OMG! Bigg Boss ની વિનરની જિંદગી રમણભમણ! હોસ્પિટલમાં કચરા-પોતા કરતો Video થઈ ગયો વાયરલ

'બિગ બોસ OTT' વિનરની તસવીર ઝડપથી વાયરલ થઈ. આ તસવીર જોયા બાદ લોકો ચોંકી ગયા છે, તમે પણ આ તસવીર જોયા બાદ આશ્ચર્યચકિત થઈ જશો.

OMG! Bigg Boss ની વિનરની જિંદગી રમણભમણ! હોસ્પિટલમાં કચરા-પોતા કરતો Video થઈ ગયો વાયરલ

નવી દિલ્હી: 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT) થોડા દિવસ પહેલા જ પુરુ થયુ છે અને હવે 'બિગ બોસ 15' શરૂ થવાનું છે. આ દરમિયાન, 'બિગ બોસ' વિનરની એક તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. તસવીર જોયા બાદ લોકો ચોંકી ઉઠ્યા. લોકોને સમજાતું નથી કે આખરે આ છે કોણ? ફોટો જોઈને ઓળખવું ખૂબ મુશ્કેલ છે. તમે પણ વિચારતા હશો કે, આખરે આ કોણ છે અને તેણે આવા કપડા કેમ પહેર્યા છે? અહીં અમે તમારી મૂંઝવણ દૂર કરી રહ્યા છે.

No description available.

'બિગ બોસ' વિનરના દેખાવથી લોકો આશ્ચર્યચકિત:
હકીકતમાં, આ બીજુ કોઈ નહીં પણ 'બિગ બોસ ઓટીટી'ની વિજેતા દિવ્યા અગ્રવાલ છે. આ વાત માનવી થોડી અઘરી છે, પરંતુ સાચી છે. ખુદ અભિનેત્રી દિવ્યા અગ્રવાલે આ તસવીર શેર કરી છે. અભિનેત્રીએ તસવીર શેર કરી અને કહ્યું કે આ તેની વેબ સિરીઝનું પાત્ર છે, જે એકદમ ખતરનાક છે. તસ્વીરમાં દેખાતો આ લુક એસ્થેટિક મેકઅપની મદદથી મેળવ્યો છે. દિવ્ય અગ્રવાલ ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ 'કાર્ટેલ'માં આ અવતારમાં જોવા મળી રહી છે. તે હોસ્પિટલમાં એક મહિલા સફાઈ કર્મચારી તરીકેનું પાત્ર ભજવે છે. તસ્વીરમાં ચહેરાનો દેખાવ સંપૂર્ણપણે બદલાઈ ગયો હોય તેવું લાગે છે. મોટા દાંત, આંખો નીચે ડાર્ક સર્કલ અને ડસ્ટી બૉડી કલરના કારણે તેને ઓળખવું મુશ્કેલ છે. દિવ્યા અગ્રવાલનો આવો લુક પહેલી વખત જોવા મળી રહ્યો છે.

 

દિવ્યાએ પહેલેથી જ બતાવ્યો હતો ટ્રાન્સફોર્મ્ડ લુક:
દિવ્યા અગ્રવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે જ આ તસવીર વાયરલ થઈ ગઈ. આ તસવીર શેર કરતાં દિવ્યાએ કેપ્શનમાં લખ્યું, 'સીરિયલ કિલર વાઇબ્સ. 'કાર્ટેલ' પર મારો પહેલો દિવસ હતો. નર્વસ, એક્સાઈટેડ અને હા સંપૂર્ણ આત્મવિશ્વાસ! ' તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ દિવ્યા અગ્રવાલની એક તસવીર ઝડપથી વાયરલ થઈ હતી. દિવ્યા તે તસ્વીરમાં એક વૃદ્ધ વ્યક્તિના ગેટઅપમાં જોવા મળી હતી. મોટા ચશ્મા અને સફેદ શર્ટ સાથે મૂછો પર હાથ રાખતી જોવા મળી હતી. દિવ્યાનો આ લુક પણ 'કાર્ટેલ' માટે હતો.

 

સૌથી પહેલાં સોશિયલ મીડિયામાં આ તસવીર જેવી વાયરલ થઈ કે તુરંત જ દિવ્યાના લાખો ચાહકો વિચારમાં પડી ગયાં. કે અચાનક દિવ્યાને આ શું થઈ ગયું અને દિવ્યાની આવી હાલત કેમ થઈ ગઈ.

 

પહેલેથી જ કર્યા છે અનેક પ્રોજેક્ટ:
'સ્પ્લિટ્સવિલા 10' ફેમ અને ફિલ્મ 'રાગિણી એમએમએસ રિટર્ન્સ'થી પોતાની સુંદરતા ફેલાવનાર અભિનેત્રી દિવ્યા અગ્રવાલ ઘણી વખત સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરે છે. હવે કોન્ટ્રોવર્શિયલ શો 'બિગ બોસ'ના નવા વર્ઝન' બિગ બોસ ઓટીટી'ની વિજેતા બની છે. દિવ્યા વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને સ્પષ્ટવક્તા છે અને તેનો આ જ અંદાજ 'બિગ બોસ ઓટીટી'માં જોવા મળ્યો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news