ભરતને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. પરંતુ ભરતનું મોત થઇ ગયું. તો બીજી તરફ ગીતાની કેઆઇએમએસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બીજી તરફ આરોપી મુથપ્પા હુમલા બાદ સ્કૂલથી ફરાર થઇ ગયો પોલીસે આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ફરાર મુથપ્પાને પકડવા માટે શોધવાનું અભિયાન શરૂ કરી દીધો છે. મુથપ્પાએ બાળકનો જીવ કેમ લીધો તેનું કારણ સામે આવ્યું નથી. પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ઘરમાં કચરાં-પોતું કરતાં આ વાતોનું રાખોનું ધ્યાન, નહીંતર મુસિબતમાં મુકાશો!
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: બેચલર પાર્ટી માટે બેસ્ટ છે આ પ્લેસીસ, લગ્ન પહેલાં મિત્રો સાથે મનભરીને માણો મસ્તી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે