UP: પોલીસકર્મીઓની 'ગુંડાગીરી'!, વેપારીના મોત પહેલા હોટલ રૂમમાં શું થયું હતું? ખાસ જુઓ PHOTOS

કાનપુરના પ્રોપર્ટી ડિલર મનિષ ગુપ્તા ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જે હોટલમાં રોકાયા હતા તેની તસવીરો સામે આવી છે. 6 પોલીસકર્મીઓ પર આરોપ છે કે તેમણે મનિષ ગુપ્તાની ખુબ ખરાબ રીતે પીટાઈ કરી હતી. જેના કારણે તેમનું મોત નિપજ્યું. 
UP: પોલીસકર્મીઓની 'ગુંડાગીરી'!, વેપારીના મોત પહેલા હોટલ રૂમમાં શું થયું હતું? ખાસ જુઓ PHOTOS

નવી દિલ્હી: કાનપુરના પ્રોપર્ટી ડિલર મનિષ ગુપ્તા ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જે હોટલમાં રોકાયા હતા તેની તસવીરો સામે આવી છે. 6 પોલીસકર્મીઓ પર આરોપ છે કે તેમણે મનિષ ગુપ્તાની ખુબ ખરાબ રીતે પીટાઈ કરી હતી. જેના કારણે તેમનું મોત નિપજ્યું. 

મોત પહેલાના ફોટા સામે આવ્યા
ગોરખપુરમાં પ્રોપર્ટી ડિલર મનિષ ગુપ્તાની મોત પહેલાની તસવીરો સામે આવી છે. તપાસ દરમિયાન રામગઢ તાલ પોલીસ સ્ટેશન પ્રભારી જગત નારાયણ અને ફળ મંડી ચોકી પ્રભારી અક્ષય મિશ્રા હાજર હતા. એક ફોટામાં મૃતક મનિષ સૂતો છે. જ્યારે તેનો મિત્ર ડોક્યુમેન્ટ અને સામાનનું ચેકિંગ કરાવી રહ્યો છે. 

manish gupta death case

આ ફોટા સામે આવ્યા બાદ સ્પષ્ટ થયું છે કે જ્યારે પોલીસ હોટલના રૂમમાં ઘૂસી તો મનિષ ગુપ્તા સૂઈ રહ્યા હતા અને ઠીક હતા. આ ચેકિંગ દરમિયાન જ મનિષે પોતાના એક સંબધીને ફોન કરીને કહ્યું હતું કે કેટલાક લોકો આવ્યા છે, થોડીવાર બાદ મનિષે કહ્યું હતું કે પોલીસવાળા આવ્યા છે અને માહોલ બગડી રહ્યો છે. 

અત્રે જણાવવાનું કે વેપારી મનિષ ગુપ્તાના સંદિગ્ધ મોત પર રાજકારણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આજે પીડિત પરિવારની મુલાકાત કરી. ત્યારબાદ તેમણે યોગી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે પૂછ્યું કે જે પોલીસકર્મીઓના કારણે મનિષ ગુપ્તાનું મોત થયું શું યોગી સરકાર તેમનું એન્કાઉન્ટર કરાવશે? મનિષ ગુપ્તાની પત્નીનો આરોપ છે કે રામગઢ તાલના SHO અને 2 SI એ તેમના પતિની પીટાઈ કરીને હત્યા કરી. ગોરખપુર પોલીસે 6 પોલીસકર્મીઓ પર હત્યાના આરોપમાં FIR દાખલ કરીને તેમને સસ્પેન્ડ કર્યા છે. 

May be an image of 4 people, people standing and indoor

શું છે આરોપ?
મનિષ ગુપ્તાના પત્ની મિનાક્ષીનો આરોપ છે કે ચેકિંગ દરમિયાન પોલીસકર્મીઓએ મનિષની પીટાઈ કરી હતી. ત્યારબાદ તેમનું મોત થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ઈજાના નિશાન છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કારોબારી મનિષ ગુપ્તાનું મોત મારપીટના કારણે થયું. મનિષના શરીર પર ગંભીર ઈજાના નિશાન છે. તેમના માથા અને ચહેરા પર ઈજાના નિશાન છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મનિષના બંને હાથ પર ગંભીર ઈજાનો ઉલ્લેખ  મનિષ ગુપ્તાના શરીર પર 4 જીવલેણ ઈજાના નિશાન મળ્યા માથા વચ્ચે આવેલી 5X4 સેન્ટીમીટરની ઈજા જીવલેણ સાબિત થઈ.

વાયરલ થયો ઓફિસરોનો વીડિયો
અત્રે જણાવવાનું કે હાલ આ મામલે એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં અધિકારીઓ મૃતકના પરિજનોને સમજાવી રહ્યા છે કે કેસ ન કરે. આ વીડિયો આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ટ્વિટર પર પોસ્ટ કર્યો. તેમણે લખ્યું કે આ આદિત્યનાથ સરકારના અધિકારી છે. કહે છે કે એફઆઈઆર ન કરો નહીં તો વર્ષો સુધી કેસ ચાલશે. એસપી મહોદય પોતે માને છે કે પોલીસવાળાનો પહેલેથી કોઈ ઝઘડો નહતો. તેનો અર્થ એ સ્પષ્ટ છે કે એક નિર્દોષ વ્યક્તિની કોઈ પણ જુલ્મ વગર હત્યા કરી દેવાઈ. તો એફઆઈઆર કેમ નહીં? ન્યાય કેવી રીતે મળશે? 

— Sanjay Singh AAP (@SanjayAzadSln) September 29, 2021

શું થયું હતું ઘટનાના દિવસે?
ગોરખપુરના રામગઢ તાલ પોલીસ મથક હદમાં સોમવારે  રાતે હોટલમાં ચેકિંગ દરમિયાન કાનપુરના રિયલ એસ્ટેટ વેપારી મનિષ ગુપ્તાની કથિત રીતે પોલીસ પીટાઈથી મોત થયું. ગોરખપુરના ડીએમ વિજય કિરણ આનંદે બુધવારે જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતક મનિષ ગુપ્તાના પત્ની મિનાક્ષી સાથે મંગળવારે ફોન પર વાત કરી. રાજ્ય સરકારે પીડિત પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક મદદનો આદેશ આપ્યો છે. 

— UP POLICE (@Uppolice) September 29, 2021

આ બાજુ યુપી પોલીસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યું હતું કે ગોરખપુરની દુર્ભાગ્યપૂર્ણ ઘટના કે જેમા એક નાગરિકનું મોત થયું, 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરાઈ છે. એડીજી/ડીઆઈજી/એસએસપી ગોરખપુરને તપાસ બાદ દોષિતો વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news