Kaali Poster Row: ફિલ્મ 'કાલી'ના પોસ્ટર વિવાદ પર વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Kaali Poster Controversy: ફિલ્મ કાલીના પોસ્ટર વિવાદ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે, ઓટાવામાં આપણા હાઈ કમિશને નિવેદન આપ્યું છે અને કાર્યક્રમના આયોજકોએ પણ પોતાનું નિવેદન જાહેર કરી માફી માંગી છે. 
 

Kaali Poster Row: ફિલ્મ 'કાલી'ના પોસ્ટર વિવાદ પર વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ ફિલ્મ મેકર લીના મણિમેકલઈ (Leena Manimekalai) ની ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ કાલીનના પોસ્ટરને લઈને શરૂ થયેલો વિવાદ વધુ ઉગ્ર બની ગયો છે. પોસ્ટરમાં માં કાલીને ધૂમ્રપાન કરતા દેખાડવામાં આવ્યા છે. ત્યારબાદ લીના વિરુદ્ધ દેશના ઘણા રાજ્યોમાં એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. આ મામલા પર વિદેશ મંત્રાલયનું પ્રથમ નિવેદન પણ સામે આવ્યું છે. ગુરૂવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે ઓટાવામાં આપણા હાઈ કમિશને નિવેદન આપ્યું છે. કાર્યક્રમના આયોજકોએ પણ પોતાનું નિવેદન જાહેર કરી માફી માંગી છે. 

તેમણે કહ્યું કે મને લાગે છે કે હવે તેને ત્યાં પ્રદર્શિત કરવામાં આવી રહી નથી. તો મણિમેકલઈ વિરુદ્ધ ઘણા રાજ્યોમાં દાખલ એફઆઈઆર પર બાગચીએ કહ્યુ કે, એફઆઈઆર દાખલ કરવાનો મામલો ઘરેલૂ છે, તે વિદેશ નીતિ સાથે જોડાયેલો નથી. મહત્વનું છે કે લીના મણિમેકલઈ વિરુદ્ધ આજે મધ્ય પ્રદેશની ભોપાલ પોલીસે લુકઆઉટ સર્કુલર પણ જારી કર્યું છે. 

લીના મણિમેકલઈએ વ્યક્ત કર્યો ખતરો
તો લીના મણિમેકલઈએ પોતાની સુરક્ષાને લઈને ખતરો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે તે આ સમયે સુરક્ષિત અનુભવી રહી નથી. લીનાએ આજે ટ્વિટર પર પોસ્ટ કરી લખ્યું કે, તેમ લાગે છે કે આખો દેશ, જે અત્યાર સુધી જે સૌથી મોટું લોકતંત્ર હતો તેમાંથી સૌથી મોટુ નફરતનું મશીન બની ગયો છે. મને સેન્સર કરવા ઈચ્છે છે. હું આ સમયે ક્યાંય સુરક્ષિત અનુભવ કરી રહી નથી. 

પોસ્ટરને લઈને છે વિવાદ
ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈએ પોતાની ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ કાલીનું પોસ્ટર 2 જુલાઈએ રિલીઝ કર્યું હતું. પોસ્ટરમાં દેવી કાલીને ધૂમ્રપાન કરતા અને એલજીબીટીક્યૂનો ઝંડો પકડીને દેખાડવામાં આવ્યા છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ હિન્દુ સંગઠનો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. તો દેશના ઘણા રાજ્યમાં લીના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news