Leena Manimekalai: કાલી પોસ્ટર વિવાદ બાદ ડાયરેક્ટર લીનાએ ફરી વિવાદિત ટ્વીટ કરી, લોકોમાં ખુબ આક્રોશ
આ વખતે લીનાએ ટ્વીટમાં એક ફોટો શેર કર્યો છે જેમાં શંકર-પાર્વતીની ભૂમિકા ભજવી રહેલા કલાકારોને એવું કામ કરતા દેખાડ્યા છે જે જોઈને લોકો આક્રોશમાં આવી ગયા છે.
Trending Photos
Kali Movie Poster Row: કાલી ફિલ્મના પોસ્ટર પર વિવાદ વચ્ચે ડાયરેક્ટર લીના મણિમેકલઈએ વધુ એક ટ્વીટ કરીને વિવાદ ઊભો કર્યો છે. આ ફોટામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની ભૂમિકા ભજવી રહેલા કલાકારો ધુમ્રપાન કરી રહ્યા છે. લીના મણિમેકલઈએ આ ફોટાને કેપ્શન આપી છે કે 'ક્યાંક બીજે'. આ ટ્વીટ બાદ લીના મણિમેકલઈ એકવાર ફરીથી નિશાના પર આવી ગઈ છે.
ભાજનના નેતા શહજાદ પૂનાવાલાએ લીનાની એક ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા ક હ્યું કે આ રચનાત્મક અભિવ્યક્તિની વાત નથી. આ જાણી જોઈને ઉશ્કેરવાનો મામલો છે. હિન્દુઓને ગાળો આપવી= ધર્મનિરપેક્ષતા? હિન્દુ આસ્થાનું અપમાન=ઉદારવાદ? લીના જાણે છે કે તેમના સપોર્ટમાં એક આખી ઈકોસિસ્ટમ ઊભી છે.
Elsewhere…. pic.twitter.com/NGYFETMehj
— Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022
લીનાની વધુ એક વિવાદિત ટ્વીટ
લીનાએ વિવાદિત ટ્વીટ બાદ વધુ એક ટ્વીટ કરી છે. જેમાં તેણે એક ખબરને શેર કરતા લખ્યું કે એવું લાગે છે કે સમગ્ર દશ- જે હવે સૌથી મોટા લોકતંત્રથી સૌથી મોટી નફરતની મશીન બની ગયો છે. મને સેન્સર કરવા માંગે છે. હું હાલ ક્યાંય પણ સુરક્ષિત મહેસૂસ કરી રહી નથી.
This is not about creative expression but deliberate provocations
Abusing Hindus = secularism?
Insulting Hindu Astha = liberalism?
Leena is emboldened because she knows she has backing of an ecosystem which includes Left,Cong,TMC
So far TMC has not ACTED on Mahua Moitra pic.twitter.com/t4usGw1UTZ
— Shehzad Jai Hind (@Shehzad_Ind) July 7, 2022
અત્રે જણાવવાનું કે લીના મણિમેકલાઈ કાલી ફિલ્મની ડાઈરેક્ટર છે. ફિલ્મનું પોસ્ટર વિવાદમાં છે. વિવાદિત પોસ્ટરમાં કાલીને સિગારેટ પીતા દેખાડવામાં આવ્યા છે. તેમના એક હાથમાં એલજીબીટી સમુદાયનો ઝંડો પણ દેખાડવામાં આવ્યો છે. આ પોસ્ટરે હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. લોકો ફિલ્મમેકર વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે.
2 જુલાઈએ શેર કર્યું હતું પોસ્ટર
વિવાદિત પોસ્ટર મણિમેકલાઈએ 2 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. વિવાદ વચ્ચે મણિમેકલાઈની ધરપકડી માગણી સાથે સોશિયલ મીડિયા પર ભારે બખેડો પણ થયો હતો. વિવાદ વકરતા ટ્વિટરે પ્રોડ્યુસર-ડાયરેક્ટર લીના મણિમેકલાઈની પોસ્ટ હટાવી દીધી હતી. લીનાના પોસ્ટર વિવાદ પર અનેક રાજ્યોમાં તેના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે