ખેતી માટે હવે નહીં પડે જમીનની જરૂર! આ ટ્રીકથી દીવાલ પર ખેતી કરી લાખોની કમાણી કરે છે લોકો!

સામાન્ય રીતે આપણે પાણીમાં, ધાબા પર અને જમીન પર ખેતીની માહિતી હોય છે.પરંતુ હવે જમીન વગર દીવાલ પર પણ ખેતી કરી શકાય છે. જેનાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

ખેતી માટે હવે નહીં પડે જમીનની જરૂર! આ ટ્રીકથી દીવાલ પર ખેતી કરી લાખોની કમાણી કરે છે લોકો!

ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે આપણે પાણીમાં, ધાબા પર અને જમીન પર ખેતીની માહિતી હોય છે.પરંતુ હવે જમીન વગર દીવાલ પર પણ ખેતી કરી શકાય છે. જેનાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આજના આધુનિક યુગમાં ખેતી માટે અવનવી શોધ થઈ રહી છે. કોઈ ધાબા ખેતી તો કોઈ જમીન વગર પાણીમાં ખેતી કરી પાક મેળવતા હોય છે. પરંતુ હવે તો તમારે ખેતી કરવા માટે જમીનની કે ધાબાની જરૂર નથી. હવે તમે ઘરની દીવાલ પર પર ખેતી કરી શકો છો. આવો જાણીએ કેમ ખાસ છે દીવાલ પર થતી ખેતી.

No description available.

આજના સમયમાં, દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી જોવા મળે છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે વિવિધ પ્રકારની ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે. જેથી ખેતીમાં મહત્તમ અનાજનું ઉત્પાદન થાય. જમીન પર તો વિવિધ પાકની ખેતી થાય છે. પરંતુ  એક એવો દેશ છે જ્યાં દીવાલો પર પણ ખેતી કરવામાં આવે છે.

લોકપ્રિય બની રહી છે વોલ ફાર્મિંગ:
દીવાલ પર ખેતી કરીને ડાંગર અને ઘઉંની સાથે શાકભાજીના પાકનું પણ ઉત્પાદન મેળવી શકાય છે. આ ટેક્નોલોજી ધીમે ધીમે વિશ્વભરમાં લોકપ્રિય થઈ રહી છે. આ ટેક્નોલોજીને ઉભી ખેતી એટલે કે ‘દીવાલ ખેતી’ કહેવામાં આવે છે. ઈઝરાઈલમાં દીવાલ ખેતીનું ચલણ વધુ જોવા મળે છે. ઇઝરાઇલ અને અન્ય ઘણા દેશોમાં ખેતીલાયક જમીનની અછત છે અને આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ત્યાં ઉભી ખેતી એટલે કે દીવાલ ખેતી અપનાવી છે.

No description available.

દીવાલ ખેતીમાં સિંચાઈ માટે ખાસ વ્યવસ્થા:
દીવાલ ખેતીમાં છોડને નાના એકમોમાં રોપવામાં આવે છે. જેમાં છોડ કુંડાની બહાર ના ફેલાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ કુડામાં સિંચાઇ માટે પણ એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અનાજ ઉગાડવા માટે થોડા સમય માટે એકમો દીવાલમાંથી કાઢી નાખવામાં આવે છે અને ફરી પાછા દિવાલમાં લગાડવામાં આવે છે.

ઉત્પાદનની સાથે ઘરને પણ રાખે છે ઠંડુ:
ઇઝરાઇલ સહિત અમેરિકા, યુરોપ અને ચીનમાં પણ દીવાલ પર થતી ખેતીની ટેક્નોલોજી ઝડપથી લોકપ્રિય બની રહી છે. આવી ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે દીવાલ પર છોડ હોવાથી ઘરનું વાતાવરણ ઠંડુ રહે છે. સાથે જ આજુબાજુના વાતાવરણમાં ભેજ પણ જળવાઈ રહે છે. આ સિવાય ધ્વનિ પ્રદૂષણની અસર પણ ઓછી થાય છે.

ટેક્નોલોજીની મદદથી વર્ટિકલ ફાર્મિંગ:
ઇઝરાઇલની કંપની ગ્રીનવોલના સ્થાપક ‘પાયોનિર ગાઈ બારનેસનું કહેવું છે કે તેમની કંપની ગૂગલ અને ફેસબુક સાથે પણ સંકળાયેલી છે. જેના સહકારથી ઇઝરાઇલમાં ઘણી દીવાલો પર વર્ટિકલ ફાર્મિગ ટેક્નોલોજીથી ખેતી કરવામાં આવે છે. અને તેનાથી સારું ઉત્પાદન પણ મેળવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news